પાકિસ્તાનના અફઘાન સરહદ પરના 11 ડિસેમ્બર 2022ના ત્રાસવાદી હુમલાની ફાઇલ તસવીર REUTERS/Abdul Khaliq Achakzai

દક્ષિણ વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાના મુખ્ય મથક વાનામાં 5,000થી વધુ આદિવાસીઓએ શુક્રવારે તેમના વિસ્તારોમાં વધી રહેલી અશાંતિ, આતંકવાદ અને અપહરણ વિરુદ્ધ એક રેલી કાઢી હતી. આ જિલ્લો અફઘાનિસ્તાનની સરહદ પર આવેલો છે. દેખાવકારોએ

દેશમાં અને ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ વચ્ચે આ વિરોધી દેખાવો કરાયા હતા. આ વિસ્તારોમાં અફઘાનિસ્તાનમાં સ્થિત પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જૂથ દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે.

આ જિલ્લાના પુશ્તૂન રાષ્ટ્રવાદી અને પુશ્તૂન તહફુઝ મૂવમેન્ટ (PTM)ના નેતા મંઝૂર પુશ્તીને પ્લેકાર્ડ અને બેનરો લઈને આવેલા દેખાવકારોને સંબોધ્યા હતા. દેખાવકારોએ આદિવાસી જિલ્લાઓમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.

વિસ્તારમાં અશાંતિમાં વધારો થવાના વિરોધમાં વનાના બજારમાં તમામ દુકાનો અને બજારો બંધ રાખવામાં આવ્યા હતા. પુશ્તીને જણાવ્યું હતું કે અશાંતિના નવેસરની ઘટનાઓએ વેપારીઓ અને રોકાણકારોને ડરાવી દીધા છે તથા તેઓ પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં તેમનો વ્યવસાય ચલાવવા માટે તૈયાર નથી.
મંઝૂર પુશ્તીને કહ્યું હતું કે જો જાહેર વ્યવસ્થામાં સુધારો નહીં કરવામાં આવે તો આદિવાસી યુવાનો આતંકવાદીઓની જેમ હથિયાર ઉઠાવી શકે છે. વિરોધીઓએ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે.

પાકિસ્તાનમાં અનેક ત્રાસવાદી ઘટનાઓ થઈ રહી છે. જેમાં 2009માં આર્મી હેડક્વાર્ટર પર હુમલો, લશ્કરી થાણાઓ પર હુમલા અને ઈસ્લામાબાદમાં મેરિયોટ હોટેલ પર 2008માં બોમ્બ ધડાકા સહિતનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

seven + eleven =