યુએસ એમ્બેસીએ ટ્વીટરના માધ્યમથી જણાવ્યું છે કે, તેઓ ટુરિસ્ટ વિઝા એપોઇન્ટમેન્ટ્સ સપ્ટેમ્બરથી શરૂ કરશે.
ટ્વીટર પર વધુમાં જણાવ્યું છે કે, ‘યુએસ મિશન ટુ ઇન્ડિયાને જણાવતા ખુશી થાય છે કે, અમે રુટિન ટુરિસ્ટ વિઝા એપોઇન્ટમેન્ટસ સપ્ટેમ્બર 2022થી શરૂ કરી રહ્યા છીએ. અગાઉના નિશ્ચિત પ્લેસહોલ્ડર્સ હવે રદ્ કરવામાં આવેલ છે. જે અરજદારોની પ્લેસહોલ્ડર એપોઇન્ટમેન્ટ્સ રદ્ થઇ છે, તેઓ હવે ફરીથી તેમની રેગ્યુલર એપોઇન્ટમેન્ટ્સ બૂક કરવા માટે શિડ્યુલિંગ સીસ્ટમનો ઉપયોગ કરી શકે છે. એપોઇન્ટમેન્ટ્સ 2023 સુધી ખુલ્લી રહેશે.’
અગાઉ અમેરિકાએ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ અને વકર્રર્સ વિઝા માટે વ્યક્તિગત ઇન્ટર્વ્યૂને રદ્ કર્યા હતા. આ દરમિયાન ચેન્નાઇમાં એક સીનિયર ડિપ્લોમેટે એપ્રિલમાં જણાવ્યું હતું કે, ભારતસ્થિત યુએસ એમ્બેસી આવતા 12 મહિનામાં આઠ વિઝા માટે પ્રોસેસ કરે તેવી સંભાવના છે.
યુએસ એમ્બેસીમાં મિનિસ્ટર કાઉન્સેલર ફોર કોન્સ્યુલર ડોનાલ્ડ એલ હેફલિને જણાવ્યું હતું કે, આવનારા 12 મહિનામાં આઠ લાખ વિઝા ઇસ્યુ કરવાનું અનુમાન છે. અમે વિઝાની પ્રક્રિયા માટે ઘણા સમય નિશ્ચિત કર્યા છે. અંતે અમે H અને L વિઝાની માગને પૂર્ણ કરવાનું વિચારીએ છીએ.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી અગાઉ 1.2 મિલિયન વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને હવે 2023 અથવા 2024માં કોરોના અગાઉના સ્તરે વિઝા પ્રોસેસિંગ થવાની અપેક્ષા છે.