અમેરિકાના બે મજબૂત સેનેટર્સે એક મોટો દ્વિપક્ષી વ્યાપક કાયદો રજૂ કર્યો છે, જે ચીન સામે સ્પર્ધા કરવાની દેશની ક્ષમતાને વધારવાનો પ્રયાસ કરે છે. આ કાયદો ક્વાડ પહેલને સ્વીકારીને ભારત સહિત અમેરિકાની દ્વિપક્ષીય અને પ્રાદેશિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો અનુરોધ કરે છે.
આ અંગે સેનેટ ફોરેન રીલેશન્સ કમિટીના ચેરમેન સેનેટર રોબર્ટ મેનેન્ડેઝે જણાવ્યું હતું કે, ‘સ્ટ્રેટેજિક કોમ્પિટિશન એક્ટ ઓફ 2021’ ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના માટે અમેરિકાની તમામ વ્યૂહાત્મક, આર્થિક અને રાજદ્વારી સાધનોનું વહન કરે છે, જે ચીનને તેની રાષ્ટ્રીય અને આર્થિક સલામતી સામેના પડકારોનો ખરેખર મુકાબલો કરવા માટે અમેરિકાને મંજૂરી આપશે.
રેન્કિંગ મેમ્બર જીમ રિશ સાથે મેનેન્ડેઝે કાયદો રજૂ કર્યો, જેનું 280થી વધુ પાનામાં વર્ણન કરવામાં આવ્યું છે. ધ ફોરેન રીલેશન્સ કમિટીએ આ બિલ પર ચર્ચા અને મતદાન માટે 14 એપ્રિલ નક્કી કરી છે, જેના પગલે તે ઝડપથી સેનેટમાં આવે તેવી અપેક્ષા છે.
મેન્ડેન્ઝે જણાવ્યું હતું કે, ‘ધ સ્ટ્રેટેજિક કોમ્પિટિશન એક્ટ ઓફ 2021 એક એવી માન્યતા છે જે આ ક્ષણ એકીકૃત, વ્યૂહાત્મક પ્રતિસાદની માગ કરે છે અને તે અમેરિકન નેતૃત્વનું ફરીથી નિર્માણ કરી શકે છે, ચીનને બહાર કાઢવામાં અમારા મૂળ મૂલ્યોમાં કૂટનીતિ કરવામાં અમારી ક્ષમતામાં રોકાણ કરી શકે છે.’ કાયદામાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે, દક્ષિણ ચીનના સમુદ્ર, હોંગકોંગમાં તેના બેશરમી પગલા દ્વારા ચીને કોવિડ-19 મહામારી પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ભારત સાથે તણાવ વધારવામાં યોગદાન આપ્યું હતું. ચીન લગભગ દક્ષિણ ચીનના તમામ સમુદ્ર પર દાવો કરે છે. જેના પર વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાને સામે દાવો કર્યો છે.
પેંગોંગ લેઇક વિસ્તારમાં હિંસક અથડામણને પગલે ગત વર્ષે 5 મેના રોજ ભારત અને ચીનની સેના વચ્ચે સરહદનો વિવાદ થયો હતો અને બંને પક્ષોએ ધીરે ધીરે હજારો સૈનિકો અને ભારે શસ્ત્રો સાથે તેમનું સૈન્ય ખડકી દીધું હતું.
