Getty Images)

કોરોના વાયરસ મહામારીને કારણે હોમ ક્વોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને મોબાઈન ફોન ટ્રેકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાજ્ય સરકારોના અધિકારીઓની સાથેની બેઠકમાં રાજ્યોનને મોબાઈલ ટ્રેકિંગનો ઉપયોગની વાત કરી છે. બેઠકમાં કેટલાક રાજ્યોએ સવાલ ઉભા કર્યા હતા કે તેમને હોમ ક્વોરન્ટાઈનમાં રહી રહેલા લોકો પર નજર રાખવામાં મુશ્કેલી પડી રહી છે.

બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલ દ્વારા જંગી રકમ વૂસલવા મામલે પણ ચર્ચા થઈ હતી. કેન્દ્રના અધિકારીઓએ તમિલનાડુ અને કર્ણાટકનો ઉદાહરણ આપતા જણાવ્યું કે, બંને રાજ્યોની જેમ બાકીના રાજ્યોએ પણ ફીસ નક્કી કરી દેવી જોઈએ. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રએ જાહેર પરિવહનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અજય મેહતાએ માગણી કરી હતી કે રાજ્યમાં લોકલ ટ્રેનના સંચાલનની મંજૂરી આપવામાં આવે. તેમણે જણાવ્યું કે, ઓફિસમાં 15થી 20 ટકા જ કર્મચારીની ઉપસ્થિતિ અનિવાર્ય હોવી જોઈએ. બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ જણાવ્યું હતું કે, સ્લમ વિસ્તારમાં ડોર-ટૂ-ડોર કોરોના ટેસ્ટિંગમાં મુશ્કેલી પડી રહી છે. જે લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે તેમના પર નજર રાખવામાં મુશ્કેલી પડી રહી છે.

રાજીવ ચૌબેએ હોમ ક્વોરન્ટાઈનમાં રહી રહેલા લોકોને મોબાઈલ દ્વારા ટ્રેક કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ લોકોને હોમ ક્વોરાન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવે ત્યારે અધિકારી તેમને તમામ ગાઈડલાઈન્સ અંગે માહિતી આપે.