Sadhana Kariya

શ્રીમતી પાર્વતીબેન અને શ્રી રમણિકલાલ સોલંકીના પુત્રી શ્રીમતી સાધનાબેન કારીયાએ અંતિમ વિધિ પહેલાં પોતાની માતાને શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મારી જનની, જેણે મને જન્મ આપ્યો તેમણે જે મારા માટે કર્યું છે તે બધું શબ્દોમાં મૂકવાનો પ્રયાસ કરવો અશક્ય લાગે છે. તે મારા જીવનના દરેક તત્વમાં ગૂંથાયેલ હતી. તેનો અદ્રશ્ય હાથ મને આગળ ધપાવતો અને મને જીવનમાં માર્ગદર્શન આપતો. આજે હું જે કંઈ છું તે તેમના કારણે જ છું.’’

‘’અમે નાના હતા ત્યારે પપ્પા સાથે આમારો ચાર બાળકોનો ઉછેર કરવા સાથે તેઓ ઘણાં આગળ વધી ગયા હતા. મારા અને બહેન સ્મિતા માટેનો ડ્રેસ હાથથી સ્ટીચ કરતા તો ખંતપૂર્વક બગીચામાં ધ્યાન આપતાં. તેમણે છોડ પ્રત્યે પણ સમાન પ્રેમ અને લાગણી બતાવ્યા હતા. અમારા દરેક જન્મદિવસ પર શિરો બનાવતા અને પછી તો કુટુંબના દરેક સભ્યો માટે તે બનાવવાનું ચાલુ રાખ્યું હતું. કારણ તેઓ જાણતા હતા કે તે અમને બધાને કેટલો ગમતો. તેમણે અમારા દરેકના શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને હંમેશા મહિલાઓના અધિકારો અને તેમની સ્વતંત્રતાની હિમાયત કરી હતી.’’

‘’તેમણે પપ્પા સાથે ગરવી ગુજરાતનું સામ્રાજ્ય ઉભું કરવામાં મદદ કરી હતી અને છેલ્લી ધડીએ ઘરે ગમે તેટલા મહેમાનો આવે તો પણ રાંધીને તેમને જમાડતા. તેઓ કોઈપણ પડકારથી અસ્વસ્થ થતા ન હતા. આજ સુધી હું ગરમ ​​મસાલા બનાવવા અથવા લસણ ફોલવા જેવા કંટાળાજનક કાર્યોમાં તેમની મદદ માંગતી. અને તેઓ હંમેશા પ્રેમથી તે કરવા સંમત થતા.’’

‘’તેમણે જરૂર હોય તે બધાની સેવા અને મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેને કારણે અમને ઘણા પ્રિય મિત્રો સાથે આજીવન સંબંધો બંધાયા છે. સૌથી નોંધપાત્ર રીતે રંજનને દત્તક લીધી હતી જેણે તમને મા કહીને બોલાવ્યા હતા અને પાછલા વર્ષોમાં તમારી સંભાળ રાખવામાં મદદ કરી હતી. તમે સ્મિતા અને મને શીખવ્યું હતું કે લગ્ન કર્યા પછી અમારા નવા પરિવારોમાં એકબીજા માટેના પ્રેમને કેવી સુંદર રીતે વિસ્તારી શકીએ; તમે અમને શીખવ્યું હતું કે કલ્પેશ અને શૈલેષના લગ્ન સાથે નવા કૌટુંબિક સંબંધો કઇ રીતે આત્મસાત કરવા. જેથી બધા પરિવારો એક મજબૂત યુનિટ બની રહે. અમે તમારા દ્વારા બંધાયેલા રહ્યા હતા. તમે અમારો ગુંદર હતા.’’

‘’તમે જે ઉપદેશ આપ્યો હતો તેનો જ અમલ કર્યો હતો. પછી ભલે તે પપ્પાના નાના ભાઈઓ ધનસુખકાકા, મનહરકાકા, જયંતિકાકાનો ઉછેર હોય કે રશ્મિતા અને શીલા હોય, તેમને તમારા પોતાના સંતાનોની જેમ રાખ્યા હતા અને બદલામાં તેઓ પણ તમારી સાથે તે રીતે વર્ત્યા છે. તમે ક્યારેય કોઈની વિરુદ્ધ ખરાબ શબ્દ ઉચ્ચાર્યો નથી.’’

‘’આજે પણ રવિ કહે છે કે જ્યારે અમે અસંમત હોઈએ ત્યારે તમે હંમેશા તેનો પક્ષ લેશો. અમે અને દરેક પૌત્રો જાણતા હતા કે અમને કોઈ પણ સમસ્યા હશે તો મે તમારી પાસે ભય વિના આવી શકીએ છીએ. તેનો અર્થ એ નથી કે તમે હંમેશા સંમત થયા છો, પરંતુ તમે અમને યોગ્ય કાર્ય કરવા માટે માર્ગદર્શન આપતા પહેલા અમને સમજવાની અનુભૂતિ કરાવતા. તમે વિચારક હતા અને ધાર્મિક વિધિઓ કરવાને બદલે તમારા પિતાના આર્ય સમાજના ઉપદેશો અથવા તમારા પોતાના તર્કને આધારે માર્ગદર્શન આપતા હતા.’’

‘’તમે મારા બાળકોને ઉછેરવામાં પણ મદદ કરી હતી. હું દુઃખી હોઉં ત્યારે મને શાંત પાડતા. મને ગપસપથી દૂર રહેવા અને તેના બદલે પુસ્તકો વાંચવાનું કહેતા. તમે મારું ઘર કેવી રીતે ચલાવવું, ઘરને આપણું ઘર કેવી રીતે બનાવવું અને ઘરના વાસણોથી લઈને ઘરેણાં અને કપડાં સુધીની દરેક બાબતમાં ગુણવત્તામાં કેવી રીતે સમજદાર બનવું તે શીખવ્યું હતું. સૌથી વધુ, બહેન સ્મિતાના અવસાન પછી મારી દુનિયા ઉજ્જડ થઇ ગઈ, ત્યારે તમે મને બતાવ્યું હતું કે મારા માટે નહીં, તો મારા બાળકો અને પરિવારના ભવિષ્ય માટે કેવી રીતે મારી જાતને ઉભી કરવી અને ગુસ્સો અને દુઃખને કેવી રીતે દૂર કરવાં.’’

‘’તમે હંમેશા કહેતા હતા કે ‘જે દિકરી ને લાગે એવુ કોઇને નહિં લાગે’. તમે હંમેશા કહેતા કે મારા પુત્રો મારા અમૂલ્ય રત્નો છે. મારી મહામુલ્યવાન માતા હું તમને દરેક શ્વાસમાં યાદ કરીશ.’’

LEAVE A REPLY

three × 1 =