ભારત, સિંગાપોર, ઇન્ડોનેશિયા, તાઇવાન, ન્યુઝીલેન્ડ અને વિયેતનામ તથા ક્વાડ, આસિયાન અને એપીઇસી જેવા પ્રાદેશિક સંસ્થાનો સહિત અમેરિકા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદારીને ખૂબ જ મહત્ત્વ આપે છે, તેવું નિરીક્ષણ કરીને અમેરિકાની ભારત, તાઇવાન, આસિયાન અને ન્યુઝીલેન્ડ સહિત દ્વિપક્ષીય અને પ્રાદેશિક ભાગીદારીને બિલ મજબૂત અને ગાઢ બનાવવા ઇચ્છે છે. બિલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાએ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચતુર્ભુજ સહયોગ માટે પોતાની પ્રતિબદ્ધતાને ફરીથી જણાવવી જોઇએ જેથી પ્રાદેશિક પડકારોને પૂર્ણ કરવા માટે એક મુક્ત, ખુલ્લા, સમાવેશક,અને સ્વસ્થ ઇન્ડો-પેસિફિક વિચારને પ્રોત્સાહન આપવા માટે દૃષ્ટિને વધારી શકાય. જે લોકતંત્ર, નિયમ-કાયદા અને બજાર સંચાલિત આર્થિક વિકાસની વિશેષતા છે અને અયોગ્ય પ્રભાવ અને દબાણથી મુક્ત છે.
બિલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાએ ભારત સાથેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની ખાતરી આપવી જોઈએ અને ભારત સાથેના દ્વિપક્ષીય સંરક્ષણ પરામર્શ અને સહયોગને વધુ મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદાર તરીકેની સ્થિતિ ગાઢ બનાવવી જોઈએ.
બીલના અન્ય મુદ્દાઓમાં એડમિનિસ્ટ્રેશનને જણાવવામાં આવ્યું છે કે, ભારત સાથે ગાઢ રીતે ચર્ચા કરીને, એવા વિસ્તારોની ઓળખ કરે છે કે જ્યાં અમેરિકન સરકાર ચીન દ્વારા ઊભા કરવામાં આવેલા આર્થિક અને સુરક્ષા પડકારોનો સામનો કરવા ભારતના પ્રયાસોના સમર્થનમાં યોગ્ય રાજદ્વારી અને અન્ય સહાય કરવામાં આવે.
મેનેન્ડેઝે જણાવ્યું હતું કે, ‘બીજિંગના ઇરાદા અને કાર્યવાહી પર અમેરિકન સરકારની નજર સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ અને તે મુજબ આપણી નીતિ અને વ્યૂહરચનાનું આકલન કરવું જોઈએ. મને વિશ્વાસ છે કે આ પ્રયાસને સેનેટ ફોરેન રીલેશન્સ કમિટી દ્વારા આવતા સપ્તાહે અને પછી ટૂંક સમયમાં પૂર્ણ સેનેટ દ્વારા મંજૂરી આપવામાં જરૂરી સમર્થન છે.’
તેમણે જણાવ્યું હતું કે, ‘આ એકમાત્ર વિકલ્પ છે જેનાથી આપણે ચીનને યોગ્ય રીતે પડકારીશું- પરસ્પર વિશ્વાસ અને સદભાવના સમાધાન માટે દ્વિપક્ષીય પ્રતિબદ્ધતા, વ્યવહારિકતા અને આદર્શવાદને સંતુલિત કરવા, અને અંતે આપણા રાષ્ટ્ર સામેના સૌથી મુશ્કેલ પડકારોમાંથી એકના નિરાકરણ માટે આ એક સહિયારું સમર્પણ છે. રેન્કિંગ મેમ્બર રિશે જણાવ્યું હતું કે આ કાયદાની રજૂઆત અમેરિકાને આવનારા દસકાઓ સુધી ચીન સાથે સ્પર્ધામાં મુકવાની ખાતરી આપવાની દિશામાં એક મહત્વનું પગલું છે. તેમણે કહ્યું હતું કે, આ બિલથી ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના વિશ્વભરમાં રાજકીય પ્રભાવને અસર થશે અને મહત્ત્વની વાત એ છે કે અમેરિકન યુનિવર્સિટી સિસ્ટમમાં પણ અસર થશે. આ બિલ ચીનની સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા