Vol. 1 No. 11 About   |   Contact   |   Advertise April 20, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
યુપીમાં અતીકના આતંકનો અંત

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને રાજકારણી અતીક અહમદ અને તેના ભાઇ અશરફ અહમદની ગત શનિવારે, 15 એપ્રિલના રોજ પોલીસની હાજરીમાં સરાજાહેર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગેંગસ્ટર્સની સંખ્યાબંધ પોલીસ જવાનોની હાજરીમાં હત્યાથી દેશભરમાં ચકચાર મચી હતી કારણ કે છેલ્લાં ઘણા સમયથી એવી અટકળો થતી હતી કે ઉત્તરપ્રદેશની યોગી સરકારની પોલીસ આ ગેંગસ્ટર્સનું એન્કાઉન્ટ કરવા માગે છે. અગાઉ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ગુંડાને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ખુલ્લી ચેતવણી આપી હતી કે ગેંગસ્ટરોને તેઓ ધૂળ ચાટતા કરી દેશે.

Read More...
ટ્રમ્પે ત્રણ મહિનામાં $34 મિલિયનનું ચૂંટણીભંડોળ મેળવ્યું

પોર્નસ્ટારને મોં બંધ રાખવા માટે નાણા ચુકવવાના આરોપનો સામનો કરી રહેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં ફરી પ્રેસિડન્ટની ચૂંટણી લડવા માટે 2023ના પ્રારંભથી અત્યાર સુધીમાં આશરે

Read More...
સામાન્ય રાહત સાથેેેેેેેેેેેેેેેેેેેેેેેેે ગુજરાતમાં જંત્રીના નવા દરોનો અમલ

ગુજરાતમાં જંત્રીદરોમાં વધારો શનિવાર, 15 એપ્રિલથી અમલી બન્યો હતો. રાજ્ય સરકાર ગુરુવારે નવા દરો જાહેર કર્યા હતા, જે મુજબ વિવિધ પ્રકારના બાંધકામ પર લાગુ પડતી જંત્રી 1.5 ગણી થઇ છે.

Read More...
ભાગેડૂ બિઝનેસમેન મેહુલ ચોક્સીને એન્ટિગાથી હાલ ભારત લાવી શકાશે નહીં

ભાગેડુ બિઝનેસમેન અને 13000 કરોડની છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસીને ભારતને સોંપણીના મુદ્દે એન્ટિગાની કોર્ટમાં તેની જીત થઇ છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે રૂપિયા 13,000

Read More...
કાનૂની કારણોસર તો પ્રેસિડેન્ટપદની સ્પર્ધામાંથી ક્યારેય નહીં ખસુઃ ટ્રમ્પ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે કહ્યું હતું કે, કાનૂની કારણોસર તો પોતે ક્યારેય પ્રેસિડેન્ટપદની સ્પર્ધામાંથી ખસી નહીં જાય. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચિતમાં ટ્રમ્પે કહ્યું હતું કે,

Read More...
ભારત-અમેરિકા મજબૂત અને શાંતિપૂર્ણ વૈશ્વિક સમુદાયના પાયાનું નિર્માણ કરી રહ્યા છે

વોશિંગ્ટનમાં ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા એક મજબૂત, શાંતિપૂર્ણ અને સોહાર્દભર્યા વૈશ્વિક સમુદાય માટે પાયાનું નિર્માણ કરી રહ્યા છે.

Read More...
અમેરિકન સુપ્રીમ કોર્ટે એબોર્શન પિલ પરનો પ્રતિબંધ હંગામી ધોરણે અટકાવ્યો

અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે શુક્રવારે (14 એપ્રિલ) આપેલા એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભપાતની ગોળીની ઉપલબ્ધતાને હંગામી ધોરણે સુરક્ષિત રાખી છે.

Read More...
પેન્સિલવેનિયાના ગુરદ્વારાના 64 વર્ષના ધર્મગુરૂની બાળકી સાથે દુરાચારના આરોપસર ધરપકડ

પેન્સિલવેનિયાની ડેલાવેર કાઉન્ટીના ડ્રેક્સેલ હિલ ગુરદ્વારાના ધર્મગુરૂ, 64 વર્ષના બલવિન્દર સિંઘ સામે તાજેતરમાં 13 વર્ષથી નાની વયની એક વ્યક્તિ ઉપર અભદ્ર હુમલો કરવા,

Read More...
અમેરિકામાં વિદ્યાર્થીઓના જાતીય શોષણ બદલ 6 શિક્ષિકાઓની ધરપકડ

અમેરિકામાં પોતાના સગીર વિદ્યાર્થીઓના જાતીય શોષણ માટે ગત સપ્તાહે બે દિવસના ગાળામાં 6 મહિલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી હતી.આ મહિલા શિક્ષકો પર પોતાના વિદ્યાર્થીઓને ડરાવી,

Read More...
છટણીનો ભોગ બનેલાને વધુ સમય આપવા સિલિકોન વેલીના સાંસદોની વિનંતી

અમેરિકામાં સિલિકોન વેલીના કોંગ્રેસમેનોના એક જૂથે તાજેતરમાં યુએસ સિટિશનશિપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસિઝ(USCISને એક પત્ર લખીને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે થઇ રહેલી છટણી

Read More...

