Why India is invited to G-7 despite not being a member
Ukrainian Presidential Press Service/Handout via REUTERS .

જાપાનમાં યોજાયેલી G-7 સમિટમાં ભારતને અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. આ સળંગ પાંચમી વખત છે જ્યારે G-7 પ્રમુખ દેશ અમેરિકા સાથે ઘણા મુદ્દાઓ પર મતભેદ હોવા છતાં ભારતને સમિટમાં આમંત્રણ અપાયું છે.

પહેલું કારણ છે વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે, તેથી G7 ભારતના અભિપ્રાયને અવગણી શકે નહીં. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) પ્રભાવ ગુમાવી રહી છે ત્યારે આ ખાસ કરીને મહત્વનું છે. યુએસ અને ચીન-રશિયા વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે, યુએનએસસી હવે વધુ મજબૂત નિર્ણયો લેવામાં સક્ષમ નથી.

બીજું એ કે વિશ્વને ચીનને બદલે ભારત જેવી જવાબદાર અને મહાન શક્તિની જરૂર છે. ચીન અને ભારતનો ઉદય હોવા છતાં બંને દેશોના વલણ સાવ અલગ છે.ભારત G7નું નવું સભ્ય બની શકે છે. સંરક્ષણ ખર્ચની વાત કરવામાં આવે તો ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતનો જીડીપી યુકે ફ્રાન્સ, ઈટાલી અને કેનેડા કરતા પણ વધારે છે. ઉપરાંત, ભારત એક લોકશાહી દેશ છે, તેથી, G7 દર વર્ષે ભારતને આમંત્રણ આપે છે અને તેની સાથે વાતચીત કરવા માંગે છે.

ભારત G-7નું કાયમી સભ્ય નથી. મહેમાન દેશ તરીકે, ભારતને પ્રથમ વખત 2003માં G-7 સમિટમાં ફ્રાન્સ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે ભૂતપછી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પાંચ વખત જી-7 બેઠકોમાં ભાગ લઈ ચુક્યા છે. આ વર્ષે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોમોરોસ, કૂક આઇલેન્ડ, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, વિયેતનામને પણ મહેમાન દેશો તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્ર, IMF, વિશ્વ બેંક, WHO અને WTOને સંસ્થાઓ તરીકે બોલાવવામાં આવી છે. જાપાનના હિરોશિમા શહેરમાં આયોજિત G-7 સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પહોંચ્યા હતા.

LEAVE A REPLY

five × four =