Raj Aggarwal at Fitzalan School

વેલ્સમાં ભારતીય કોન્સ્યુલેટ સાથે મળીને વેલ્સ સરકારે યોજેલા ડિજિટલ દિવાળી ઉત્સવમાં વૈશ્વિક સ્તરે હજારો લોકો જોડાયા હતા. આ ઉત્સવ હિન્દુઓ જ નહીં, પરંતુ વેલ્સના તમામ લોકો માટે વર્ષોથી એક લોકપ્રિય કાર્યક્રમ બની ગયો છે. સેનેડે આખાય સપ્તાહ દરમિયાન વિવિધ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ શેર કરવા માટે ઑનલાઇન મંચ બનાવવાનું નક્કી કર્યું છે.

આ વર્ષે નવા ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઇસર કુમાર, વેલ્સના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડ અને વેલ્સ માટેના ભારતીય માનદ કોન્સ્યુલ, રાજ અગ્રવાલ, તેમજ ભારતીય ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીના ઓનલાઈન સંદેશા રજૂ થયા હતા.

આ પ્રસંગે વેલ્સમાં વેપાર, રોકાણો, નિકાસ, શિક્ષણ, સંસ્કૃતિ અને ભારતીય સમુદાય વિશેના ઑનલાઇન સેમિનારો, નૃત્યો, ‘કૂક-એ-લૉંગ’ પ્રદર્શન રજૂ થયા હતા. કાર્ડિફની મલ્ટી-કલ્ચરલ ફિટ્ઝલાન હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ દિવાળીની ઉજવણીમાં ભાગ લેતા ફિલ્માવવામાં આવ્યા હતા.

વેલ્સના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડે કહ્યું: “દિવાળીની વેલ્સમાં થતી ઉજવણી પાછલા કેટલાક વર્ષોથી વધુને વધુ પ્રખ્યાત થઈ રહી છે અને મને ગયા વર્ષે કાર્ડિફમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવાનો લાભ મળ્યો હતો. સ્પષ્ટ છે કે અમે આ વર્ષે જાહેરમાં મળી શક્યા નથી, પરંતુ વેલ્સ સરકારે આ અદ્ભુત તહેવારની ઉજવણી કરવા માટે લોકો ઑનલાઇન જોડાઇ શકે તે માટે અને ભારતીય ડાયસ્પોરાએ વેલ્સને આપેલા આશ્ચર્યજનક યોગદાનની ઉજવણી કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા.’’

ભારતીય રાજદ્વારી રાજ અગ્રવાલે કહ્યું હતું કે “તે એક અદ્ભુત ઘટના હતી, અમારે સર્જનાત્મક બનવું હતું, પરંતુ અમે લોકોને ખરેખર આ મુશ્કેલ સમયે ઑનલાઇન સાથે લાવ્યા. અમે આ ડિજિટલ દિવાળીને શક્ય બનાવવા માટે ફર્સ્ટ મિનીસ્ટર અને વેલ્સ સરકારનો આભાર માનીએ છીએ.’’

હિન્દુ ધર્મના સૌથી પ્રખ્યાત અને અંધકાર ઉપર પ્રકાશના આધ્યાત્મિક વિજયનો આ ઓનલાઇન મહોત્સવમાં પાંચ દિવસ સુધી ચાલ્યો હતો અને ભાગ લેવા માટે મફત હતો. એવો અંદાજ છે કે વેલ્સમાં વસવાટ કરતા ઓછામાં ઓછા 20,000 ભારતીય મૂળના લોકો દ્વારા પાછલા કેટલાક વર્ષોમાં કાર્ડિફ, ન્યુપોર્ટ, સ્વૉન્સી અને નોર્થ વેલ્સમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.