Adani Group sold Myanmar port at huge discount
REUTERS/Francis Mascarenhas

અદાણી ફેમિલીએ ગુરુવાર2 માર્ચે ચાર ગ્રૂપ કંપનીઓના 1.9 બિલિયન ડોલર (રૂ.14336 કરોડ)ના શેરો ભારતીય મૂળના રાજીવ જૈને અમેરિકામાં સ્થાપેલી બુટિક કંપની GQG પાર્ટનર્સને વેચ્યા હતા. રાજીવ જૈન આ કંપનીના ચેરમેન અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે.  

એસ બી અદાણી ફેમિલી ટ્રસ્ટે અદાણી એન્ટરપ્રાઇઝનો 3.4 ટકા હિસ્સો રૂ.5460 કરોડઅદાણી પોર્ટનો 4.1 ટકા હિસ્સો રૂ.5282 કરોડઅદાણી ગ્રીનનો 3.5 ટકા હિસ્સો રૂ.2,806 કરોડ અને અદાણી ટ્રાન્સમિશનનો 2.6 ટકા હિસ્સો રૂ.1,898 કરોડમાં વેચ્યો હતો. અદાણી ગ્રૂપે આ તમામ શેરો મોટા ડિસ્કાઉન્ટે વેચ્યા હતા.  

હિન્ડનબર્ગના રિપોર્ટના કારણે અદાણી જૂથ ચર્ચામાં આવી ગયું છેપરંતુ હવે અદાણીની કંપનીઓમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ કરીને રાજીવ જૈન ચર્ચામાં આવી ગયા છે.

રાજીવ જૈનનો જન્મ ભારતમાં થયો છે. તેઓ 1990માં એમબીએનો અભ્યાસ કરવા માટે યુનિવર્સિટી ઓફ માયામી જતા રહ્યા હતા. ત્યાં 23 વર્ષનો અનુભવ મેળવ્યા પછી 2016માં તેમણે GQG Partners સ્થાપી હતી. તેઓ તેના ચેરમેન અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. તેમની લિન્ક્ડઈન પ્રોફાઈલ કહે છે કે તેઓ GQG Partners સ્ટ્રેટેજીના મેનેજર પણ છે. ગયા મહિને મોર્નિંગસ્ટાર ઓસ્ટ્રેલિયા એવોર્ડ્સ ખાતે તેમને ‘ફંડ મેનેજર ઓફ ધ યર ગ્લોબલ ઈક્વિટીનો એવોર્ડ પણ મળ્યો હતો.

1994માં તેમણે પોર્ટફોલયો મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે સેવા આપ્યા પછી તેઓ જાન્યુઆરી 2002માં વોન્ટોબેલ એસેટ મેનેજમેન્ટના હેડ ઓફ ઇક્વિટી બન્યા હતા. માર્ચ મહિનામાં તેઓ કો-સીઈઓ બન્યા હતા. 

મૂડી ફંડમાં ઠાલવતા જાય છે. તેમણે જે ભારતીય કંપનીઓમાં રોકાણ કરેલું છે તેમાં ITC, HDFC, RIL, SBI, સન ફાર્માભારતી એરટેલનો સમાવેશ થાય છે. 2021માં જીક્યુજી પાર્ટનર્સ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો આઈપીઓ લાવી હતી અને બજારમાંથી 89.3 કરોડ ડોલર એકઠા કર્યા હતા. રાજીવ જૈનની કંપનીની વેબસાઈટ પ્રમાણે તેમણે 10 દેશમાં ફંડ મેનેજરોને નોકરી પર રાખ્યા છે. તેઓ 800થી વધારે કંપનીઓ માટે 88 અબજ ડોલરથી વધારે સંપત્તિનું સંચાલન કરે છે. 

LEAVE A REPLY

14 − eleven =