Renowned industrialist Keshab Mahindra passed away
(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

આશરે 19 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું બુધવાર, 12 એપ્રિલે અવસાન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. કેશબ મહિન્દ્રાનો જન્મ 9 ઓક્ટોબર 2023ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. તેમણે યુએસએની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તાજેતરમાં  ફોર્બ્સની અબજપતિઓની યાદીમાં કેશબ મહિન્દ્રાને સ્થાન મળ્યું હતું. કેશબ મહિન્દ્રાની સંપત્તિ છેલ્લા આંકડા પ્રમાણે 1.20 બિલિયન ડોલર હતી. તેમણે 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વડપણ સંભાળ્યું હતું. 2012માં તેમણે જવાબદારીઓમાંથી નિવૃત્તિ લીધી હતી.

1947માં કેશબ મહિન્દ્રા પિતાની કંપનીમાં જોડાયા અને 1963માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન બન્યા હતા. ત્યાર પછી 2012માં તેમણે ચેરમેન પદ છોડ્યું અને તેમની જગ્યાએ તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાને ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી ગ્રેજ્યુએટ થયા પછી તેમણે મહિન્દ્રા જૂથમાં ઘણા ફેરફાર કર્યા હતા. એક સમયે મહિન્દ્રા એ ભારતમાં વિલીસ જીપના એસેમ્બલિંગનું કામ કરતી હતી. તેમાંથી તે હવે એક ડાઈવર્સિફાઈડ જૂથ છે અને ઓટોમોબાઈલ ઉપરાંત ફાઈનાન્સ, આઈટી, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસમાં સક્રિય છે. તેઓ દાનપ્રવૃત્તિ માટે પણ જાણીતા હતા.

 

LEAVE A REPLY

5 × 5 =