પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં સોમવારે ફાયરિંગની ઘટનામાં એક ટીનેજરનું મોત થયું હતું અને એક પોલિસ અધિકારી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા, એમ અમેરિકાની રાજધાનીના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
આ ઘટનાની વિગતો અને શૂટર અંગે વધુ વિગતો મળી શકી નથી, પરંતુ એમડીપીના વડા રોબર્ટ જે કેન્ટીએ જણાવ્યું હતું કે 14 અને યુ સ્ટ્રીટ એનડબલ્યુમાં ફાયરિંગમાં 15 વર્ષના વ્યક્તિનું મોત થયું હતું.

ફાયરિંગની આ ઘટના એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન બની હતી. આ કોન્સર્ટ જૂનેટીન્થ સેલિબ્રેશન માટે થઈ રહ્યો હતો.પોલીસ કર્મચારી સહિત કુલ 4 લોકોને ગોળી વાગી હતી. આ વિસ્તારમાં ભીડ હતી એટલા માટે પોલીસે ત્યાં ગોળી નહોતી ચલાવી.