Shah Rukh Khan's global dominance remains
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'પઠાણ'ના પ્રથમ ટીઝરમાં (PTI Photo)

બોલિવૂડના બાજીગર-કિંગ ખાન, બાદશાહ તરીકે ઓળખાતા શાહરૂખ ખાને વૈશ્વિક સ્તરે પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ટાઈમ મેગેઝિને તૈયાર કરેલા એન્યુઅલ ‘TIME100’ લિસ્ટમાં શાહરૂખ ખાને વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેને ફૂટબોલ લીજન્ડ લીઓનલ મેસ્સી, મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ઓસ્કાર વિનર માઈકલ યેઓહ અને પ્રિન્સ હેરી મેગન મર્કલે કરતાં પણ વધુ મત પ્રાપ્ત થયા છે.

ભારતમાં શાહરુખે  100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ચાર વર્ષના બ્રેક પછી રિલીઝ થયેલી ‘પઠાણ’ ફિલ્મને હોલિવૂડના સ્ટાર્સે પણ વખાણી છે. આ સાથે અનેક હોલિવૂડ સેલિબ્રિટીઝ શાહરૂખ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. શાહરૂખની લોકપ્રિયતા ભારતની સરહદ વટાવીને સમગ્ર દુનિયામાં ફેલાઈ ચૂકી છે, જેનો પુરાવો ટાઈમ મેગેઝિનનું લિસ્ટ છે. તમામ ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝને પાછળ રાખીને શાહરૂખે ‘ટાઈમ ૧૦૦’ લિસ્ટમાં નંબર વનની પોઝિશન મેળવી છે.

આ લિસ્ટમાં શાહરૂખે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ, મેટા કોર્પોરેશનના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઈજ ઈનાસિઓ લુલા દા સીલ્વાને પણ પાછળ રાખ્યા છે. ટાઈમ મેગેઝિન દ્વારા ૧.૨ મિલિયન લોકોના વોટ્સ લેવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ચાર ટકા વોટ સાથે શાહરૂખ પ્રથમ નંબરે છે. ઈરાનમાં સ્વતંત્રતા માટે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓ લિસ્ટમાં બીજા સ્થાને છે. ઈરામાં સપ્ટેમ્બર મહિનાથી મહિલાઓના વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ૨૨ વર્ષની માશા અમીનીએ હિજાબ ન પહેર્યો હોવાથી પોલીસે ડીટેઈન કરી હતી. કસ્ટડીમાં તેનું મોત થયા પછી મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. હેલ્થ કેર પ્રોફેશનલ્સ બે ટકા રીડર્સના વોટ સાથે બીજા નંબરે છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કલે ચોથા છે, તેમને ૧.૯ ટકા વોટ મળ્યા હતા. પાંચમા સ્થાને લીજન્ડરી ફૂટબોલ પ્લેયર લીઓનલ મેસ્સી છે અને તેમને ૧.૮ ટકા વોટ મળ્યા છે.

શાહરૂખ ખાને ચાર વર્ષ બાદ ‘પઠાણ’ ફિલ્મથી કમબેક કર્યું હતું. પ્રારંભિક વિરોધ છતાં આ ફિલ્મે રૂ.૧૦૦૦ કરોડના કલેક્શન સાથે બોક્સઓફિસ છલકાવી દીધી હતી. ફિલ્મ પ્રોડક્શન અને એક્ટિંગ ઉપરાંત શાહરૂખ ખાન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સહ-માલિક છે. મેગેઝિન દ્વારા લેવાયેલા વોટમાં રીડર્સ પાસેથી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિના નામ માગવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

eighteen + ten =