વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 51.99 લાખ કેસ નોંધાયા છે. 3 લાખ 34 હજાર 621 લોકોના મોત થયા છે. 21.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે કોરોનામાં મરનાર લોકોના સન્માનમાં આગામી ત્રણ દિવસ સુધી તમામ સરકારી બિલ્ડિંગ અને રાષ્ટ્રીય ધરોહરો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 16.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 96 હજાર 354 હજાર લોકોના મોત થયા છે. 3.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઈરસનો બીજા તબક્કો આવશે તો અમેરિકાને બંધ કરવામાં આવશે નહીં. સ્વસ્થ રાજ્ય માટે કાયમી લોકડાઉનએ અમારી રણનીતિ નથી. દેશને બંધ કરવાનો અમારો કોઈ વિચાર નથી. ક્યારેય ખતમ ન થનાર લોકડાઉન એક જાહેર સ્વાસ્થ્યના જોખમને આમંત્રણ આપે છે. આપણા લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે અર્થવ્યવસ્થાને ખોલવી પડશે.