  Sports
ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રાઈઝ મનીમાં જંગી વધારો

રવિવારે ભારતીય ક્રિકેટે દેશની સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં જંગી વધારાનો મોટો નિર્ણય કર્યો હતો. બોર્ડે સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં ધરખમ વધારો કર્યો છે.

Read More...
રાજસ્થાને ગુજરાતને 3 વિકેટે હરાવ્યું, હેટમાયરનો ઝંઝાવાત

રવિવારે IPL 2023ની એક મહત્ત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત સામે ત્રણ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. સિમરોન હેટમાયરની તોફાની બેટીંગેના પગલે રાજસ્થાનનો વિજય થયો હતો.

Read More...
કોહલીનો વર્લ્ડ રેકોર્ડ, ઈંગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર પાછો ધકાલેયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ ગયા સપ્તાહે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં

Read More...
કેન્યાની ચેસ સ્પર્ધામાં યુવાને નકાબ પહેરી મહિલા વર્ગમાં ભાગ લીધો, ઝડપાઈ ગયો

કેન્યાના નાઈરોબીમાં એક યુવાને નકાબ તથા ચશ્મા પહેરી નૈરોબી ચેસ સ્પર્ધાના મહિલા વિભાગમાં ભાગ લીધો હતો. તેના વર્તન, ચાલ અને દેહસૌષ્ઠવથી સ્પર્ધાના અધિકારીઓને શંકા

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ગુજરાતમાં અનિલ અગ્રવાલના સેમિકન્ડક્ટર પ્લાન્ટ સામે અવરોધ

ટેકનોલોજી પાર્ટનર શોધવામાં મુશ્કેલી અને ગુજરાત સરકાર પાસેથી નાણાકીય પ્રોત્સાહનો મેળવવા સામેના પડકારોને કારણે ગુજરાતમાં 19 બિલિયન ડોલરનો સેમિકન્ડર પ્લાન્ટ નાંખવાની અનિલ અગ્રવાલની યોજના હાલમાં અટવાઈ પડી હોવાનું મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે અનિલ અગ્રવાલે ગુજરાતના ધોલેરા ખાતે એક સેમીકન્ડક્ટર (ચિપ્સ) પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. અગરવાલની કંપની વેદાંતા અને તાઈવાનની ફોક્સકોન ગુજરાતમાં 20 અબજ ડોલરનું રોકાણ થવાનું હતું. પરંતુ હવે આ પ્રોજેક્ટમાં અવરોધ પેદા થયા હોય તેમ લાગે છે.

Read More...
ઇન્ફોસિસના ડિવિડન્ડથી અક્ષતા મૂર્તિને રૂ.68 કરોડની કમાણી

તાજેતરમાં ભારતની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામ અને તેની સાથે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. તેનાથી સીધો ફાયદો યુકેના વડાપ્રધાન રિશિ સુનકના ઘર સુધી પહોંચ્યો હતો. રિશિ સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે. ઈન્ફોસિસે ડિવિડન્ડની જાહેરાત કરી તેના કારણે અક્ષતા મૂર્તિને રૂ.68 કરોડથી વધુ આવક થશે. કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે શેર દીઠ 17.50ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

Read More...
સિંગાપોર વિશ્વનું શ્રેષ્ઠ બિઝનેસ હબ, ભારતનો છ સ્થાનનો કૂદકો

ચાલુ વર્ષના બીજા ક્વાર્ટર માટે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના બિઝનેસ એન્વાયર્નમેન્ટ રેન્કિંગ અનુસાર સિંગાપોર આગામી પાંચ વર્ષ માટે વિશ્વમાં શ્રેષ્ઠ બિઝનેસ વાતાવરણ ધરાવતો દેશ બન્યો છે. આ બીજા ક્રમે સમાન સ્કોર સાથે કેનેડા અને ડેનમાર્ક છે. ટોચના 10 દેશમાં અમેરિકા, હોંગકોંગ અને ન્યૂઝીલેન્ડ ઉપરાંત પશ્ચિમ યુરોપના કેટલાંક દેશોનો સમાવેશ થાય છે. એશિયામાં ઓસ્ટ્રેલિયા, તાઈવાન અને દક્ષિણ કોરિયા પણ વૈશ્વિક ટોચના 20 દેશોમાં સ્થાન ધરાવે છે. આ રેન્કિંગ અનુસાર ભારત ૨૦૨૨ના બીજા ક્વાર્ટર અને ૨૦૨૩ના બીજા ક્વાર્ટર વચ્ચે ૬ સ્થાન આગળ વધી ગયું છે.

