Walk for an hour daily to lose 2-3 kg weight in a month
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દરરોજ માત્ર એક કલાક ચાલવાથી તમ એક જ મહિનામાં આશરે 2-3 કિલો વજન ઘટાડી શકો છો. વજન ઘટાડવાની અત્યંત અસરકારક વ્યૂહરચનામાં નિયમિત વૉકિંગ પ્રોગ્રામ અસરકારક ભાગ ભજવે છે અને તેનાથી તમારું ઇચ્છિત વજન ઘટાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. જો તમે લાંબા ગાળે તમારું વજન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું હોય, તો ધીમો અને સ્થિર અભિગમ અપનાવવાની સલાહ આપવામાં આવે છે.

ચાલવું એ તમારી વર્કઆઉટ રેજીમેન શરૂ કરવાની ઉત્તમ રીત છે, ખાસ કરીને જો તમારું વજન વધારે હોય અથવા મેદસ્વી હોય તો તે તમારા સાંધા પર ઓછી અસર કરે છે.

ફિટનેસ ટ્રેનર સિમરન વાલેચાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે “છોકરીઓ માટે દર મહિને 2-3 કિલો વજન ઘટાડવું અઘરું નથી. કાર્બોહાઇડ્રેટ્સ અથવા ખાંડ માપમાં ખાઇને પણ દરરોજ 200-300 કેલરી બર્ન કરી શકો છો. વર્કઆઉટ્સમાં સુસંગતતા અને આવશ્યક આહારમાં ફેરફાર કરવાથી સારા પરિણામો મળે છે.’’

નેશનલ હાર્ટ, લંગ અને બ્લડ ઇન્સ્ટિટ્યૂટ દર અઠવાડિયે 1 થી 2 પાઉન્ડ ગુમાવવાનું લક્ષ્ય રાખવાની ભલામણ કરે છે. આ ધ્યેય કથિત રીતે 500 થી 1,000 કેલરી બાળવા કેલરીની માત્રામાં ઘટાડો કરવાનું અને વૉકિંગ વર્કઆઉટને સામેલ કરવાનું જણાવે છે. તમે ચાલીને વધારાની 250 કેલરી બર્ન કરી શકો છો અને દરરોજ 250 કેલરી જેટલો ઓછો ખોરાક લઇને અઠવાડિયે 1 પાઉન્ડ વજન ગુમાવી શકો છો. જો તે માત્રા ડબલ કરો તો દર અઠવાડિયે 2 પાઉન્ડ વજન ઓછું થાય છે.

હાર્વર્ડ હેલ્થ પબ્લિકેશન્સના અહેવાલ મુજબ 155 પાઉન્ડની વ્યક્તિ દરરોજ 4 માઇલ પ્રતિ કલાકની ઝડપે રોજનું એક કલાક ચાલીને આશરે 334 કેલરી બાળી શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ શરીરના વજનના 5% કરતા વધારે વજન ઘટાડવા દર અઠવાડિયે ઓછામાં ઓછી 300 મિનિટની (રોજની 42 મિનિટ) મધ્યમ-તીવ્રતાની શારીરિક પ્રવૃત્તિ કરવાની ભલામણ કરે છે.

રોજનું એક કલાક ચાલવાથી દુર્બળ સ્નાયુના જથ્થામાં ઘટાડો અનુભવવો સામાન્ય છે. આ સમય દરમિયાન સ્નાયુઓના નુકશાનને રોકવા માટે પ્રોટીનનું પ્રમાણ પૂરતું રાખો તે જરૂરી છે. તમારા કદ મુજબ જો તમે એક કલાક ચાલતા હો તો તમારા પગલાંની સંખ્યા લગભગ 5,500થી 6,500 જેટલી હોય છે.

રજિસ્ટર્ડ ડાયેટિશિયન ગરિમા ગોયલ જણાવે છે કે ચાલવાથી LDL-C ઘટાડવામાં અને HDL-C વધારવામાં, મૂડને વધારવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ મળે છે. વધુમાં, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, મેટાબોલિક સિન્ડ્રોમ અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવી લાંબી બિમારીઓનું જોખમ ઘટે છે અને વ્યક્તિના જીવનની ગુણવત્તામાં વધારો થઈ શકે છે. ચાલવાથી હેમસ્ટ્રિંગ્સ, ગ્લુટ્સ, ક્વાડ્સ, કાલ્વ્સ, અને કોર જેવા શરીરના સ્નાયુઓ મજબૂત બને છે.

LEAVE A REPLY

fourteen − nine =