Vol. 1 No. 40 About | Contact | Advertise 26th June 2020


‘ ’
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ

UK News
BAME આઇટી વર્કર્સ સારા હોવા છતાં ટોચ પર જવાની સંભાવના ઓછી છે

શ્વેત લોકોની સરખામણીએ સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં BAME આઇટી વર્કર્સની ટોચ પર જવાની સંભાવના ઓછી છે એમ BCS, ધ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઇટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે. BAME આઇટી નિષ્ણાતોમાંના ફક્ત 9% લોકો જ ડિરેક્ટર હતા. 43% શ્વેત કાર્યકરોની તુલનામાં માત્ર 32 ટકા BAME વર્કર્સે પોતાને મેનેજર અથવા સુપરવાઇઝર તરીકે વર્ણવ્યા હતા.ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટાનો ઉપયોગ કરીને કર્મચારીઓના વલણોનું વિશ્લેષણ કરી બીસીએસના 2020 વિવિધતા અહેવાલમાં જણાવાયું હતું કે આઇટીમાં BAME વર્કર્સની એકંદર ટકાવારી પ્રમાણમાં ઉંચી છે. શ્વેત વંશીય જૂથોના 66% એટલે કે દર દસમાંથી સાત કરતા ઓછા લોકો પાસે ડીગ્રી કે HE લેવલની લાયકાત હતી.
Read More...
20,000 જેટલી નોકરીઓના કાપની એરપોર્ટ ઓપરેટર્સ એસોસિએશનની ચેતવણી
બ્રિટનના હવાઇમથકો પર કામ કરતા 20,000 લોકોની નોકરીઓ કોરોનાવાયરસ કટોકટી પછી જઇ શકે છે એવી ચેતવણી 50૦થી વધુ એરપોર્ટનું પ્રતિનિધિત્વ કરતા એરપોર્ટ ઓપરેટર્સ એસોસિએશન (AOA) દ્વારા આપવામાં આવી છે. યુકેના એરપોર્ટ્સ પર ભાવિ મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થવાની અપેક્ષા છે.
Read More...
રોયલ મેઇલ 2,000 મેનેજરને છૂટા કરશે
કોવિડ-19 કટોકટીના કારણે રોયલ મેઈલ ખર્ચ ઘટાડવાની યોજનાના ભાગરૂપે 2,000 જેટલા મેનેજમેન્ટ રોલ પર કટ મૂકનાર છે જેને કારણે કંપનીના દર પાંચમાંથી એક મેનેજરની નોકરી જશે. જો કે આ કાપમાં ડિલિવરી સ્ટાફનો સમાવેશ થતો નથી.
Read More...

ધામેચા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
“ધામેચા પરિવાર” દ્વારા મુ. શ્રી ખોડીદાસભાઇ ધામેચા, મુ. શ્રી જયતીંભાઈ ધામેચા અને મુ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે આગામી રવિવાર તા. ૨૮ જૂન, ૨૦૨૦થી તા. ૪ જુલાઈ, ૨૦૨૦ દરમિયાન રોજ બપોરે ૧થી ૪ દરમિયાન પૂજ્ય પુલકેશ ત્રિવેદીના શ્રીમખે શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
Read More...

international news
વિશ્વમાં કોરોના વાઈરસના 97.31 લાખ કેસ, 4.92 લાખ લોકોના મોત
વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 97.31 લાખ કેસ નોંધાયા છે. 4.92 લાખ લોકોના મોત થયા છે. 52.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા છ લાખને પાર પહોંચી ગઈ છે. અહીં 8 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 61% લોકો એટલે કે 3 લાખ 75 હજાર 164 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 25 લાખ 4 હજાર કેસ નોંધાયા છે. 1 લાખ 26 હજાર 785 લોકોના મોત થયા છે. 10.52 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
Read More...

કોરોનાના કેસ એક કરોડથી વધારે થશે તો ઓક્સિજન સુવિધાની તંગી થશેઃ WHOની ચેતવણી
વિશ્વમાં કોરોના પોઝીટીવ કેસમાં થઈ ૨હેલા સતત વધારા અને અનેક દેશોમાં કોરોનાના બીજા હુમલાના પણ સંકેત છે તે વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે જો કોરોનાનો આંક એક કરોડથી આગળ વધશે તો વિશ્વના અનેક દેશોમાં ઓક્સિજન સુવિધાની મોટી તંગી થશે અને તેના કા૨ણે વ્યાપકપણે મૃત્યુ થવાનો ભય છે.
Read More...