Read More...
જાણીતા ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું અવસાન

આશરે 19 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું બુધવાર, 12 એપ્રિલે અવસાન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. કેશબ મહિન્દ્રાનો જન્મ 9 ઓક્ટોબર 2023ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. તેમણે યુએસએની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તાજેતરમાં ફોર્બ્સની અબજપતિઓની યાદીમાં કેશબ મહિન્દ્રાને સ્થાન મળ્યું હતું. કેશબ મહિન્દ્રાની સંપત્તિ છેલ્લા આંકડા પ્રમાણે 1.20 બિલિયન ડોલર હતી. તેમણે 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વડપણ સંભાળ્યું હતું. 2012માં તેમણે જવાબદારીઓમાંથી નિવૃત્તિ લીધી હતી.

Read More...
  Entertainment

જૂનમાં ચાર ફિલ્મોની જમાવટ: રૂ.1500 કરોડનો જુગાર ખેલાશે

જૂન મહિનામાં મોટા સ્ટાર્સની ચાર બિગ બજેટ ફિલ્મો આવી રહી છે. જેમાં જવાન, આદિપુરુષ, મૈદાન અને સત્યપ્રેમ કી કથાનો સમાવેશ થાય છે. પઠાણ ફિલ્મની સફળતા પછી શાહરૂખ ખાનનો કોન્ફિડન્સ સાતમા આસમાને છે. શાહરૂખની બીજી ફિલ્મ ‘જવાન’ બીજી જૂને આવી રહી છે અને ત્યારબાદ ૧૬ જૂને પ્રભાસની આદિપુરુષ રિલીઝ થશે. ૨૩મીએ અજય દેવગણની મૈદાન અને ૨૯મીએ કાર્તિક-કિયારાની સત્યપ્રેમ કી કથા આવશે. આ ચાર ફિલ્મોમાં બોલિવૂડના રૂ.૧૫૦૦ કરોડ દાવ પર લાગેલા છે.

Read More...

પ્રિયંકા ચોપરા અમેરિકામાં કેમ સ્થાયી થઇ?

પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને હોલિવૂડમાં પણ પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. તમિલ ફિલ્મ સાથે અભિનયની કારકિર્દી શરૂ કરનાર પ્રિયંકાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘અંદાજ’ હતી. જેમાં તેની સાથે અક્ષયકુમાર અને લારા દત્તાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક પછી એક અનેક ફિલ્મોમાં શાનદાર અભિનયથી બોલિવૂડમાં અગ્રેસર રહેનાર પ્રિયંકા સાથે બોલિવૂડમાં ભેદભાવ થયો હોવાનું સામે આવ્યું છે અને આ અંગે ખુદ પ્રિયંકાએ જ સ્પષ્ટતા કરી છે. પ્રિયંકાએ તેની બોલિવૂડ કારકિર્દી અંગે જણાવ્યું હતું કે, તેણે શા માટે અમેરિકામાં કામ કરવાનું શરૂ કર્યું તેની પાછળ ઘણા કારણો હતા.

Read More...

શાહરુખ ખાનનો વૈશ્વિક દબદબો યથાવત

બોલિવૂડના બાજીગર-કિંગ ખાન, બાદશાહ તરીકે ઓળખાતા શાહરૂખ ખાને વૈશ્વિક સ્તરે પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ટાઈમ મેગેઝિને તૈયાર કરેલા એન્યુઅલ ‘TIME100’ લિસ્ટમાં શાહરૂખ ખાને વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેને ફૂટબોલ લીજન્ડ લીઓનલ મેસ્સી, મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ઓસ્કાર વિનર માઈકલ યેઓહ અને પ્રિન્સ હેરી મેગન મર્કલે કરતાં પણ વધુ મત પ્રાપ્ત થયા છે. ભારતમાં શાહરુખે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ચાર વર્ષના બ્રેક પછી રિલીઝ થયેલી ‘પઠાણ’ ફિલ્મને હોલિવૂડના સ્ટાર્સે પણ વખાણી છે.

Read More...

મલાઇકાની સંબંધોની ફિલોસોફી શું છે?

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરાનું નામ હંમેશા મીડિયામાં ચર્ચાતું રહે છે. તે પોતાની ફિલ્મી કરિયર કરતાં પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. હવે મલાઈકાએ લગ્નને બાબતે ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. મલાઈકા અત્યારે પોતાનાથી ઉંમરમાં નાના એવા એક્ટર અર્જુન કપૂર સાથેના ગાઢ સંબંધોના કારણે ચર્ચામાં રહે છે. તે બંને અવારનવાર સાથે જોવા મળતા હોય છે. હવે તેણે જણાવ્યું છે તે ફરી લગ્ન કરવા માટે વિચારી રહી છે, પરંતુ અત્યારે તે આ અંગે તમામ વાતો જાહેર કરવા ઇચ્છતી નથી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store