માઇકલ બૂલ્મબર્ગે સૌથી ધનિક 25 અમેરિકન્સના ટેક્સ રીટર્ન જાહેર કરનારા લોકોને શકંજામાં લેવા માટે તમામ કાયદાદીય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ સ્પષ્ટતાએ ડાબેરી ડેમોક્રેટ્સ દ્વારા ફક્ત આવકને બદલે સંપત્તિ પર વસૂલ કરવા માટે કેમ્પેઇનને જીવંત કર્યું છે.
બ્લૂમબર્ગ એક બિલિયોનેર મીડિયા મુગલ છે. સ્વતંત્ર પત્રકારત્વ જૂથ-પ્રોપબ્લિકાના જણાવ્યા અનુસાર બ્લૂમબર્ગે તાજેતરના ઓછામાં ઓછા એક વર્ષમાં ઇન્કટેક્સ ભર્યો નથી. આ જૂથે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, રોકાણકાર અને દાતા જ્યોર્જ સોરોસ અને ટેસ્લાના સ્થાપક એલન મસ્ક સહિતના ધનિકોના પસંદગીના રેકોર્ડ્સ પ્રકાશિત કર્યા છે.
પ્રોપબ્લિકાએ જણાવ્યું હતું કે, તેમણે અમેરિકાના હજ્જારો ધનિકોને આવરી લેતી ટેક્સની વિશાળ માહિતી એકત્ર કરી હતી અને જાહેર હિતના આધારે તેમને પ્રકાશિત કરવા પોતાના ગેરકાયદે કામનો બચાવ કર્યો હતો.
આ માટે કોઇ ગેરકાયદે કામ કરવાની સૂચના આપવામાં આવી નહોતી, પરંતુ જૂથે જણાવ્યું હતું કે, માહિતી દર્શાવે છે કે કેવી રીતે ખૂબ જ ધનવાન લોકો ‘સામાન્ય નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવતા ટેક્સના બોજાને ટાળવા માટે આપણા ટેક્સના માળખાનો દુરુપયોગ કરતા હતા.
આ ટેક્સના આંકડા દર્શાવે છે કે, ધનિક અમેરિકન્સ ઓછી અથવા ટેક્સ વગરની આવક દર્શાવીને તેમની વિશાળ મિલકત વધારવા સક્ષમ હતા. 90 વર્ષીય રોકાણકાર અને દાતા વોરન બફેટે વર્ષ 2014થી 2018 દરમિયાન તેમની મિલકતમાં 24.3 બિલિયન ડોલરનો વધારો દર્શાવ્યો હતો પરંતુ તેમણે 0.1 ટકાના દરે 23.7 મિલિયન ટેક્સ ભર્યો હતો.
બ્લૂમબર્ગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં કોઇપણ ખાનગી નાગરિકને પોતાના ટેક્સની ગેરકાયદે જાહેરાતથી ડરવું જોઇએ નહીં. અમે તેના નિરાકરણ માટે એ તમામ કાયદાકીય સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો ઇરાદો રાખીએ છીએ કે કોઇ વ્યક્તિ કે સરકારી સંસ્થાએ તેને જાહેર કર્યો છે અને એ પણ સુનિશ્ચિત કર્યું છે કે તેમને જવાબદાર ઠેરવવામાં આવે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, બ્લૂમબર્ગે તેમની આવકના 75 ટકા જેટલી રકમ ચેરિટીમાં આપી છે અને ટેક્સ ભર્યો છે.