અમેરિકામાં કોવિડના નામે લાખો ડોલરનું ફ્રોડ : ભારતીય ડોકટર સામે કેસ
હેલ્થકેર છેતરપીંડી કેસમાં પકડાયેલા ભારતીય મૂળના આંખોના ડોકટર સામે ફરીથી સરકારની સાથે છેતરપીંડી કર્યાનો કેસ નોંધાયો હતો. આ વખતે એણે કોવિડ-19ના ભોગ બનેલા નાના વેપારીઓને મદદ કરવાના બહાને બનાવટી કાગળો કરી સરકારી ગેરન્ટીની 630000 ડોલરની લોન લીધી હતી.
Read More...




THIS WEEK
Click Full Screen
BUY NOW
India news

ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4,90,401 થઈ, 24 કલાકમાં 17,296 કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 17,296 નવા કેસ સામે આવ્યા છે અને 407 લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,90,401 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી 15,301 લોકોના મોત થયા છે. Read More...

પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 31 જુલાઈ તથા ગુવાહાટી અને કામરૂપમાં 14 દિવસનું લોકડાઉન
દેશમાં કોરોના હવે વિસ્ફોટક ગતિએ આગળ વધવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભા૨તમાં કોરોનાના પોઝીટીવ કેસ 17000ની નજીક પહોંચ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે અને આગામી દિવસોમાં તે આંક પણ વધી શકે છે.
Read More...

કોરોના સંક્રમણને લીધે ભારતીય રેલવેએ 12 ઓગસ્ટ સુધી ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા સમસ્ત નિયમિત મેલ એક્સપ્રેસ અને પેસેન્જર સેવાઓ સાથે જ લોકલ ટ્રેનો 12 ઓગસ્ટ સુધી રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.જો કે સમસ્ત સ્પેશિયલ ટ્રેનો – 12 મેથી રાજધાની રૂટ પર ચાલી રહેલી 15 ટ્રેનોની જોડી અને 1 જૂનથી શરૂ કરાયેલી 100 જોડી ટ્રેનો ચાલુ રહેશે એમ તેમણે કહ્યું હતું.
Read More...
Gujarat News
ગુજરાતમાં કોરોનાના કુલ 6318 એક્ટિવ કેસઃ મૃત્યુઆંક 1754 અને 21506 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધી 345276 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 229768 લોકોને ક્વોરન્ટીન કરાયા તે પૈકી 226116 હોમ ક્વોરન્ટીન અને 3652 ફેસિલિટી ક્વોરન્ટીન છે. જ્યારે રાજ્યમાં 6318 એક્ટિવ કેસ છે તે પૈકીના 66 વેન્ટિલેટર પર અને 6252 સ્ટેબલ છે.
Read More...

ભારતમાં એક્ટિવ કેસોની દ્રષ્ટિએ ગુજરાત પાંચમા ક્રમે આવ્યું
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી એક્ટિવ કેસોના વધારાની સામે રિકવર થઇને ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓનો આંકડો પણ સતત અને સમાંતર રીતે વધતાં હવે એક્ટિવ દર્દીઓની દૃષ્ટિએ ગુજરાતનું સ્થાન સમગ્ર દેશમાં પાંચમાં ક્રમે આવ્યું છે. એક સમયે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે હતું હાલ ગુજરાત દેશના કુલ 1.88 લાખ દર્દીઓની સામે 6,318 દર્દીઓ ધરાવે છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Read More...

ગુજરાતમાં છેલ્લા 56 દિવસ બાદ મૃત્યુદર ધીમો પડ્યો પરંતુ કોરોના 26 જિલ્લામાં ફેલાયો
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની વઘુ સંખ્યામાં નોંધણી વચ્ચે તેનાથી થતાં મૃત્યુ દરમાં ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસ બાદ કોરોના વાયરસથી સૌથી ઓછા 18 લોકોનાં મૃત્યુ નોંધાયા છે. છેલ્લે 30 એપ્રિલના રોજ મૃત્યુ આંક 17 થયો હતો.
Read More...

કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે અમદાવાદના માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી
કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટીમ આજરોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવી પહોંચી છે. શુક્રવારે કેન્દ્રની ટીમે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સત્તાધીશો દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટેના પગલાંની સમીક્ષા કરી હતી.
Read More...

gg2 gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store