Vol. 3 No. 193 About   |   Contact   |   Advertise 24th March 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
સમગ્ર ગુજરાતમાં લોકડાઉન

ગુજરાત સરકારે સોમવાર, 23 માર્ચની મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યું છે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાના જણાવ્યા પ્રમાણે આ લોકડાઉન આગામી 31મી માર્ચ સુધીના સમયગાળા માટે જાહેર કરાયું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકશે. કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે.
Read More...
188 દેશોમાં 13476 લોકોનાં મોત – 322572 લોકો ચેપગ્રસ્ત
કોરોના વાઈરસનો ચેપ વિશ્વના ૧૮૮ દેશોમાં ફેલાયો છે. આખા વિશ્વમાં ૧૩,૭૪૬ લોકો તેનાં ખપ્પરમાં હોમાયા છે તો ૩,૨૨,૫૭૨ થી વધુ લોકો તેની ઝપટમાં આવી ગયા છે. ૯૫,૯૨૨ લોકો સારવાર પછી સાજા થયા છે. કિલર કોરોના વાઈરસના કેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો છતાં પણ કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3 લાખનો આંકડાે વટાવી ગયો છે.
Read More...
ભારતમાં જનતા કરફ્યુ
ભારતમાં રવિવારે જનતાએ જડબેસલાક રીતે જનતા કરફ્યુનું પાલન કર્યું હતું. બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાઈરસથી એક-એક એમ કુલ ત્રણનાં મોત નીપજતાં દેશમાં કુલ મૃત્યુઆંક 7 થયો હતો અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 365 થઈ ગઈ હતી.
Read More...
કોરોના વાઈરસના રોગચાળાનો મુકાબલો ક્યાં, કેવી રીતે થઈ રહ્યો છે?
ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક દિવસ દેશમાં જનતા કરફયુ પાળવા એલાન કર્યું હતું, તે મહદ્ અંશે સફળ રહ્યું હતું. જો કે, કેટલાક રાજ્યોમાં લોકો સાવચેતીના પગલાંની સલાહનું પાલન કરતા નહીં હોવાનું જણાતા પંજાબ અને મહારાષ્ટ્રમાં તો રાજ્ય સરકારોએ કાનૂની રીતે કરફયુની જાહેરાત કરી હતી
Read More...
કોરોનાથી અસરગ્રસ્ત કંપનીઓને 420 બિલિયન ડોલરની મદદ
કોરોના વાઈરસનો ફેલાવો અને મૃત્યુનો આંક વધી રહ્યો છે ત્યારે બ્રિટનનુ અર્થતંત્ર ખોરવાઇ ન જાય તે આશયે 330 બિલિયન પાઉન્ડની લોન ગેરંટીની જીવાદોરી બ્રિટન સરકાર બિઝનેસીઝને આપશે. આ ઉપરાંત કરમાંથી કપાત, ગ્રાંટ અને અન્ય મદદ માટે વધુ 20 બિલિયન પાઉન્ડ પૂરા પડાશે. Read More...
યુકેમાં નવા બનાવેલા વેન્ટિલેટર આવતા અઠવાડિયે તૈયાર
બ્રિટને કોરોના વાઈરસના રોગચાળા સામે લડવા માટે હજારો વેન્ટિલેટર બનાવવા માટે ઇન્ડસ્ટ્રીને કરેલી અપીલ રંગ લાવી છે અને ટોચની અડધા ડઝનથી વધુ કંપનીઓએ એક પ્રોટોટાઇપ તૈયાર કરી લીધું છે અને આવતા અઠવાડિયાના અંત સુધીમાં હોસ્પિટલોમાં ઉપયોગ માટે વેન્ટિલેટર તૈયાર થઇ જશે.
Read More...
સરકારને વિશેષ સત્તા આપતો ઇમરજન્સી કોરોના વાઈરસ કાયદો મહિનાના અંત પહેલા અમલી બનશે
કોરોના વાઈરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે સરકારને સત્તા આપવા ઘડાયેલા ઇમરજન્સી કાયદાની વિગતો સરકારે જાહેર કરી છે. સરકારની આ સત્તા કામચલાઉ, બે વર્ષ સુધી મર્યાદિત રહેશે. સરકારે કહ્યું છે કે જ્યારે અને જ્યાં જરૂર પડશે ત્યારે જ તેનો ઉપયોગ કરાશે.
Read More...
અમેરિકા, યુકે સહિતના દેશોએ નાગરિકોને સીધી કે આડકતરી આર્થિક સહાય જાહેર કરી
ચીન, અમેરિકા, ઈટાલી જેવા દેશોમાં તાળાબંધીની સ્થિતિના કારણે અનેક દેશોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. લોકો પર જીવના જોખમની સાથે આર્થિક સંકટની પણ સમસ્યા ઊભી થઈ છે. આવા સમયે અમેરિકા, સિંગાપોર, હોંગકોંગે નાગરિકોને પ્રત્યક્ષ રોકડ સહાયની જાહેરાત કરી છે.
Read More...
પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે ટ્ર્મ્પ
ફલોરિડા જેવા પોતાના ગૃહ રાજ્યમાંથી વચનબધ્ધ ડેલીગેટ્સ તરફથી સમર્થન માટે પુરતા મત મેળવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના અમેરિકાના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર બન્યા હતા.નેશનલ ડેલીગેટ કાઉન્ટ અનુસાર, ટ્રમ્પને ૧૩૩૦ મત મળ્યા હતા. ૨૫૫૦ પ્લેજ્ડ (વચનબધ્ધ) ડેલીગેટ્સ પૈકા ટ્રમ્પને ૧૨૭૬ મત મળ્યા હતા.
Read More...
અમેરિકન એરલાઇન્સે સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી
કોરોનાને કારણે મોટા ભાગની એરલાઇન્સ કટોકટીનો સામનો કરી રહી છે ત્યારે અમેરિકાની એરલાઇન્સોએ સરકાર પાસે ૫૦ અબજ ડોલરના રાહત પેકેજની માગ કરી છે. એરલાઇન્સ ફોર અમેરિકાએ એેક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અમેરિકન એરલાઇન્સ ૯/૧૧ કરતા પણ વધારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે.
Read More...
પેઢીગત સંઘર્ષને ટાળવાનું નિરાકરણ
પ્રશ્નઃ જૂની અને નવી પેઢી આજના દિવસે તીવ્રતમ મતભેદ ધરાવતી હોવાનું લાગે છે. જૂની પેઢીનો અનુભવ અને યુવા પેઢીની ઉર્જા સાથેમળીને કેવી રીતે કાર્યરત બની શકે? સદ્્ગુરુ ઃ જૂની અને નવી પેઢીના મતભેદો આજના નહીં હંમેશથી ચાલ્યા આવે છે.
Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

ભારતમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડાની શક્યતા

ભારત સરકાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન કવાર્ટરમાં બેંકો દ્વારા એફડી જેવી જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડો છતાં સરકારે આ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. બેંકો ઘણા લાંબા સમયથી ફરિયાદ કરી રહી છે કે સ્મોલ સેવિંગ સ્કીમ પર સરકારની તરફથી વધુ વ્યાજ આપવાના કારણે તે અન્ય જમા યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે તેમ નથી. હાલમાં એક વર્ષની ડિપોઝીટ યોજનાઓ અને સ્મોલ સેવિંગ સ્કીમ પર મળનાર વ્યાજમાં લગભગ એક ટકાનું અંતર છે. સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરમાં સંશોધન ત્રિમાસિક કવાર્ટરને આધારે થાય છે.
Read More...

ઇંડિગોએ સિનિયર કર્મચારીઓના પગારમાં 25 ટકાનો ઘટાડો કર્યો
કોરોના વાયરસના કારણે એવિએશન સેક્ટરને સૌથી વધુ આર્થિક ફટકો વાગ્યો છે. મુસાફરોની સંખ્યા ઘટી જવાના કારણે ઇંડિગો એરલાઈન્સે પોતાના કર્મચારીઓના પગાર પર કાપ મુકવાનો નિર્ણય લીધો છે. દેશની ટોચની વિમાની સેવા કંપની ઇંડિગો એરલાઈન્સે પોતાના સીઈઓ સહિત અન્ય વરિષ્ઠ કર્મચારીઓના વેતનમાં ૨૫ ટકા સુધીનો કાપ મુકવાનો નિર્ણય લીધો છે.કોરોના વાયરસ સંકટના કારણે એવિએશન સેક્ટર પર પડેલી વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને કંપનીના સીઈઓ રંજય દત્તાએ કંપનીની ‘એ’ અને ‘બી’ શ્રેણીના કર્મચારીઓને છોડીને બાકીના તમામ કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા પહેલી એપ્રિલ, ૨૦૨૦થી લાગુ થશે. ‘એ’ અને ‘બી’ શ્રેણીના કર્મચારીઓનું વેતન પહેલેથી જ ઓછું છે અને સૌથી વધારે કર્મચારીઓ આ શ્રેણી અંતર્ગત આવે છે.
Read More...

