જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (VGGS 2022)માં ભાગ લેવા માટે પૂર્વના બે મહત્ત્વના દેશ જાપાન તથા દક્ષિણ કોરિયાએ ઊંડો રસ દાખવ્યો છે.
ગાંધીનગર ખાતે 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 સમયે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે.
આ દ્વિવાર્ષિક ઈવેન્ટની તૈયારી સંદર્ભે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્માના નેતૃત્વ હેઠળ ઉચ્ચ પ્રતિનિધિમંડળે જાપાન અને કોરિયાના રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો સાથે ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરી હતી. વર્ચ્યુઅલ બેઠકમાં જાપાન તરફથી 300 તથા કોરિયાના 160 પ્રતિનિધિએ ભાગ લીધો હતો.
છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાત સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના વ્યાવસાયિક સંબંધો મજબૂત થયા છે અને હાલ પણ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં બંને દેશોની નોંધપાત્ર હાજરી છે. જાપાનની હિટાચી, સુઝુકી, હોન્ડા અને પેનાસોનિક તથા દક્ષિણ કોરિયાની કુકડો કેમિકલ્સ, હ્યુન્ડાઈ રોટેમ, સોંગવોન વગેરે કંપનીઓએ ગુજરાતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે.
પ્રમાણે ગુજરાતમાં ઇન્ડેક્ટ્સબી વિભાગે રાજ્યમાં જાપાનીસ મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બનાવવા વિશેષ વિભાગ તૈયાર કર્યો છે. જાપાનની હિટાચી, સુઝુકી, હોન્ડા અને પેનાસોનિક કંપનીઓની હાજરી ગુજરાતમાં વધી છે. અમદાવાદ નજીક ખોરજ ખાતે જાપાનીસ ઔદ્યોગિક પાર્ક તૈયાર થઈ રહ્યો છે. એ જ રીતે વિરમગામ નજીક કેટલીક જાપાનીસ કંપનીઓનાં એકમ સ્થપાયાં છે અને એ વિસ્તાર ‘મીની-જાપાન’ તરીકે ઓળખાણ મેળવી રહ્યો છે.
જાપાન રોડ-શો દરમિયાન મિઝુહો બેંક લિ. ના સિનિયર ડિરેક્ટર સંતોશિ વતાંબેએ કહ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાતને કારણે તમારા બિઝનેસના ક્ષેત્રની બહારના લોકો સાથે સંપર્કમાં આવવાની તક મળે છે. આ ઈવેન્ટ તમે ધારી ન હોય એવી તકો માટેના દરવાજા ખોલે છે.”
છેલ્લા થોડાં વર્ષમાં દક્ષિણ કોરિયાએ પણ ગુજરાતમાં મૂડીરોકાણ માટે રસ દાખવીને વિશ્વકક્ષાનાં ઉત્પાદન સુવિધાઓ તથા ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઑફર કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાની અગ્રણી કંપનીઓ કુકડો કેમિકલ્સ, હ્યુન્ડાઈ રોટેમ, સોંગવોન વગેરેએ ગુજરાતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે. VGGS 2022 મારફત ગુજરાતમાં દક્ષિણ કોરિયાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે.