Worst earthquake since 2000
Ihlas News Agency (IHA) via REUTERS

તુર્કી અને સિરિયામાં સોમવાર, 6 ફેબ્રુઆરી 2023એ 7.8ના ભૂકંપથી આશરે 5,000થી વધુ લોકોના મોત થયા હતા. 2000 પછી આવેલા વિશ્વના સૌથી ભયંકર ભૂકંપની વિગતો અહીં છે.

22 જૂન , 2022: અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતાના ભૂકંપમાં 1,100થી વધુ લોકો મૃત્યુ પામ્યા.

14 ઓગસ્ટ , 2021: હૈતીમાં 7.2 તીવ્રતાના ભૂકંપમાં 2,200થી વધુ લોકોના મોત

28 સપ્ટેમ્બર, 2018: ઈન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4,300થી વધુ લોકોના જીવ ગયા

25 એપ્રિલ, 2015: નેપાળમાં 7.8 તીવ્રતાના ભૂકંપમાં 8,800થી વધુ લોકોના મોત

3 ઓગસ્ટ 3, 2014: ચીનના વેનપિંગ પાસે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 700થી વધુ લોકોના જીવ ગયા

11 માર્ચ, 2011: જાપાનના ઉત્તરપૂર્વ કિનારે 9.0ની તીવ્રતાના ભૂકંપથી સુનામી આવી, જેમાં 20,000થી વધુ લોકોના મોત

12 જાન્યુ. 2010: હૈતીમાં, સરકારી અનુમાન મુજબ, 7.0ની તીવ્રતાના ભૂકંપથી 316,000 લોકોના મોત

12 મે, 2008: ચીનના પૂર્વ સિચુઆનમાં 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના પરિણામે 87,500થી વધુ લોકોના મોત થયા.

26 મે, 2006: ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે 5,700થી વધુ લોકો મૃત્યુ પામ્યા.

8 ઓક્ટોબર 8, 2005: પાકિસ્તાનના કાશ્મીર પ્રદેશમાં 7.6ની તીવ્રતાના ભૂકંપમાં 80,000 લોકો માર્યા ગયા.

26 ડિસેમ્બર, 2004: ઇન્ડોનેશિયામાં 9.1 તીવ્રતાના ભૂકંપથી હિંદ મહાસાગરમાં સુનામી આવી, જેમાં ડઝન દેશોમાં 230,000 લોકો માર્યા ગયા.

26 ડિસેમ્બર, 2003: દક્ષિણપૂર્વ ઈરાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના પરિણામે 50,000 લોકો મૃત્યુ પામ્યા.

26 જાન્યુઆરી, 2001: ભારતમાં ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 20,000 લોકો માર્યા ગયા.

LEAVE A REPLY

4 × one =