Vol. 1 No. 14 About   |   Contact   |   Advertise May 11, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કિગ ચાર્લ્સ ત્રીજાનો ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક

યુકેમાં મહારાણીના રાજ્યાભિષેકના 70 વર્ષો પછી પ્રથમ વખત 1,000 વર્ષ પહેલાંની પેજન્ટ્રીના ભવ્ય પ્રદર્શન સમાન સંગીત અને સીમ્બોલીઝમથી ભરેલા શાનદાર સમારોહમાં લંડનના સુવિખ્યાત વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સના માથા પર 360 વર્ષ જૂનો સેન્ટ એડવર્ડનો તાજ મૂકીને આર્ચબિશપ ઓફ કેન્ટરબરી દ્વારા રાજ્યાભિષેક કરાયો હતો. 1066ના વિલિયમ ધ કોન્કરરના સમયથી ચાલી આવતા ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ બે કલાકના સમારોહમાં ક્વીન કોન્સર્ટ કેમિલાને પણ 1911માં બનાવાયેલો તાજ પહેરાવી રાણી તરીકે રાજ્યાભિષેક કર્યો હતો.

Read More...
ખ્રિસ્તી રાજાના રાજ્યાભિષેકમાં હિન્દુ વડાપ્રધાને બાઈબલમાંથી પઠન કર્યું

રાજ્યાભિષેક સમારંભમાં ભારતીય મૂળના હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકે બાઈબલનો એક પાઠ વાંચીને ઈતિહાસ સર્જ્યો હતો. ૪૨ વર્ષીય બ્રિટિશ હિન્દુ નેતા સુનકે રાજ્યાભિષેક સમયે બ્રિટનના

Read More...
સોનમે ‘નમસ્તે’ સાથે સંબોધનની શરૂઆત કરીઃ કોમનવેલ્થની મહત્તા, વૈવિધ્યની વાત

ભારતીય અભિનેત્રી સોનમ કપૂરે કિંગ ચાર્લ્સ-3 અને રાણી કેમિલાની તાજપોશીની ઉજવણી માટેના કોરોનેશન કોન્સર્ટમાં કોમનવેલ્થ વિશે સંબોધન કર્યુ હતુ. આ ઇવેન્ટમાં પોપ સ્ટાર્સ કેટી પેરી

Read More...
ઇમિગ્રેશન સિસ્ટમ ‘અત્યાધુનિક’ બનાવો, તેનો ‘રાજકીય સાધન’ તરીકે ઉપયોગ ન કરોઃ વ્હાઇટ હાઉસ

અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અત્યાધુનિક કરવાની જરૂર છે ત્યારે યુએસ કોંગ્રેસમાં બહુમતી ધરાવતા રીપબ્લિકનોએ તેનો રાજકીય સ્ટંટ અથવા રાજકીય સાધન તરીકે ઉપયોગ ન કરવો જોઈએ,

Read More...
મિશિગનમાં દિવાળી, વૈશાખી અને ઇદને જાહેર રજા ગણવા બિલ રજૂ કરાયું

મિશિગન હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં દિવાળી, વૈશાખી અને ઇદ પ્રસંગે જાહેર રજા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. મિશિગન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતીય અમેરિકન

Read More...
ટેક્સાસના મોલમાં અંધાધૂંધ ફાયરિંગમાં ભારતીય સહિત 9 મોત, સાત ઘાયલ

અમેરિકાના ટેક્સાસના એક મોલમાં શનિવારે બંદૂકધારીએ કરેલા આડેધડ ફાયરિંગમાં 9 લોકોના મોત થયાં હતાં અને સાત લોકો ઘાયલ થયાં હતાં. આ હુમલામાં ઐશ્વર્યા થટ્ટીકાંડી નામની

Read More...
બાઇડેને નીરા ટંડનની ડોમેસ્ટિક પોલિસી એડવાઇઝર તરીકે નિમણુંક કરી

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ઇન્ડિયન અમેરિકન નીરા ટંડનની ડોમેસ્ટિક પોલિસી એડવાઇઝર તરીકે તાજેતરમાં નિમણુંક કરી છે. આ પદ સંભાળનાર તે ભારતીય જ નહીં એશિયન મૂળની

Read More...
કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પના ચાર સમર્થકો રાષ્ટ્રદ્રોહ બદલ દોષિત

અમેરિકામાં કેપિટોલ હિલ (સંસદ ભવન) ખાતે છ જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ હુમલો કર્યો તેના કાવતરામાં ચાર યુવાનો રાષ્ટ્રદ્રોહ બદલ દોષિત ઠર્યા છે.

Read More...
ગુજરાતના 68 જજોની બઢતીને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ

સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ

Read More...
ગુજરાતમાં તલાટીની 3,437 ખાલી જગ્યાઓ માટે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી

ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે લોખંડી

Read More...

