દર વર્ષની માફક આ વર્ષે પણ ‘ગરવી ગુજરાત’નો રસપ્રદ, વાંચન સામગ્રીથી સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ દિવાળી અંક પ્રસિદ્ધ થઈ ગયો છે.

વિક્રમ સંવત 2076નું વર્ષ ગયા વર્ષે શરૂં થયું ત્યારે કલ્પના પણ ન હતી કે જેનું નામ સુદ્ધાં આપણે ક્યારેય સાંભળ્યું ન હતું એવો કોરોનાવાયરસ અચાનક વિશ્વ પર ત્રાટકશે અને લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખશે

સંખ્યાબંધ લોકોએ કોરોનાવાયરસના કારણે જીવ ગુમાવ્યો. વેપારઉદ્યોગ, નોકરીધંધાને અકલ્પ્ય નુક્સાન થયું. વિશ્વમાં કદાચ પહેલી જ વાર જનજીવન આટલી હદે ખોરવાયું હશે. કોરોનાવાયરસ અને લોકડાઉનના આ ગાળામાં આપણને અનેક અનુભવો થયા. ઘણું નવું જાણવા-શીખવા મળ્યું. એટલે આ વખતે વાચકો તરફથી સંતોને પુછાતાં પ્રશ્નનો વિષય પણ સહજપણે જ કોરોનાકાળ રહ્યો. આ વખતે ગરવી ગુજરાતને તમામ અગ્રણી સંતોએ કોરોનાવાયરસના કપરા કાળ વિશેના પોતાના વિચારો-અનુભવો વાચકોને જણાવ્યા છે. જેમાં જેમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના વડા પ. પૂ. શ્રી મહંત સ્વામી સહિતના વિવિધ સ્વામિનારાયણ સંપ્રદાયોના વડા, પરમાર્થ નિકેતન આશ્રમ, ઋષિકેશના વડા પ. પૂ. શ્રી ચિદાનંદ સરસ્વતિ મહારાજ મુનિજી તથા વિખ્યાત સંત શ્રી શ્રી રવિશંકરનો સમાવેશ થાય છે.

ગરવી ગુજરાતના સ્થાપક તંત્રી અને ડાયાસ્પોરા પત્રકારત્વના ભીષ્મપિતામહ ગણાતા શ્રી રમણિકલાલ સોલંકી, સીબીઇનું ગઇ પહેલી માર્ચે અમદાવાદ ખાતે 89 વર્ષની વયે નિધન થયું હતું. વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ તેમને આપેલી સ્મરણાંજલિનો પણ અહીં સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત, રાબેતા મુજબની વૈવિધ્યસભર વાંચનસામગ્રી દિવાળી પ્રસંગે વિશેષ વાનગીઓનો રસથાળ, આરોગ્ય, ફેશન, વિજ્ઞાન, સાહિત્ય, વાર્ષિક રાશિ ભવિષ્ય, વાર્તાઓ, ફિલ્મો અને ફિલ્મી કલાકારો, ગુજરાતી ફિલ્મો, વ્યક્તિ વિશેષમાં વિવિધ ક્ષેત્રના લોકોનો સંક્ષિપ્ત પરિચય વગેરે તો ખરા જ.

જો આપ ગરવી ગુજરાતનો દિવાળી વિશેષાંક નિ:શુલ્ક મેળવવા માંગતા હો તો તા. 30મી નવેમ્બર પહેલા આપનું લવાજમ ભરો અને દિવાળી વિશેષાંક સાથે આગામી જાન્યુઆરી માસમાં વાર્ષિક કેલેન્ડર પણ નિ:શુલ્ક મેળવો. લવાજમ ભરવા માટે https://www.gg2.net/subs ક્લીક કરો અથવા સંપર્ક કરો 020 7654 7788.