Without spiritual connection we lose the divine pulse

– પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)

તમારે યાદ રાખવું રહ્યું કે, અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક જીવન અને પ્રભુ સાથેનું તાદામ્યભર્યું જોડાણ સૌથી મહાન શિક્ષણ, સંપત્તિ અને કોઇ ના મેળવી શક્યું હોય તેવી ભવ્યાતિત સફળતા છે. તમે તમારા જીવનમાં સારા ગુણ, પ્રતિષ્ઠાભરી પદવી, ઉચ્ચ કારકીર્દિ અને શ્રેષ્ઠતમ વેતન મેળવી શકો છો. પરંતુ તમારા જીવનમાં પ્રભુ સાથેના જોડાણ વિના આ બધું જ મિથ્યા છે.

એક વખત એક માણસ તેનો અશ્વ વેચવા નીકળ્યો, તેણે સંભવિત ખરીદાર સમક્ષ અશ્વના વખાણ કરતાં કહ્યું કે મારો અશ્વ તમે ક્યારેય ના જોયો હોય તેવો સુંદર છે. તેની ચામડી ચકમકે છે, તેના વાળ, કેશવાળી મુલાયમ નરમ અને સૌથી લાંબા પગ છે. કદાવર મજબૂત બાંધાના અશ્વનો દેખાવ એકદમ શાહી છે. આ અશ્વએ તમામ સૌંદર્ય – ઝડપની સ્પર્ધાઓ જીતી છે. આટલા વખાણ પછી અશ્વ વેચવાવાળાએ સંભવિત ખરીદારને અશ્વમાં કોઇ ખામી છે કે કેમ તેવો પ્રશ્ન કરતાં જવાબ મળ્યો કે, ‘એક નાની ખામી છે કે તે થનગનાટ વિનાનો મૃત છે.’

આધ્યાત્મિક જોડાણ, ગૂઢાર્થ અને જીવનમાં પ્રભુની હાજરી વિના આપણે પણ મૃત અશ્વ જેવા છીએ. સફળતમ દેખાતા હોય પરંતુ આપણને સતત આગળ ધપાવતા દૈવી ધબકારાનો અભાવ નિર્જીવતાન અનુભવ કરાવે છે.

તમે બે શૂન્યને એક સાથે મૂકો તો તમને ‘0 0’ જ મળે છે, પરંતુ જો આ શૂન્યોની આગળ 1 મુકો તો તમને ‘100’ મળે છે. આ જ પ્રમાણે તમે ચાર કે એકસો શૂન્ય પણ એક સાથે મૂકો તો તમને શૂન્ય જ મળશે પરંતુ જો આ શૂન્યની આગળ 1 મૂકવામાં આવે તો ‘1000’,  દસ હજાર, લાખ કે કરોડ પણ મળે. આ ગણિતમાં ‘એક’ એ ભગવાન છે. આ જગતમાં આપણે ગમે તેટલા શૂન્ય ભેગા કરીએ પરંતુ ‘એક’ એ ‘ભગવાન’ વિના બધું જ શૂન્ય છે. તમે તમારા જીવન – કાર્યક્ષત્રમાં ભલે નંબર-વન બનો પરંતુ સમસ્ત બ્રહ્માંડના સાચા ‘નંબર-વન’ એવા પ્રભુને ભૂલશો નહીં. તમે પ્રભુને ‘નંબર-વન’ રાખશો તો તમારું જીવન ચમત્કારિક બની રહેશે.

LEAVE A REPLY

14 + thirteen =