  Sports
ગુજરાત આઈપીએલમાં ટોપ પર, પ્લે ઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત

આઈપીએલમાં મે મહિનાના પહેલા સપ્તાહના અંતે ગુજરાત ટાઇટન્સે પોઈન્ટ્સ ટેબલમાં 16 પોઈન્ટ્સ (11 મેચમાંથી 8માં વિજય, 3માં પરાજય) સાથે ટોપ પોઝિશન જાળવી રાખી પ્લે ઓફ્સના

Read More...
દોહા ડાયમંડ લીગમાં ભારતના નીરજ ચોપરાનો એક વધુ ગોલ્ડ મેડલ

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ એથ્લેટિક્સમાં નવી સિઝનની શરૂઆત ગોલ્ડ મેડલ સાથે કરી છે. નીરજ ચોપરાએ ગયા સપ્તાહે શુક્રવારે પ્રથમ પ્રયાસમાં જ 88.67

Read More...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાંથી કે. એલ. રાહુલ બહાર, ઈશાન કિશનનો સમાવેશ

ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટેની ટીમમાં કે. એલ. રાહુલના સ્થાને ઈશાન કિશનના સમાવેશની જાહેરાત કરી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલની એક

Read More...
આઈપીએલમાં પંજાબનો સતત ચાર મેચમાં 200થી વધુ રનનો રેકોર્ડ

શિખર ધવનના સુકાનીપદ હેઠળની પંજાબ કિંગ્સની ટીમે ગયા સપ્તાહે આઈપીએલમાં એક વિશિષ્ટ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. ટીમે સતત ચાર મેચમાં 200થી વધુ રન કર્યા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અજય બાંગા જૂનમાં વર્લ્ડ બેન્કના વડાનો કાર્યભાર સંભાળશે

વર્લ્ડ બેન્કે બુધવારે તેના નવા વડા તરીકે મૂળ ભારતીય અજય બાંગાના નામની જાહેરાત કરી હતી. બાંગા વર્લ્ડ બેન્કના વડા બનનારા પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે.માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઇઓ બાંગાને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં વિશ્વ બેન્કના પ્રેસિડેન્ટ તરીકે નોમિનેટ કર્યા હતા. વિશ્વ બેન્કના બોર્ડે પાંચ વર્ષની મુદત માટે બાંગાની નિમણૂકની તરફેણમાં મત આપ્યો હતો. બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બોર્ડ વર્લ્ડ બેન્ક ગ્રૂપ ઇવોલ્યુશન પ્રક્રિયા અંગે બાંગા સાથે મળીને કામ કરવા માંગે છે.” બાંગા બીજી જૂને ડેવિડ માલપાસ પાસેથી હોદ્દો મેળવશે. માલપાસે ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હતું.

Read More...
સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં ભારત નવમા ક્રમે

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વમાં વધુ ગોલ્ડ રિઝર્વ રાખનાર ટોચના દેશોની યાદી જાહેર કરી હતી. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ગોલ્ડ રિઝર્વ મામલે ટોપ પર છે. 8,133 મેટ્રિક ટન સોના સાથે અમેરિકા પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે. આ યાદીમાં જર્મની 3,355 મેટ્રિક ટન સોનું સાથે બીજા અને ઇટલી 2,452 મેટ્રિક ટન સોના સાથે ત્રીજા ક્રમે આવે છે. ભારતની સેન્ટ્રલ બેન્ક પાસે 787 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે અને તે આ યાદીમાં નવમાં ક્રમે આવે છે. આ ઉપરાંત ફ્રાન્સ પાસે 2,437 મેટ્રિક ટન, રશિયા પાસે 2,299 મેટ્રિક ટન, ચીન પાસે 2,011 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે.

Read More...
બેંક ફ્રોડ કેસમાં જેટ એરવેઝના સ્થાપકના નિવાસસ્થાને CBIના દરોડા

રૂ.538 કરોડના કથિત બેન્ક કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને એરલાઇનની જૂની ઓફિસો પર શુક્રવારે દરોડા પાડ્યાં હતા. જાહેર ક્ષેત્રની બેન્ક કેનેરા બેંકની ફરિયાદને આધારે સીબીઆઈએ નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા, ભૂતપૂર્વ ડાયરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટી અને બેંકના અજાણ્યા અધિકારીઓ સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં વ્યક્તિઓ પર ફંડ ડાયવર્ટ કરવાનો અને બેંકને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. સૂત્રો જણાવ્યું હતું કે સાત સ્થળો પરના દરોડાની કાર્યવાહી જેટ એરવેઝના નવા માલિકો જાલાન કાલરોક કન્સોર્ટિયમ સાથે જોડાયેલી ન હતી.

