વડોદરામાં કોરોના રસીકરણ અભિયાન દરમિયાન એસ એસ જી હોસ્પિટલમાં રસી લીધા બાદ 30 વર્ષના સફાઇ કર્મચારીનું રવિવારે મોત થયું હતું. આ યુવકના મોતથી હોબાળો મચી ગયો મચી ગયો હતો અને યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે રસીના કારણે મોત થયું છે.

શહેરના વોર્ડ નંબર 9 માં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય જીગ્નેશ પ્રવીણભાઈ સોલંકીને સંતાનમાં બે પુત્રી છે. કોરોના રસી મુકાયા બાદ હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ હતા આ દરમિયાન તેની તબિયત લથડી હતી અને મોત નીપજ્યું હતું.

વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાઇ આવતુ નથી. યુવકના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.