યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેને યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ફોન પરની ચર્ચામાં રશિયન હુમલા સામે કિવને વોશિંગ્ટનની મદદના ફરીથી ઉચ્ચારણ પછી તાજેતરમાં યુક્રેનને શસ્ત્રો અને દારૂગોળા આપવાના નવા પેકેજની જાહેરાત કરી છે. બાઇડેને જણાવ્યું હતું કે, એક બિલિયન ડોલરના કિંમતના શસ્ત્રોના પેકેજમાં વધુ તોપ, સમુદ્રી એન્ટિ-શિપ ડીફેન્સ સીસ્ટમ્સ અને અને તોપો અને આધુનિક રોકેટ સીસ્ટમ્સ માટે દારૂગોળાનો સમાવેશ થાય છે, જેનો યુક્રેન પહેલેથી જ ઉપયોગ કરી રહ્યું છે. એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ફોન પરની ચર્ચામાં બાઇડેને કહ્યું હતું કે, તેઓ ‘મારી પ્રતિબદ્ધતાનો પુનોર્ચ્ચાર કરતા અમેરિકા યુક્રેનની સાથે રહેશે, કારણ કે તે તેની લોકશાહીની રક્ષા કરે છે અને રશિયન હુમલાનાસામે તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપે છે.’ બાઇડેને યુક્રેનને 225 મિલિયન ડોલરની માનવતાવાદી મદદની પણ જાહેરાત કરી હતી. આ નાણાનો ઉપયોગ અન્ન, પીવાના પાણી, મેડિકલ જરૂરીયાતો અને અન્ય મહત્વની વસ્તુઓ આપવા માટે કરાશે. બાઇડેને કહ્યું કે, યુક્રેનના લોકોની બહાદુરી, સહનશિલતા અને નિશ્ચય વિશ્વને પ્રેરણા આપી રહી છે.