covid-19 is no longer a global pandemic: WHO announcement

એસ્ટોન યુનિવર્સિટી, યુકેના ગણિત વિભાગના દિમિત્રી નેરુખે સંપૂર્ણ મૂળ જીનોમ સહિત વાયરસનું પ્રથમ કમ્પ્યુટર પુનઃનિર્માણ બનાવ્યું છે. ‘જીવંત’ વાયરસના ચોક્કસ રાસાયણિક અને 3D બંધારણની નકલ કરનાર આ પ્રથમ છે. તેમને મળેલી આ સફળતા એન્ટીબાયોટીક્સના વિકલ્પ માટે સંશોધનનો માર્ગ દોરી શકે છે, જે એન્ટી-બેક્ટેરિયલ પ્રતિકારના જોખમને ઘટાડી શકે છે.

ફેરાડે ડિસ્કશન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ક્રાયો-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી (ક્રાયો-ઈએમ) અને કોમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા માપવામાં આવેલા વાયરસ સ્ટ્રક્ચર્સના હાલના ડેટાનો ઉપયોગ કરીને આ સંશોધન હાથ ધરાયું હતું. તે માટે યુકે અને જાપાનમાં સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરાયો હોવા છતાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા હતા. આ સફળતા જીવવિજ્ઞાનીઓ માટે જૈવિક પ્રક્રિયાઓની તપાસ કરવાનો માર્ગ ખોલશે.

 

LEAVE A REPLY

ten − five =