Vol. 3 No. 326 About   |   Contact   |   Advertise March 9, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બ્રિટનના સૌથી પ્રભાવશાળી એશિયન બનતા ઋષિ સુનક

બ્રિટનના પ્રથમ એશિયન વડા પ્રધાન ઋષિ સુનક સતત બીજા વર્ષે 2023ના GG2 પાવર લિસ્ટમાં ટોચ પર રહ્યા છે. મંગળવારે 7 માર્ચના રોજ લંડનમાં યોજાયેલા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં તેમની આ માટે સરાહના કરવામાં આવી હતી. પોતાની આ પ્રગતિ અને વિકાસ માટે ઋષિ સુનકે તેમના પરિવારનો આભાર માન્યો હતો. શ્રી સુનકને મંગળવારની સાંજનું સર્વોચ્ચ સન્માન GG2 હેમર એવોર્ડ પણ એનાયત કરાયો હતો, જે ડીપાર્ટમેન્ટ ફોર એનર્જી સીક્યુરીટી અને નેટ ઝીરોના સ્ટેટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ MP દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઑક્ટોબરમાં લિઝ ટ્રસના રાજીનામા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન તરીકે આરૂઢ થયેલા સુનક દેશના 101 સૌથી પ્રભાવશાળી સાઉથ એશિયન લોકોના રેન્કિંગમાં ટોચ પર છે.

Read More...
ગેરકાયદે ઘૂસણખોરી ડામવા સુનકે નવો કાયદો ઘડ્યો

આ વર્ષની ટોચની પ્રાથમિકતા તરીકે વડા પ્રધાન ઋષિ સુનક અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન પડોશી દેશ ફ્રાન્સ સાથેની યુકેની દરિયાઈ સરહદ વચ્ચેની ઇંગ્લિશ ચેનલ દ્વારા નાની બોટોમાં ગેરકાયદેસર અને જોખમી

Read More...
વંશીય લઘુમતીઓને વધુ પ્રમાણમાં ટેલિવિઝન પર પ્રતિનિધિત્વ અપાતું હોવાની લાગણી

યુકેના લગભગ અડધા એટલે કે યુકેમાં 45 ટકા ટીવી દર્શકો કહે છે કે વંશીય લઘુમતીઓ વસ્તી કરતા વધુ પ્રમાણમાં ટેલિવિઝન પર પ્રતિનિધિત્વ કરે છે. યુગોવના પોલમાં જાણવા મળ્યું છે કે 44 ટકા માને

Read More...
ધમકીભર્યા ઇમેઇલ બાદ બ્રિટિશ શીખ સાંસદ પ્રીત કૌર ગિલની સુરક્ષામાં વધારો

બ્રિટનના પ્રથમ મહિલા શીખ સંસદ સભ્ય પ્રીત કૌર ગિલે જણાવ્યું છે કે તેણીને “તમારી પીઠ પર ધ્યાન આપો” એવી ઇમેઇલ દ્વારા “સીધી ધમકી” મળ્યા બાદ તેમની સુરક્ષા વધારવાની ફરજ પડી છે.

Read More...
પ્રેસિડેન્ટ ચૂંટાઈશ તો અમેરિકન કંપનીઓ સામે ચીન સાથે વેપાર ઉપર પ્રતિબંધ મુકીશઃ રામસ્વામી

રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે જો તેઓ 2024માં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાશે તો FBI અને શિક્ષણ વિભાગને વિખેરી નાંખશે તથા ચીન સાથે વેપાર કરતી

Read More...
તહોમત મુકાય તો પણ પ્રેસિડેન્ટપદની ચૂંટણીનો પ્રચાર બંધ નહીં કરુંઃ ટ્રમ્પ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, તેમની સામે તહોમતનામુ મુકાશે તો પણ તેઓ પ્રેસિડેન્ટપદ માટે તેમનું કેમ્પઇન ચાલુ રાખશે. ટ્રમ્પે વાર્ષિક કન્ઝર્વેટિવ

