અમેરિકન પ્રેસિડેન્ટની સુરક્ષા જવાબદારી જેમના શિરે છે તે, યુએસ સિક્રેટ સર્વિસે 6 જાન્યુઆરીના રોજ કેપિટોલ હિલની હિંસક ઘટનાઓ દરમિયાન મોકલવામાં આવેલા એજન્ટોની ચર્ચાના ટેક્સ્ટ મેસેજીસ કાઢી નાખ્યા છે, તેવું સરકારી વોચડોગે ગુરુવારે જાહેર કરેલા એક પત્રમાં જણાવ્યું હતું.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ઇન્સ્પેક્ટર જનરલ જોસેફ કફરીએ, ગત બુધવારે કોંગ્રેસને પાઠવેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, તેમની ઓફિસને ગત વર્ષે 5 અને 6 જાન્યુઆરીના રોજથી સિક્રેટ સર્વિસમાંથી રેકોર્ડ મેળવવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના નજીકના સલાહકારોએ યુએસ કેપિટોલમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટના સમર્થકો દ્વારા જીવલેણ બળવાને પ્રોત્સાહન આપ્યું હતું કે કેમ તે અંગેના હાઉસ ઓફ રીપ્રેઝન્ટટેટીવ્ઝ અને જસ્ટિસ ડીપાર્ટમેન્ટની તપાસમાં આ સંદેશાઓ મહત્ત્વના બની શકે છે, જેનો હેતુ નવેમ્બર 2020ની ચૂંટણીમાં ડેમોક્રેટિક હરિફ જો બાઇડેનને વિજેતા જાહેર કરતા અટકાવવાનો હતો.
તે ઘટના વખતે સિક્રેટ સર્વિસ એન્જટ્સ ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ સાથે હતા. જેઓ ટ્રમ્પ સમર્થિત તોફાનીઓને મારવાનું જણાવીને કેપિટોલ હિલમાં છૂપાઇ ગયા હતા.
વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ કર્મચારીએ 6 જાન્યુઆરીની ઘટનાની હાઉસની તપાસમાં 29 જૂનના રોજ જણાવ્યું હતું કે, ટ્રમ્પે તે દિવસે તેમના સમર્થકો સાથે જોડાવા માટે તેમને કેપિટોલમાં લઈ જવા માટે સિક્રેટ સર્વિસ પર દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો.
કફરીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે, ‘ડીપાર્ટમેન્ટે અમને જણાવ્યું હતું કે, યુએસ સિક્રેટ સર્વિસ (યુએસએસએસ)ના 5 અને 6 જાન્યુઆરી, 2021ના ઘણા ટેક્સ્ટ મેસેજીસ, ડીવાઇસ રપ્લેસમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે કાઢી નાખવામાં આવ્યા હતા. આ અંગેનો પ્રથમ રીપોર્ટ ધ ઇન્ટરસેપ્ટ દ્વારા અને પછી પોલિટિકો દ્વારા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.