ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ વધી છે, અગાઉ ભાજપ સાથે જોડાણ કરીને ચૂંટણી લડનારા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા રાજભરે યુપીની 2022ની વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે.(ANI Photo)

ઉત્તરપ્રદેશમાં ભાજપને છોડીને સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવનારા ઓબીસી નેતા ઓમપ્રકાશ રાજભરે બુધવારે દાવો કર્યો હતો કે દરરોજ એક કે બે પ્રધાનનો યોગી કેબિનેટમાંથી રાજીનામું આપશે અને આ આંકડો 20 જાન્યુઆરી સુધીમાં વધીને 18 થશે. યુપીના પ્રધાનો સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ ચૌહાણના રાજીનામાને આવકારતા રાજભરે આ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2017માં સરકારમાં જોડાયાના થોડા સમયમાં મે અનુભવ્યું હતું કે ભાજપ દલિતો, પછાત અને વંચિત વર્ગોની અવગણના કરી છે. દરરોજ યોદી કેબિનેટની એક કે બે વિકેટ પડશે અને આ આંકડો 20 જાન્યુઆરી સુધીમાં વધીને 18 થઈ થશે. જોકે તેમણે આવા પ્રધાનોના નામ આપવાનો ઇનકાર કર્યો હતો.