Read More...
બીબીસી વિવાદમાં યુકેના પ્રધાનને એસ જયશંકરનો “મક્કમ” જવાબ

બ્રિટિશ વિદેશ પ્રધાન જેમ્સે ક્લેવરલીએ બુધવાર (પહેલી માર્ચે) દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે બીબીસી પરની ટેક્સ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Read More...
ન્યૂ યોર્કમાં નિકેશ પટેલે $20 મિલિયનના લોન ફ્રોડનો ગુનો કબૂલ્યો

ન્યૂ યોર્કમાં 38 વર્ષીય ઇન્ડિયન અમેરિકન નિકેશ અજય પટેલે 20 મિલિયન ડોલરના લોન કૌભાંડનો ગુનો કબુલ્યો છે. બીજા એક કૌભાંડમાં ટ્રાયલ દરમિયાન મુક્ત થઈને આરોપીએ વધુ એક કૌભાંડ આચર્યું હતું.

Read More...
ઇન્ટરનેટ શટડાઉનમાં ભારત સતત પાંચમા વર્ષે ટોચ પર

ઈન્ટરનેટ બંધ થવાના મામલે ભારત વિશ્વમાં સતત પાંચમા વર્ષે ટોચ પર રહ્યું હતું. ગયા વર્ષે, વિશ્વભરમાં 187 ઇન્ટરનેટ શટડાઉનમાંથી, 84 ભારતમાં થયાં હતાં. આ યાદીમાં યુક્રેન બીજા નંબરે હતું.

Read More...
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું, એકનું મોત

ગુજરાતના અનેક જિલ્લામાં 6 માર્ચે હોળીના તહેવારે જ કુદરતે પણ રંગ બદલ્યો હતો અને અને લોકો હોલિકા દહન કરી રહ્યાં હતા ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો.

Read More...

  Sports
ઈન્દોર ટેસ્ટમાં ભારતનો ધબડકો, ઓસ્ટ્રેલિયાનો 9 વિકેટે વિજય

ભારત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે આખરે બાજી પલ્ટી નાખી હતી અને ગત સપ્તાહે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની કંગાળ બેટિંગ તેમજ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સની વેધક બોલિંગ

Read More...
ઈન્દોરની પીચ આઈસીસી મેચ રેફરીના મતે ‘કંગાળ’

ભારત – ઓસ્ટ્રેલિયા શ્રેણીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં ત્રીજા જ દિવસે પુરી થયા પછી આઇસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે ઈન્દોરની પીચને ‘પૂઅર‘ (કંગાળ) – ટેસ્ટ મેચ માટે સાવ ખરાબ પીચ ગણાવી હતી.

Read More...
અશ્વિન ભારતનો ત્રીજો સર્વશ્રેષ્ઠ બોલર, કપિલનો રેકોર્ડ તોડ્યો

રવિચંદ્રન અશ્વિને 269 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 689 વિકેટ ઝડપી કપિલ દેવનો 687 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને આ 91 ટેસ્ટ મેચમાં 466 વિકેટ લીધી છે. આ ઉપરાંત વન-ડેમાં 113 મેચમાં 151

Read More...
વીમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સનો બન્ને મેચમાં પરાજય

શનિવારથી મુંબઈમાં શરૂ થયેલી પહેલી વીમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં બે દિવસ દરમિયાન રમાયેલી ત્રણ મેચમાં ગુજરાતની બે મેચ હતી અને બન્નેમાં ગુજરાતનો પરાજય થયો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતનો GDP ગ્રોથ Q3માં ઘટી 4.4% થયો

ભારતનો જીડીપી ગ્રોથ ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટર (Q3)માં ઘટીને 4.4 ટકા થયો હતો. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથને કારણે કુલ ગ્રોથ પર અસર થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં જીડીપી ગ્રોથ 11.2 ટકા હતો અને અગાઉના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2)માં ગ્રોથ 6.3 ટકા હતો. ફુગાવાની સ્પષ્ટ અસર જોવા મળી હતી. બોરોઈંગ કોસ્ટ વધ્યો હતો જેની માંગ પર અસર થઈ હતી. વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદર વધારતા નિકાસ પર પણ અસર થઈ હતી જેને કારણે ગ્રોથ ઘટ્યો હતો.

