Biden's announcement to re-enter the race for the presidency
(Photo by MANDEL NGAN / AFP)

તપાસ એજન્સી એફબીઆઇએ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના વિલ્મિંગ્ટન ખાતેના નિવાસસ્થાને 13 કલાક સુધી સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી અને વધારાના ગુપ્ત દસ્તાવેજો શોધી કાઢ્યા હતા. બાઇડન પર આરોપ છે તે તેઓ ગુપ્ત દસ્તાવેજો પોતાના નિવાસસ્થાન લઈ ગયા હતા. અમેરિકાના પ્રેસિડેન્શિયલ રેકોર્ડ એક્ટ હેઠળ વ્હાઇટ હાઉસના રેકોર્ડ્સ એકવાર વહીવટી કાર્ય સમાપ્ત થયા પછી નેશનલ આર્કાઇવ્સમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે.

આ ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હોવાથી બાઇડનની રાજકીય અને કાનૂની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. બાઇડન 2024માં ફરી પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે તેમના માટે આ મુશ્કેલી આવી છે.
પ્રેસિડન્ટના પર્સનલ એટર્ની બોબ બૌરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સર્ચ કાર્યવાહી દરમિયાન ન્યાય વિભાગે તેની તપાસના અવકાશમાં માનવામાં આવતી સામગ્રીનો કબજો લીધો હતો. તેમાં ક્લાસિફિકેશન માર્કિંગ સાથેના દસ્તાવેજોની છ આઇટમ અને સંબંધિત સામગ્રીનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાંક દસ્તાવેજો સેનેટમાં પ્રેસિડન્ટ સર્વિસ સંબંધિત અને બીજા કેટલાંક વાઇસ પ્રેસિડન્ટ તરીકેના કાર્યકાળ સંબંધિત હતા. ન્યાય વિભાગે વાઇસ પ્રેસિડન્ટ તરીકેના વર્ષોની વ્યક્તિગત રીતે હસ્તલિખિત નોંધો પણ વધુ સમીક્ષા માટે લીધી છે.

બાઇડનના નિવાસસ્થાન અને ખાનગી ઓફિસોમાંથી મળી આવેલા કુલ વર્ગીકૃત દસ્તાવેજોની સંખ્યા હવે વધીને લગભગ દોઢ ડઝન થઈ ગઈ છે. 2009 થી 2016 સુધીના વાઇસ પ્રેસિડન્ટ તરીકેના તેમના કાર્યકાળ સહિત તમામ દસ્તાવેજો હવે ફેડરલ એજન્ટોના કબજામાં લેવામાં આવ્યા છે.

બાઇડન પોતાના વીકએન્ડ ડેલવેર ખાતેના તેમના વિલ્મિંગ્ટન નિવાસસ્થાનમાં વિતાવી રહ્યાં છે.

બૌરે જણાવ્યું હતું કે ન્યાય વિભાગ પાસે પ્રેસિડન્ટના ઘરમાં સંપૂર્ણ પ્રવેશ મળ્યો હતો, તેમાં અંગત રીતે હસ્તલિખિત નોંધો, ફાઇલો, કાગળો, બાઈન્ડર, સ્મૃતિચિહ્નો, ટુ-ડુ લિસ્ટ્સ, સમયપત્રક અને દાયકાઓ પહેલાના રીમાઇન્ડર્સનો સમાવેશ થાય છે.

પ્રેસિડન્ટની ખાનગી ઓફિસો અને નિવાસસ્થાને ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યાના કેસની તપાસ કરવા માટે ગયા અઠવાડિયે યુએસ એટર્ની જનરલ મેરિક બી ગારલેન્ડે સ્પેશ્યલ કાઉન્સેલ રોબર્ટ હરની નિમણૂક કરી હતી.

બાઇડનના સ્પેશિયલ કાઉન્સેલ રિચાર્ડ સોબરે જણાવ્યું હતું કે બાઇડને હાલની તપાસમાં તેમના અંગત વકીલોને સૂચના આપી છે કે તેઓ ન્યાય વિભાગને સંપૂર્ણ સહકાર આપે. અગાઉ પેન બાઇડન સેન્ટરમાં થોડી સામગ્રી મળી આવી હતી.
સોબરે કહ્યું હતું કે “સર્ચ કાર્યવાહી દરમિયાન પ્રેસિડન્ટ કે ફર્સ્ટ લેડી હાજર રહ્યાં ન હતા. પ્રેસિડન્ટના વકીલો અને વ્હાઇટ હાઉસ કાઉન્સેલની ઓફિસ આ પ્રક્રિયા ઝડપથી અને અસરકારક રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ન્યાય વિભાગ અને સ્પેશિયલ કાઉન્સેલ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે.”

LEAVE A REPLY

15 − eleven =