Anu Malik
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
બોલીવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક અનુ મલિક આ વર્ષે ઈન્ડિયન આઈડોલના બદલે સારેગમપા લિટલ ચેમ્પ્સને હોસ્ટ કરશે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી ઈન્ડિયન આઈડોલ સાથે જોડાયેલો છું, પરંતુ હવે આગળ વધી રહ્યો છું અને પ્રથમવાર સારેગમપામાં જજ તરીકે જોડાયો છું. હવે હું ટેલેન્ટેડ યંગ સિગર્સને જજ કરીશ.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલિકે વધુમાં જણાવ્યું હતું કે, એક રિયાલિટી શોમાં વર્ષો પહેલા મોનાલી ઠાકુરને સિલેક્ટ કરી હતી અને હવે તેમણે નેશનલ એવોર્ડ મેળવ્યો છે. મી ટુ વિવાદમાં સપડાયા પછી અનુ કપૂરે 2019ના વર્ષમાં ઈન્ડિયન આઈડોલમાં જજની જવાબદારી છોડી હતી. 2021ના વર્ષમાં વિશાલ દદલાણીએ આ શોમાં બ્રેક લેતાં અનુએ કમબેક કર્યુ હતું. હવે તેઓ ઈન્ડિયન આઈડોલના બદલે સારેગમપામાં જોવા મળશે. આ શોમાં તેમની સાથે ગાયક શંકર મહાદેવન અને નીતિ મોહન પણ જજ તરીકે જોવા મળશે.