Read More...
ભારતીય મૂળના રાજીવ જૈને અદાણી સામ્રાજ્યમાં $1.9 બિલિયનની બાજી લગાવી

અદાણી ફેમિલીએ ગુરુવાર, 2 માર્ચે ચાર ગ્રૂપ કંપનીઓના 1.9 બિલિયન ડોલર (રૂ.14336 કરોડ)ના શેરો ભારતીય મૂળના રાજીવ જૈને અમેરિકામાં સ્થાપેલી બુટિક કંપની GQG પાર્ટનર્સને વેચ્યા હતા. રાજીવ જૈન આ કંપનીના ચેરમેન અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. એસ બી અદાણી ફેમિલી ટ્રસ્ટે અદાણી એન્ટરપ્રાઇઝનો 3.4 ટકા હિસ્સો રૂ.5460 કરોડ, અદાણી પોર્ટનો 4.1 ટકા હિસ્સો રૂ.5282 કરોડ, અદાણી ગ્રીનનો 3.5 ટકા હિસ્સો રૂ.2,806 કરોડ અને અદાણી ટ્રાન્સમિશનનો 2.6 ટકા હિસ્સો રૂ.1,898 કરોડમાં વેચ્યો હતો. અદાણી ગ્રૂપે આ તમામ શેરો મોટા ડિસ્કાઉન્ટે વેચ્યા હતા.

Read More...
મુકેશ અંબાણી અને તેમના પરિવારને વિશ્વભરમાં Z+ સુરક્ષા કવચ

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને સમગ્ર ભારતમાં અને વિદેશમાં ઉચ્ચતમ Z+ સુરક્ષા કવચ આપવાનો મંગળવારે આદેશ આપ્યો હતો. ભારતમાં અથવા વિદેશમાં Z+ સુરક્ષા આપવાનો સમગ્ર ખર્ચ તેઓ ઉઠાવશે. કોર્ટે જણાવ્યું હતું કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયેની છે, જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે અંબાણી પરિવારની સુરક્ષા ગૃહ મંત્રાલય સુનિશ્ચિત કરશે.

Read More...
એક્સિસ બેન્કે સિટી બેન્કનો ઇન્ડિયા કન્ઝ્યુમર બિઝનેસ ખરીદી લીધો

ભારતની અગ્રણી ખાનગી બેન્ક એક્સિસ બેન્કે બુધવાર, પહેલી માર્ચે જણાવ્યું હતું કે તેને સિટી બેન્કના ઇન્ડિયા કન્ઝ્યુમર અને નોન-બેંકિંગ ફાઇનાન્સ બિઝનેસનું સંપાદન પૂર્ણ કર્યું છે. માર્ચ 2022માં જાહેર કરાયેલ આ સોદો ભારતીય નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં સૌથી મોટા સોદાઓમાંના એક છે. આ સોદો $1.41 બિલિયન (રૂ.11,630 કરોડ)માં કરાયો હતો. એક્વિઝિશનથી એક્સિસને ICICI બેન્ક અને HDFC બેન્ક જેવી મોટી હરીફ બેન્કો સાથેનું અંતર ઘટાડવામાં મદદ મળશે. પહેલી માર્ચથી સિટી બેંકના હોમ એન્ડ પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને વીમા બિઝનેસ એક્સિસ બેંકના નિયંત્રણ હેઠળ આવી ગયા છે.

