Vivek Ramaswamy to become President
ફાઇલ ફોટો (Photo by Lisa Lake/Getty Images)

વિવેક રામાસ્વામીએ પ્રેસિડન્ટની ચુંટણીમાં ઝુકાવવાની જાહેરાત કરી તે પહેલા અમેરિકન ઇન્વેસ્ટર બિલ એકમેને આગાહી કરી હતી કે ભારતીય મૂળના આ ઉદ્યોગસાહસિક પ્રેસિડન્ટની ચૂંટણી લડશે અને વિજયી બનશે.

તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે વિવેક રામાસ્વામી પોટસ માટે લડશે અને જીતશે. મને લાગે છે કે દેશ તેમના સંદેશ માટે તૈયાર છે. તે યુવાન, સ્માર્ટ, પ્રતિભાશાળી છે અને જમણેરીથી લઇને ડાબેરી વિચારધારા ધરાવતા લોકોને આકર્ષિત કરશે. તે સત્ય બોલે છે, જેમાં ઘણા માને છે પણ કહેતા ડરે છે. એકમેન પર્શિંગ સ્કેર કેપિટલ મેનેજમેન્ટના સીઇઓ છે. તેમણે વિવેક રામાસ્વામીનો એક વીડિયો શેર કરીને આ આગાહી કરી હતી.

એકમેને જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ પ્રતિભાશાળી અને સફળ ઉદ્યોગસાહસિક છે, જે બિઝનેસ, અર્થશાસ્ત્ર, આરોગ્યસંભાળ, રાજકારણ, ઇતિહાસ અને ભૂરાજનીતિને સમજે છે. તમે સંભવતઃ તેમના તમામ મંતવ્યો સાથે સંમત થશો નહીં, પરંતુ તમે તેમની નિખાલસતા, કુશાગ્રતા, શિસ્ત અને ઉર્જાનો આદર કરશો.

LEAVE A REPLY

three × three =