Vol. 1 No. 32 About   |   Contact   |   Advertise 12th June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
સાઉથોલ ટ્રાવેલ દ્વારા 95 ટકાથી વધુ ગ્રાહકોને £22 મિલિયનથી વધુ રકમનુ રિફંડ કરાયુ

વિશ્વભરના દેશો જ્યારે કોરોનાવાયરસ રોગચાળાના ફેલાવાને રોકવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ને લોકડાઉન પગલાંને કારણે વૈશ્વિક ફ્લાઇટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવતા લાખો લોકોની મુસાફરીની યોજનાઓ ખોરવાઈ ગઈ છે ત્યારે સાઉથૉલ ટ્રાવેલના ચિફ કોમર્શીયલ ઓફિસર અને સાઉથૉલની ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ બ્રાન્ડ્સ, ટ્રાવેલ ટ્રોલી અને સ્કાય શાર્પના વડા જયમિન બોરખાત્રીયા માટે એક જ પ્રાધાન્ય છે ને તે છે તેમના મિલીયન્સ ગ્રાહકો. “35 વર્ષથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા બોરખાત્રીયાએ કહ્યું હતું કે “ હું પહેલો દિવસથી જ સ્પષ્ટ હતો કે ગ્રાહક રાજા છે.”
Read More...
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને એસાયલમ નહિં આપવા ભારતની તાકીદ
ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા એસાયલમ માટે કરવામાં આવેલી કોઈપણ વિનંતી પર વિચારણા નહિં કરવા ભારતે યુકે સરકારને વિનંતી કરી છે. ભારતે જણાવ્યું છે કે ભારતમાં દમન માટે કોઈ કારણ નથી. ગયા અઠવાડિયે, યુકે સરકારે સંકેત આપ્યો હતો કે માલ્યાને કાનૂની મુદ્દો હોવાથી જલ્દીથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી કોઇ સંભાવના નથી.
Read More...
ભૂતપૂર્વ પાર્ટનર અને માસુમ પુત્રને છરીના ઘા મારનાર રેહાન ખાનને આજીવન કેદ
વેસ્ટ લંડનના ફેલ્ધામમાં રહેતી 32 વર્ષની વયની એક્સ પાર્ટનર સલમા શેખ અને પોતાના 11 મહિનાના બાળકને અન્ય ત્રણ બાળકોની સામે ચાકુ મારી ગંભાર ઇજા કરનાર મૂળ પાકિસ્તાનના વતની રેહાન ખાનને (ઉ.વ. 27) આજીવન કેદની સજા કરવામાં આવી હતી. પાછળથી મિસ શેખનું અકસ્માતે ઇજાઓ માટેની દવાઓનો ઓવરડોઝ લેવાના કારણે મૃત્યુ થયું હતું.
Read More...

PPPના મુદ્દાઓ બદલ યુકે સરકાર સામે ભારતીય ડોકટરોએ કાનૂની લડત શરૂ કરી
કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ડોકટરો અને હેલ્થ કેર કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ (PPE)ની આસપાસના સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં લેવાનો સરકાર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે તેવો દાવો કરી ડૉક્ટર યુગલે યુ.કે. સરકાર વિરુદ્ધ ન્યાયિક સમીક્ષાની કાર્યવાહી શરૂ કરી છે.
Read More...

  international news
વિશ્વભરમાં 76.14 લાખ કેસ નોંધાયા, 38.53 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 76.14 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 24 હજાર 137 લોકોના મોત થયા છે. 38.53 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યૂમોએ સ્વિમિંગ પૂલ અને રમતના મેદાનોને ફરી ખોલવાની મંજૂરી આપી છે. ક્યૂમોએ સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યમાં કોઈ ભાગમાં કોઈ ક્લ્સટર છે તે ત્યાં આ સુવિધા મળશે નહીં. મલેશિયા સરકારે નિર્ણય કર્યો છે
Read More...

અમેરિકામાં કોરોના સંકટને કારણે 4.50 કરોડથી વધારે લોકો બેરોજગાર થયા
અમેરિકામાં કોરોના મહામારીને કારણે એક લાખથી વધારે લોકોના મોત થઈ ગયા છે. કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થામાં પણ સુસ્તી આવી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ,કોરોનાને કારણે અમેરિકામાં અત્યાર સુધી 4 કરોડ 42 લાખ લોકોએ નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, રાજ્યો અને વ્યવસાયો ફરીથી ખોલવામાં આવ્યા છે પરંતુ કેટલીક ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગુ છે
Read More...