Read More...
  Entertainment

પ્રોજેક્ટ Kનું શૂટિંગ કરતી વખતે અમિતાભ બચ્ચન ઘાયલ થયા

હૈદરાબાદમાં પ્રોજેક્ટ Kનું શૂટિંગ કરતી વખતે અભિનેતા અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા. તેમને જમણી પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા. 80 વર્ષીય સ્ટારે એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે સેટ પર તેની એક્શન શોટ દરમિયાન તેમને આ ઇજા થઈ હતી. તેમણે હૈદરાબાદમાં તબીબી સારવાર મેળવી હતી અને હવે તે મુંબઈમાં તેના ઘર જલસામાં સ્વસ્થ થઈ રહ્યા છે અને આરામ કરી રહ્યાં છે. તેમણે સંપૂર્ણ સ્વસ્થ થતાં થોડા અઠવાડિયા લાગશે. આ ઇજા પીડાદાયક હોવાનું પણ બીગ બીએ જણાવ્યું હતું. તેમણે ચાહકોને હંમેશની જેમ જલસાની બહાર એકઠા ન થવાની વિનંતી કરી હતી.

Read More...

અક્ષયકુમાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં!!

બોલિવૂડ ખેલાડી અક્ષયકુમાર છેલ્લા કેટલાક સમયથી તેની નવી ફિલ્મ સેલ્ફી અંગે ચર્ચામાં છે . આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન માટે કલાકારોએ નવી યુક્તિઓ અજમાવી હતી. અક્ષયકુમારે આ દરમિયાન એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અક્ષયકુમાર તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશનને લઈને મુંબઈમાં તેના ચાહકોની વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના ચાહકો આવ્યા હતા, જેમની સાથે અભિનેતાએ મોબાઇલ ફોનમાં ધડાધડ સેલ્ફી લીધી હતી અને આ દરમિયાન તેમણે એક રેકોર્ડ બનાવી દીધો હતો.

Read More...

અન્નુ કપૂરની અનોખી સિદ્ધિ

અનિલ કપૂરે ક્યારેય ગીત ગાયા છે ? અને એ પણ ચાર હજાર ગીતો? આ વાત આશ્ચર્યજનક તો છે જ, સાથે સાચી પણ છે. આ વાત અન્નુ કપૂરના નામે ઓળખાતા અનિલ કપૂરની છે. હવે રહી વાત 4000 ગીતોની, તો એક સમયે ઝી ટીવી પર દર્શાવાતી અંતાક્ષરીની ? દેશ-વિદેશમાં ભારતીયોના ઘરમાં રમાતી-પિકનીક કે ગેધરીંગમાં રમાતી આ સૌથી લોકપ્રિય ગેમને ટીવીના પડદે લાવ્યા હતા અન્નુ કપૂર. લાંબા સમય સુધી ચાલેલા આ ટીવી શોમાં તેમણે અલગ અલગ સેગમેન્ટ્સ દરમિયાન કુલ 4000 ગીત ગાયા છે અને તેમનો અવાજ પણ એટલો જ યોગ્ય છે.

Read More...

12 વર્ષે મધુનું ફરીથી બોલીવૂડમાં આગમન

અજય દેવગણ સાથે ફિલ્મ ફૂલ ઔર કાંટેથી બોલીવૂડમાં પદાર્પણ કરનારા અભિનેત્રી મધુ 12 વર્ષ પછી ફરીથી ફિલ્મમાં જોવા મળશે. જોકે મધુએ બોલીવૂડમાં બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું અને અચાનક જ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ હતી. હવે તે ફિલ્મ ‘ગેમ ઓન’થી બોલીવૂડમાં કમબેક કરી રહી છે. તાજેતરમાં જ તેની ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. જોકે મધુ 12 વરસ દરમિયાન હિન્દી ફિલ્મોથી દૂર રહ્યા પછી પણ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી છે. તે પોતાની નવી અને જુની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. આટલાં વર્ષોમાં તે વધુ ગ્લેમરસ થઇ ગઇ છે. જોકે આ 12

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store