Vidya Balan as a spy
(ANI Photo)

વિદ્યા બાલને અગાઉ ‘કહાની’ ફિલ્મમાં સસ્પેન્સ અને થ્રિલરનો અનુભવ કરાવ્યો હતો. હવે તે ફરીથી એકવાર સસ્પેન્સ ફિલ્મમાં જોવા મળશે. ‘નીયત’ નામની આ ફિલ્મમાં વિદ્યા બાલને જાસૂસનો રોલ કર્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુ મેનને કર્યું છે. વિદ્યા અને અનુ અગાઉ શકુંતલા દેવીમાં સાથે કામ કરી ચૂક્યા છે.

ટેલિવિઝનના જાણીતા અભિનેત્રી રામ કપૂર, રાહુલ બોઝ, નિરજ કાબી, અમૃતા પૂરી, શબાના ગોસ્વામી, નિકી વાલિયા, દીપનિતા શર્મા, શશાંક અરોરા, પ્રાજક્તા કોલી, દાનેશ રિઝવી, ઈશિકા મેહરા અને માધવ દેવલ પણ આ ફિલ્મમાં જોવા મળશે. વિક્રમ મલ્હોત્રાના એબન્ડેન્શિયા એન્ટરટેઈનમેન્ટ અને પ્રાઈમ વીડિયો દ્વારા આ ફિલ્મનું પ્રોડક્શન કરાયું છે. એક અબજોપતિએ આપેલી પાર્ટીમાં રહસ્યમય હત્યાઓ સાથે ફિલ્મ શરૂ થશે. વિદ્યા બાલન આ હત્યાઓનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પાર્ટીમાં હાજર રહેલા તમામ શકમંદો કંઈક છુપાવી રહ્યા છે. તેમની પાસેથી હકીકત બહાર કઢાવવાની વિદ્યાની આવડત પર જ ડિટેક્શનનો આધાર છે.

કોરોના સમયથી વિદ્યા બાલનની ફિલ્મો થીયેટરના બદલે ઓટીટી પર જ રિલીઝ થતી હતી. શેરની, જલસા અને શકુંતલા દેવી પછી લાંબા સમયે વિદ્યાની ફિલ્મ 7 જુલાઈએ થીયેટરમાં આવી રહી છે.

 

LEAVE A REPLY

three + 11 =