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્ગે અમેરિકા ચિંતિત
અમેરિકન એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારીએ ભારતને તમામ ધર્મો માટે ઐતિહાસિકરૂપે ખૂબ જ સહિષ્ણુ, સન્માનપૂર્વક દેશ દર્શાવીને કહ્યું હતું કે, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના સંદર્ભે જે કંઇ થઇ રહ્યું છે તે બાબતે અમેરિકા ખૂબ ચિંતિત છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના એમ્બેસેડર સેમ્યુઅલનું બ્રાઉનબેકનું આ નિવેદન બુધવારે ‘2019 આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રીપોર્ટ’ના જાહેર થયા પછી આવ્યું છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસો 2.97 લાખને પાર થઈ ગયા

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓથી વધુ એક વખત લોકોને ફાળ પડી છે. દેશમાં સૌપ્રથમ વખત એક દિવસમાં 396 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ સાથે જ 24 કલાકમાં 10,956 લોકો સંક્રમિત થયા છે જે કેસમાં રેકોર્ડ ઉછાળો દર્શાવે છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસો 2.97 લાખને પાર થઈ ગયા છે. Read More...

કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોમાં ભારત દુનિયામાં ચોથો સૌથી મોટો દેશ બન્યો
ભારત કોરોના વાયરસથી સંક્રમિત વસ્તીના મામલે ગુરૂવારે બે દેશો સ્પેન અને યૂકેને માત આપી છે. આ પ્રકારે કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોમાં ભારત દુનિયામાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારતમાં ગુરૂવારે સાંજ સુધી 9,846 નવા કેસ સામે આવ્યા જેથી કુલ કેસની સંખ્યા વધીને 2,97,001 થઇ ગયા છે. આ પ્રકારે ભારતે થોડા સમયના અંતરામાં સ્પેન અને યૂકે બંને દેશોને પાછળ છોડી દીધા.
Read More...

ભારત સરકારે રાજ્યોને હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને મોબાઈલથી ટ્રેક કરવા જણાવ્યું
કોરોના વાયરસ મહામારીને કારણે હોમ ક્વોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને મોબાઈન ફોન ટ્રેકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાજ્ય સરકારોના અધિકારીઓની સાથેની બેઠકમાં રાજ્યોનને મોબાઈલ ટ્રેકિંગનો ઉપયોગની વાત કરી છે. બેઠકમાં કેટલાક રાજ્યોએ સવાલ ઉભા કર્યા હતા કે તેમને હોમ ક્વોરન્ટાઈનમાં રહી રહેલા લોકો પર નજર રાખવામાં મુશ્કેલી પડી રહી છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22067 પર પહોંચી, કુલ 1385 લોકોના મૃત્યુ થયા
અનલૉક-1ની શરૂઆત બાદ ગુજરાતની ચિંતા વધી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે નવા 513 કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે 24 કલાકની અંદર આંકડો 500ને પાર પહોંચ્યો છે. તો આ દરમિયાન રાજ્યભરમાં 38 લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં 366 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Read More...

ઇરાનથી ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ નાં ભાગરૂપે 233 ભારતીયોને જહાજમાં પોરબંદર લવાયા
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન યોજના બાદ ભારતીય નૌસેના દ્રારા શરૂ કારાયેલા ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ નાં ભાગરૂપે 11 જૂનનાં રોજ આજનાં દિવસે ઈંગજ શાર્દુલ જહાજ મારફતે ગુજરાતનાં 233 નાગરિકોને ઇરાનથી પોરબંદર લાવવામાં આવ્યા છે.
Read More...

ગુજરાતમાં 48 કલાકમાં સત્તાવાર ચોમાસુ બેસરે, ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 48 કલાકમાં સત્તાવાર ચોમાસું બેસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે. અને આ સાથે જ આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Read More...

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડશે
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ઝંપલાવશે. આ ચૂંટણીમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી લડશે. આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલાની નિમણુંક કરવામાં આવી છે.
Read More...

gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store