કારફોન વેરહાઉસ 2,900 કર્મચારીઓને છૂટાં કરશે
ઇન્ડિપેન્ડન્ટ ફોન રિટેઈલર કારફોન વેરહાઉસ ત્રીજી એપ્રિલના રોજ પોતાના ૫૩૧ સ્ટોર બંધ કરી દેશે અને તેના સાથે જ ૨,૯૦૦ કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરવામાં આવશે. કંપનીએ પોતાના નિર્ણયને કોરોના વાયરસની મહામારી સાથે કોઈ સંબંધ ન હોવાની તથા પોતાની આંતરરાષ્ટ્રીય કામગીરી અને આયરલેન્ડના ૭૦ સ્ટોરને તેનાથી કોઈ અસર નહીં પહોંચે તેવી સ્પષ્ટતા કરી હતી.
Read More...
  Entertainment

‘સ્ટેટ ઓફ સીજ’: 26/11 પર બની રહેલા શોમાં અર્જુન બિઝલાની દેખાશે

ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઈવ પર વધુ એક રસપ્રદ ડ્રામા આવી રહ્યો છે જેનું નામ છે ‘સ્ટેટ ઓફ સીજ’. મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલા દરમ્યાન ભારતના જાંબાઝ એનએસજી કમાન્ડોએ કઈ રીતે ઓપરેશન પાર પાડ્યું હતું તેની વાર્તા આ શોમાં રજૂ કરવામાં આવશે.આ એક્શન-ડ્રામામાં દર્શકો સામે ૬૦ કલાકના આતંક અને અથડામણની એ ગોઝારી ઘટના ફરી ઊભી થશે જેમાં અનેક બહાદુરોએ પોતાની જિંદગી દેશને નામ કરી દીધી હતી.
Read More...

ટીવી એક્ટર આશિષ શર્મા પ્રોડ્યુસર બન્યો
જાણિતો ટીવી એક્ટર આશિષ શર્મા અને તેની પત્ની અર્ચના ટાઈડે શર્માએ એક નવી પ્રોફેશ્નલ ઈનિંગની શરુઆત કરી છે. આ બંને કપલ હવે સત્તાવાર રીતે નિર્માતા બની ગયાં છે. તેઓ ચોથી સિરિયલ પારો એક નઈ સુબહ નામની સિરિયલના નિર્માતા બન્યાં છે.આ સિરિયલ દૂરદર્શનની ડીડી કિસાન ચેનલ પર ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ દંપત્તિએ અગાઉ 2019માં ખીજડી ફિલ્મનું નિર્માણ કર્યું હતું.આ ફિલ્મમાં આશિષ શર્માએ ટ્રાન્સજેન્ડરનો લીડ રોલ પણ કર્યો હતો. આ રોલની તેને ભારે આલોચનાઓ પણ સહન કરવી પડી હતી. તેણે પોતાની સિરિયલ વિશે ઈન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરી હતી. તેણે આ સિરિયલ દ્વારા મહિલા સશક્તિકરણના મુદ્દાને આગળ કર્યો છે.
Read More...

તારા સુતરિયા એક વિલન 2માં સિંગરના રોલમાં જોવા મળશે
‘એક વિલન 2’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં તારા સુતરિયાની એન્ટ્રી થઇ ગઈ છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ અને ‘મરજાવા’ ફિલ્મ બાદ આ તારાની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં આદિત્ય રોય કપૂર, જ્હોન અબ્રાહમ અને દિશા પટણી છે. દિશા જ્હોનની ઓપોઝિટ કાસ્ટ થઇ છે અને તારા આદિત્યની ઓપોઝિટ કાસ્ટ થઇ છે.
Read More...

કો સ્ટાર સાથે લગ્ન કરનારી ટોપ ટેન ટીવી સેલિબ્રિટી
પ્રેમ કોઈ પણ સ્થાને કોઈપણ સમયે થઈ શકે છે. તે શૂટિંના સેટ પર પણ થઈ શકે છે. તમે ટીવી પર જે કલાકારોને 24 કલાક વર્ષોથી જોઈ રહ્યાં છો તેમને પણ આવો જ કંઈક પ્રેમ થયો છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી સેલિબ્રિટીએ એક સાથે કામ કરતાં કો સ્ટાર્સ સાથે લવ કર્યો છે. આવા કેટલાક કપલ્સની વાત ગરવી ગુજરાત આપની સમક્ષ કરી રહ્યું છે.
Read More...
 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]