Vol. 1 No. 21 About   |   Contact   |   Advertise 22th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 



  UK News
કોરોનાવાયરસ એન્ટિબોડી ટેસ્ટના વેચાણ બદલ સુપરડ્રગની ટીકા

કોરોનાવાયરસ માટે ઘરે કરી શકાય તેવા એન્ટિબોડી ટેસ્ટનું £69માં વેચાણ કરી “રોગચાળામાંથી નફો કરવા” બદલ સુપરડ્રગની ટીકા કરવામાં આવી રહી છે. જો કે રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના ચીફ સાયન્ટિસ્ટ જીનો માર્ટિનીએ જણાવ્યું હતું કે, ‘’હાલમાં કોઈ પણ એન્ટિબોડી ટેસ્ટ આંશિક ચિત્ર જ આપી શકે છે. વાસ્તવિક મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિ રોગપ્રતિકારકતાના સ્તરને જાણતો નથી.’’ટેસ્ટના નિર્માતા એબોટે અમારા સહોગી મેગેઝીન ફાર્મસી બિઝનેસને ગુરુવારે (21 મે)એ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘’તે કોવિડ-19 એન્ટિબોડીઝનો ટેસ્ટ કરવા માટેની ડીવાયવાય કિટ નથી.
Read More...
બ્રિટિશ-મુસ્લિમ સેલીબ્રીટીઝે ઇદ પ્રસંગે ખાસ વીડિયો બનાવ્યો
અગ્રણી બ્રિટિશ-મુસ્લિમ સેલીબ્રીટીઝના જૂથે ઇદ પ્રસંગે એક ખાસ વીડિયો બનાવ્યો છે, જે મુસ્લિમ સમુદાયને ઇદની મહત્વપૂર્ણ ઉજવણી માટે પ્રોત્સાહિત કરવા અને સામાજિક અંતર, આરોગ્ય અને સલામતીનાં પગલાં અંગેની સરકારની કેટલીક માર્ગદર્શિકાઓ અંગે માહિતગાર કરી કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે બનાવવામાં આવ્યો છે.
Read More...
બેરોજગારી ભથ્થુ લેનારા લોકોની સંખ્યા 2.1 મિલિયન થઇ
બેરોજગારી ભથ્થુ લેનારા લોકોની સંખ્યામાં લોકડાઉન પછી 856,500 લોકોનો ઉમેરો થયા બાદ ભથ્થુ લેનારા લોકોની સંખ્યા 2.1 મિલિયન થઇ છે. બેકાર થનાર લોકોની સંખ્યા જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 50,000 જેટલી વધી છે જે કુલ 1,35 મિલીયન છે. એપ્રિલમાં જેમને પગાર મળ્યો છે તેવા કર્મચારીઓની સંખ્યા માર્ચની સરખામણીએ 1.6 ટકા ઘટી છે.
Read More...
  international news
સમગ્ર વિશ્વમાં પાંચ મહિનામાં કોરોના વાયરસના 50 લાખ કેસઃ 3.25 લાખ લોકોનાં મોત
ચીનમાંથી શરુ થયેલા અને ત્યારબાદ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ ગયેલા કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે.વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રસરી ચૂકેલા આ વાયરસનો ચેપ લાગવાથી અત્યારસુધી 3.25 લાખ લોકોનાં મોત થયા છે.એટલું જ નહીં, તેને રોકવા માટે અનેક દેશોએ લાગુ કરેલા લોકડાઉનને લીધે કરોડો લોકો બેરોજગાર બન્યા છે, અને ગરીબીની ગર્તામાં ધકેલાઈ ચૂક્યા છે. WHOના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 1,06,000 નવા કેસો નોંધાયા છે.
Read More...
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 294,152 કેસ નોંધાયા
દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ બ્રાઝિલ હવે કોરોના વાયરસનું કેન્દ્ર બનતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 17,408 નવા કેસ સામે આવ્યા અને 1,179 લોકોના મોત થયા. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 294,152 કેસ નોંધાયા છે અને 19,038 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં હજુ કોરોના વાયરસના કેસ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યાંના હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બ્રાઝિલમાં જૂન મહિનામાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થશે.
Read More...
અમેરિકામાં કોરોના સંક્રમિત મૃતકોના સન્માનમાં નેશનલ ફ્લેગ અડધી કાઠીએ ફરકાવાયો
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 51.99 લાખ કેસ નોંધાયા છે. 3 લાખ 34 હજાર 621 લોકોના મોત થયા છે. 21.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે કોરોનામાં મરનાર લોકોના સન્માનમાં આગામી ત્રણ દિવસ સુધી તમામ સરકારી બિલ્ડિંગ અને રાષ્ટ્રીય ધરોહરો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
Read More...
પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના, લાહોરથી કરાચી જઈ રહેલું વિમાન ક્રેશ
પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાચી જઈ રહેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું છે. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટના અંગે પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિમાન એ-320માં 90 મુસાફર સવાર હતા. વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાનના કરાચીમાં તમામ મોટી હૉસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
Read More...
 



THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમા છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6 હજાર કેસ નોંધાયા, 148ના મોત

ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખ 18 હજારથી વધારે થઇ ગયો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ અનુસાર, હાલ કુલ દર્દીઓની સંખ્યા 1,18,447 સુધી પહોંચી છે. તેમાંથી 3583 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. રાહતની વાત છે કે કોરોનાને હરાવનાર લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 48,534 લોકો ઠીક થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 6088 નવા કેસ સામે આવ્યા છે અને 148 લોકોના મૃત્યુ થયા છે.છેલ્લા કેટલાય દિવસથી દર્દીઓની સંખ્યા દરરોજ 5 હજારનો આંકડો પાર કરી રહી છે. Read More...

ઓગસ્ટ સુધીમાં ભારતમાં કોરોના વાયરસને કારણે 34 હજાર લોકોના મોત થઈ શકે છે: રિસર્ચ
સમગ્ર દુનિયા કોરોના સંકટથી ઝઝૂમી રહી છે. ભારતમાં ચોથી વખત લોકડાઉન લાગુ કર્યા બાદ પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાંજ પાકિસ્તાન પણ કોરોના સંકટનો સામનો કરી રહ્યુ છે. હવે એક શોધમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, બંને દેશમાં જો કોરોના વાયરસના કેસ આ જ ગતિથી વધતા રહ્યા તો ઓગસ્ટ સુધીમાં ભારતમાં મૃત્યુઆંક 34 હજાર અને પાકિસ્તાનમાં 5 હજારને પાર થઈ જશે.
Read More...

ભારત પીપીઈ કીટનુ ઉત્પાદન કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો
કોરોનાના સંકટ સમયે ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. કોરોના વાઈરસની લડતમાં વ્યક્તિગત સલામતી પોશાક એટલે કે પીપીઈ કિટ મુખ્ય સુરક્ષા કવચ છે. પીપીઈ કિટ કોરોના વોરિયર્સને કોરોના સંક્રમણથી બચાવે છે અને માત્ર બે મહિનામાં ભારત દુનિયામાં સૌથી વધારે પીપીઈ કિટ બનાવનારો બીજો દેશ બની ગયો છે.સરકારે ગુરૂવારે એ જાણકારી આપી કે ભારત બે મહિના કરતા ઓછા સમયમાં જ વ્યક્તિગત સલામતી પોશાકનુ ઉત્પાદન કરતો દુનિયાનો બીજો દેશ બન્યો છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કુલ કોરોના કેસના દર્દીઓનો આંકડો 12910 થયોઃ કુલ મૃત્યુઆંક 773
ગુજરાતમાં રોજ ડબલ ડીઝીટના મોતને આંકડાથી લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મૃત્યુના ૨૨ ટકા મોત તો માત્ર ગુજરાતમાં નોંધાયા છે.આમ,ઉંચો મૃત્યુદર હજુય રોકાઇ શક્યો નથી. આજે વધુ ૨૪ દર્દીઓ મોતને ભેટયાં હતાં પરિણામે ગુજરાતનો મૃત્યુઆંક ૭૭૩ થયો છે. આ ઉપરાંત આખા રાજ્યમાં નવા ૩૭૧ કેસો નોંધાયા હતાં જેથી રાજ્યાના કુલ કેસોનો આંકડો ૧૨૯૧૦ થયો છે.
Read More...
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના સૌથી વધુ મોત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા
ગુજરાતમાં રિકવરી રેટ 42 ટકા અને દેશમાં રિકવરી રેટ 41 ટકા છે. અમદાવાદના સિવિલમાં ઓછો રિકવરી રેટ છે જે ગંભીર બાબત છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ દર્દીના મોત સિવિલ હોસ્પિટલમાં જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના પોઝિટિવ કેસોના આંકડા સતત વધી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતા પણ ઓછો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ માત્ર 32 ટકા જ છે.અમદાવાદમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તાના વિવાદ મામલે અસારવા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે ખુલાસો કર્યો હતો.
Read More...
25 મેથી અમદાવાદથી ફ્લાઈટ સેવા શરૂ, ટ્રેન સેવા માટે રીઝર્વેશન કાઉન્ટર શરુ કરાયા
કોરોના વાયરસની મહામારી વચ્ચે લૉકડાઉન 4 દરમિયાન ગુજરાતમાં વેપાર ધંધા શરુ થયાં છે. તેની સાથે બસ અને ટ્રેનની સગવડો પણ શરુ કરવામાં આવી છે. ગુજરાતને ફાળે હાલમાં 10 જેટલી ટ્રેનો આવી છે. ત્યારે હવે રાજ્યમાં હવાઈ સેવા પણ શરુ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા 25મેથી દેશભરમાં તબક્કાવાર એરલાઈન્સ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. દેશભરમાંથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું આવાગમન શરૂ 25 મેથી શરૂ થઇ જશે.

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store