(Photo by Christopher Furlong/Getty Images)

વેસ્ટ મિડલેન્ડ્સને વધારાની £66 મિલિયનનું સરકારી ભંડોળ આપવામાં આવ્યું છે, જેથી ‘શોવેલ રેડી’ યોજનાઓ દ્વારા આ ક્ષેત્રની કોવિડ-19 પછીની રીકવરી કરવામાં મદદ થઇ શકે. આ નાણાં, આ ક્ષેત્રે બે અઠવાડિયા પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ અંગે રજૂ કરાયેલ સૂચિનો સીધો પ્રતિસાદ છે જેથી સ્થાનિક અર્થતંત્ર ઝડપથી ઝડપથી આગળ વધશે.

હાઉસિંગ કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્નમેન્ટના સ્ટેટ સેક્રેટરી રોબર્ટ જેન્રીક દ્વારા પુષ્ટિ આપવામાં આવેલ £8 મિલિયનનું ભંડોળ વોરrકશાયરને ફાળવવામાં આવશે. વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી, ગ્રેટર બર્મિંગહામ અને સોલીહલ એલઇપી, બ્લેક કન્ટ્રી એલઇપી અને કોવેન્ટ્રી અને વોરીશાયર એલઇપી દ્વારા રજૂ કરાયેલી સૂચિમાં નવા રેલ્વે સ્ટેશન અને અન્ય ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 5જી, ડિજિટલ અને ટેકનોલોજી બેઝ્ડ પ્રોજેક્ટ્સ, લાઇફ સાયન્સ અને આબન રીન્યુઅલ સહિતની યોજનાઓની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે. ડબ્લ્યુએમસીએ હવે યોજનાઓની આખરી સૂચિ સરકારને મોકલવા ત્રણ એલઈપી સાથે મળીને કામ કરશે.

વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે જણાવ્યું હતું કે “આ નવીનતમ જાહેરાતનો અર્થ છે કે વેસ્ટ મિડલેન્ડ્સને હવે ફક્ત ત્રણ દિવસમાં સરકારનું £150 મિલિયનનું ભંડોળ પ્રાપ્ત થયું છે જેથી કોરોના વાઇરસ સામે પ્રાદેશિક અર્થવ્યવસ્થાને બચાવી શકાશે. મંગળવારે વડા પ્રધાને ડડલીમાં ‘નવા ડીલ’ની ઘોષણાઓ કરી હતી.