પડકારોનો સામનો કરવા માટે અમેરિકાની રાજદ્વારી વ્યૂહરચનાને પ્રોત્સાહન આપે છે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અને વિશ્વભરમાં તેના સાથીઓ અને ભાગીદારોને અમેરિકાની પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે અને અમેરિકાને આંતરરાષ્ટ્રીય સંગઠનો અને અન્ય બહુપક્ષીય મંચ પર તેનું નેતૃત્વ ફરીથી કરવા અનુરોધ કરે છે. તે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા સહાયને પ્રાધાન્ય આપીને સાથીઓ અને ભાગીદારો પ્રત્યેની અમેરિકાને ફરીથી પ્રતિબદ્ધ કરે છે અને વેસ્ટર્ન હેમિસ્ફિઅર, યુરોપ, એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ, આર્ક્ટિક અને ઓશનિયામાં ચીન દ્વારા ઊભા કરવામાં આવેલા પડકારોનો સામનો કરવા અમેરિકન રાજદ્વારી પ્રયાસોને મજબૂત બનાવે છે. આ બિલ સાર્વત્રિક મૂલ્યોમાં રોકાણ કરવા ઇચ્છે છે, જેમાં હોંગકોંગમાં લોકશાહીને ટેકો આપવા અને શિનજીઆંગમાં મજબૂર મજૂર, ફરજિયાત નસબંધી અને અન્ય દુરૂપયોગો માટેના પ્રતિબંધો લાદવા સહિતના માનવ અધિકાર અને નાગરિક સમાજનાં પગલાંની વિશાળ શ્રેણીને અધિકૃત કરે છે. આ બિલ ચીનના અયોગ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં બૌદ્ધિક સંપત્તિ ઉલ્લંઘન કરનારાઓ, ચીની સરકારની સબસિડી, અમેરિકન નિકાસ નિયંત્રણોને અવરોધવા માટે હોંગકોંગના ચાઇનીઝ ઉપયોગની દેખરેખ રાખવા અને અમેરિકન કેપિટલ બજારોમાં ચીની કંપનીઓની હાજરી પર નજર રાખવા અંગેના પગલાનો સમાવેશ થાય છે. આ બિલમાં મહામારીને કારણે ગરીબ દેશોને વિદેશી ભ્રષ્ટ સીસ્ટમ્સ અને દેવામાં રાહતનું કામ કરનારા દેશોને ટેકનિકલ મદદ કરવા માટે અમેરિકાને દિશાસૂચન કરવામાં આવેલ છે.
આ બિલમાં ચીનની સેનાના આધુનિકીકરણ અને વિસ્તરણના પડકારોનો સામનો કરવા માટે હથિયારોના નિયંત્રણ પરના સહયોગીઓ સાથેના વિસ્તૃત સંકલન અને સહયોગનો અનુરોધ કરવામાં આવ્યો છે, અને તેમાં ચાઇનીઝ બેલિસ્ટિક, હાયપરસોનિક ગ્લાઇડ અને ક્રુઝ મિસાઇલ્સ, પરંપરાગત દળો, પરમાણુ, અંતરિક્ષ, સાયબર સ્પેસ અને અન્ય વ્યૂહાત્મક ડોમેઇન્સ પર રીપોર્ટિંગની જરૂરીયાત છે. તે પાકિસ્તાનમાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ)ના માધ્યમથી બીજિંગ દ્વારા પાકિસ્તાનમાં રોકાણ સહિતના ચીન સંબંધિત મુદ્દે પાકિસ્તાન સાથે અમેરિકન રાજદ્વારી પ્રયાસોની વિસ્તૃત માહિતી ઇચ્છે છે.
ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે વર્ષ 2013માં સત્તામાં આવ્યા ત્યારે તેમણે BRIની શરૂઆત કરી હતી. તેનો હેતુ દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય એશિયા, ગલ્ફ ક્ષેત્ર, આફ્રિકા અને યુરોપને જમીન અને દરિયાઇ માર્ગના નેટવર્ક સાથે જોડવાનો છે. BRIને ચીન દ્વારા વિશ્વભરમાં રોકાણો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે વિદેશમાં પોતાનો પ્રભાવ આગળ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.