અમે‌રિકામાં ટ્વીટર એકાઉન્ટ ‌સિકયુરીટી વધુ મજબૂત બનાવવાના આશયવાદી યુઝર્સ ઇન્ફર્મેશન એડવર્ટાઇઝરોને પૂરી પાડવાના કહેવાતા આક્ષેપવાળા પ્રાઇવસી કેસમાં સમાધાન પેટે ટ્વીટરે ૧પ૦ ‌મિ‌લિયન ડોલરનો દંડ ભરવા સંમ‌તિ આપી છે. અમે‌રિકાના ફેડરલ ટ્રેડ ક‌મિશન અને ન્યાય ‌વિભાગે આક્ષેપ મૂકયો હતો કે યુઝર્સના ફોન અને ઇમેઇલ એડ્રેસ મેળવીને ટવીટરે યુઝર્સ એકાઉન્ટ સુરક્ષા વધુ મજબૂત કરવાના બદલે આવી મા‌હિતી એડવર્ટાઇઝરોને આપીને પ્રાઇવસી ભંગ કર્યો હતો.
યુઝર્સની અંગત મા‌હિતી ટેક કંપનીઓ અપાયા બાદ તેના વ્યાવસા‌યિક ઉપયોગનો મામલો રેગ્યુલેટરો અને ફેસબુક-મેટા ટ્વીટર અને અન્યો વચ્ચેના ગજગ્રાહનો મુદ્દો બનેલો છે. પ્રાઇવસી ભંગની આવી અવારનવારની અથડામણો અનેક દાવાઓ અને કોર્ટ બહારના સમાધાનોમાં પ‌રિણમેલી છે.
૧૪૦ ‌મિ‌લિયન ટવીટર યુઝર્સોના આવા પ્રાઇવસી ભંગના કેસમાં ૧પ૦ ‌મિ‌લિયન ડોલર ચૂકવવા ઉપરાંત ટ્વીટર નવા પગલાં અમલી બનાવશે જે અન્વયે તેના પ્રાઇવસી પ્રોગ્રામનું ‌નિય‌મિત મૂલ્યાંકન થશે. ટ્વીટરે ફેડરલ ટ્રેક ક‌મિશનને સંપૂર્ણ સહકાર આપ્યાનું પ્રાઇવસી ઓ‌ફિસર ડે‌મિયને જણાવ્‍યું હતું.