God or Karma? In whom to believe

સદગુરુ સાથે સંવાદ

જિંદગી કે જીવનના પ્લેટફોર્મ તથા એક મશીન તરીકે આપણું શરીર ખામીયુક્ત છે. તેની એકમાત્ર સમસ્યા એ છે કે તે આપણને ક્યાંય લઇ જતું નથી. તે ધરા-પૃથ્વી બહાર ફેંકાઇને ફરી પૃથ્વી – ધરા ઉપર પાછું ફરે છે.

શું આ પર્યાપ્ત નથી? એક ચોક્કસ સ્તરે તે પર્યાપ્ત છે પરંતુ ગમે તે રીતે ચોક્કસ સ્વરૂપની ભૌતિકતા આપણા શરીર કે યંત્રપ્રણાલીમાં દાખલ થઇ ગઇ છે અને તે આપણા જીવનનો સ્રોત બન્યો છે. આપણે કોણ છીએ તેને આ જ સ્રોત વ્યવસ્થા દ્વારા બનાવાયેલ છે. પ્રત્યેક જીવ, છોડવા અને બિયારણ સુદ્ધામાં પણ આ જ વ્યવસ્થા કાર્યરત છે. માનવીમાં જીવનનો આ સ્રોત અદભુત રીતે સ્પષ્ટ છે, અને આ જ કારણે માનવી ભૌતિકતા અને તેનાથી ઉપરના પ્રસાર વિસ્તાર વચ્ચે સતત સંઘર્ષમાં જીવતો લાગે છે. જોકે, ભૌતિકતાનું ફરજિયાતપણું હોવાની સાથોસાથ તમારામાં ભૌતિકતાથી પણ આગળ કે કાંઇક વિશેષ હોવાની જાગૃતિ પણ હોય છે.

માનવ માત્ર જેને અથડામણ તરીકે જુએ છે તેવા બે મૂળભૂત પરિબળો છે. આમાંનું એક પરિબળ એટલે સ્વજાળવણીની સ્ફુરણા અને બીજું પરિબળ એટલે સરહદવિહોણા થઇ વિસ્તરવાની સતત ઇચ્છા. સ્વજાળવણી અને વિસ્તરણ એ કોઇ વિરોધી બળ નથી. આ બંને આપણા જીવનના બે અલગ અલગ પાસા સાથે સંબંધિત છે. એક પરિબળ તમને ધરતી સાથે જોડાયેલા રાખે છે અને બીજું પરિબળ તમને પ્રસરવા – ફેલાવા – વિસ્તરવા તરફ ધકેલે છે. આ બંને પરિબળોને અલગ રાખવાની જરૂરી જાગૃતિ તમારામાં હોય તો સંઘર્ષ – અથડામણને અવકાશ નથી. પરંતુ જો તમે ભૌતિકતા સાથે સંપૂર્ણતયા ઓળખ પામશો તો આ બંને મૂળભૂત પરિબળો તાદાત્મ્ય સાથે સહકારમય ધોરણે વધવાના બદલે બંને પરિબળો તંગદિલીનો સ્રોત બનતા હોય છે. આ પ્રકારની આશા જન્મતા જ ભૌતિક અને આધ્યાત્મિકતા સામેનો માનવીનો સંઘર્ષ ઉદભવતો હોય છે.

તમે જ્યારે આધ્યાત્મિકતા કહો છો ત્યારે તમે ભૌતિકતાની ઉપરના પ્રસાર – વિસ્તારની વાત કરો છો. સર્વોત્કૃષ્ટ ભૌતિક મર્યાદાની માનવ ઇચ્છા એ કુદરતી છે. સરહદ આધારિત માનવ શરીરથી સર્જનના સરહદવિહોણા સ્રોત તરફની યાત્રા કોઇ પણ આધ્યાત્મિક પ્રક્રિયાનો પાયો છે.

સ્વજાળવણીની જે આડશો – દિવાલો તમે આજે બાંધો કે ઉભી કરો છો તે તમારી આવતીકાલની પોતે જ ઉભી કરેલી કેદ કોટડીની દિવાલો છે. આ એક અનંત ચક્ર છે. પરંતુ સર્જક તમારા માટે ઉપરવટના દરવાજા ખોલવા અનિચ્છુક નથી. તમે તમારી આસપાસ ઉભી કરેલી પ્રતિકારની આડશો, દિવાલો સાથે તમે અથડાતા રહો છો. રોબર્ટ ફ્રોસ્ટે આ ગાઢ સત્યને પામીને લખ્યું છે કે, “એવું કાંઇક છે કે જે આડશો, દિવાલોને પ્રેમ કરતું નથી.”

યોગ પરંપરામાં આવા જ કારણે આત્મા, સ્વર્ગ કે ભગવાન વિષે વાત કરાતી નથી. યોગમાં તો તમે જાતે ઉભા કરેલા અવરોધોની વાત હોય છે. કારણ કે આવો પ્રતિકાર જ દૂર કરવાની જરૂર છે. તમને અવરોધતી આડશો અને દિવાલો પણ તમારું જ સર્જન છે અને તેનો ધ્વંશ શક્ય છે. અસ્તિત્વ સાથે તમારું કોઇ કામ નથી. તમારે તો તમે ઉભા કરેલા અસ્તિત્વ સાથે જ કામ પાર પાડવાનું છે.

મારે જો કોઇ વિચારપ્રક્રિયા આપવાની હોય તો હું ગુરુત્વાકર્ષણ – ખેંચાણ તથા સદભાવ – ગૌરવને પાસે પાસે રાખીશ. ગુરુત્વાકર્ષણ એ માનવમાત્રમાં પ્રવર્તમાન સ્વજાળવણીની મૂળભૂત સ્ફુરણા સાથે સંબંધિત છે.

ગુરુત્વાકર્ષણના કારણે જ હાલમાં આપણે ધરા સાથે જોડાયેલા છીએ. ગુરુત્વાકર્ષણ તમને ધરતી સાથે જોડાયેલા રાખે છે. જ્યારે ગૌરવ તમને ઉપર ખેંચવા મથે છે, જો તમે અસ્તિત્વના ભૌતિક બળમાંથી છૂટા પડો તો તમારા જીવનમાં ગૌરવ – સદભાવ છવાઇ જાય છે. ગુરુત્વાકર્ષણની માફક સદભાવ – ગૌરવ પણ સતત સક્રિય છે, ધારો કે તમે સાઇકલ ચલાવી શકો છો તો તમે બીજા બધા પરત્વે ચમત્કારીક અનુભવવાના. બીજા તમને ચમત્કારિક ગણે પણ તમે જાણો છે કે તમે કાંઇક નવું પામવાની શરૂઆત કરો છો. આ શક્યતા બધાએ સમજવી રહી.

– Isha Foundation

LEAVE A REPLY