Read More...
અમેરિકામાં વ્યાજદરો 16 વર્ષની ટોચે પહોંચ્યાં

ફુગાવાને અંકુશમાં લેવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વે 14 મહિનામાં વ્યાજદરમાં 10મી વખત વધારો કર્યો હતો. વ્યાજદરમાં 0.25 ટકાના વધારા સાથે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં વ્યાજદરો 16 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યાં છે. જોકે ફેડે હવે વ્યાજદરમાં વધારા પર વિરામનો પણ સંકેત આપ્યો હતો. લેટેસ્ટ રેટહાઇકને પગલે અમેરિકામાં બેન્ચમાર્ક રેટ વધીને 5% અને 5.25%ની રેન્જમાં આવી ગયા છે. માર્ચ 2022માં વ્યાજદર શૂન્યની નજીક હતો. ઊંચા દરોથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઋણ ખર્ચમાં તીવ્ર વધારો કર્યો છે, જે હાઉસિંગ જેવા ક્ષેત્રોમાં મંદીને લાવી શકે છે.

Read More...
  Entertainment

ફિલ્મફેર એવોર્ડ્ઝ 2023ઃ આલિયા ભટ્ટ શ્રેષ્ઠ અભિનેત્રી અને રાજકુમાર રાવ શ્રેષ્ઠ અભિનેતા

68મા ફિલ્મફેર એવોર્ડ્સ 2023 સમારંભનું તાજેતરમાં મુંબઇ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રેખા, જાહ્નવી કપૂર, નોરા ફતેહી, વિકી કૌશલ અને અન્ય ઘણા ફિલ્મકારોએ રેડ કાર્પેટ પર સ્ટાઇલમાં વોક કરતાં થઈ હતી. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સનું સંચાલન સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેની સાથે આયુષ્માન ખુરાના-મનીષ પોલ સ્ટેજ પર જોડાયા હતા. આ વખતે જ્યારે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રાજકુમાર રાવને મળ્યો, ત્યારે આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો હતો. ફિલ્મકાર સંજય લીલા ભણસાલીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

Read More...

“ધ કેરળ સ્ટોરી” ફિલ્મ પર બંગાળમાં પ્રતિબંધ, મધ્યપ્રદેશમાં ટેક્સફ્રી

કેરળમાં હિન્દુ યુવતીઓને મુસ્લિમ બનાવીને તેમને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં સામેલ કરવામાં આવતી હોવાનું દર્શાવતી ફિલ્મ “ધ કેરળ સ્ટોરી”ના મુદ્દે ભારતમાં જોરદાર રાજકારણ રમાઈ રહ્યું છે. સત્તાધારી ભાજપ આ ફિલ્મને સમર્થન આપી રહ્યો છે, જ્યારે કથિત બિનસાંપ્રદાયિક પક્ષો તેનો વિરોધ કરી રહ્યાં છે. મમતા બેનરજીની પશ્ચિમ બંગાળ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે, જ્યારે તમિલનાડુમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી રહી નથી. બીજી તરફ ભાજપ શાસિત મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ ફિલ્મને ટેક્સફ્રી કરી છે.

Read More...

અજય દેવગણે અભિનય છોડવાનું વિચાર્યું હતું

ત્રણ દાયકાની કારકિર્દી પછી અજય દેવગણે આજે પણ ટોચના અભિનેતાઓમાં સ્થાન મેળવ્યું છે. 1990ના દાયકામાં અજય દેવગણ પાસે છ-છ ફિલ્મો હાથ પર રહેતી હતી. આમ છતાં, તેણે અભિનય છોડવાની ઈચ્છા થતી હતી. ફિલ્મોના શૂટિંગ સતત ચાલુ રહેતા હોવાથી ફેમિલી સાથે વેકેશન માણવા માંડ બે દિવસ મળતા હતા અને એક તબક્કો એવો આવ્યો જ્યારે ફિલ્મો પ્રત્યેનો અજય દેવગણનો પ્રેમ ઓછો થઈ ગયો અને એક્ટિંગ પ્રત્યે અણગમો આવી રહ્યો હતો. તાજેતરમાં અજય દેવગણે એક એવોર્ડ ફંક્શન દરમિયાન જણાવ્યું હતું કે,

Read More...

ઝીન્નત અમાનની સફળતા દેવઆનંદને આભારી

એક જમાનામાં બોલીવૂડમાં ગ્લેમર અને સ્ટારડમનો પર્યાય ગણાતા ઝીન્નત અમાને 1970માં હલચલ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. જોકે, તેને યોગ્ય સફળતા દેવઆનંદની ક્લાસિક ફિલ્મ ‘હરે રામ હરે ક્રિશ્ના’થી મળી હતી. આ ફિલ્મનું યાદગાર ગીત ‘દમ મારો દમ…’ દાયકાઓથી સંભળાતું અને ગવાતું આવ્યું છે. આ ફિલ્મે ઝીન્નત અમાનને રાતોરાત સ્ટાર બનાવી દીધાં હતાં. તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન, પોતાના માટે દેવઆનંદ જ સ્ટાર મેકર હોવાનું કહ્યું હતું. ઝીનત અમાન થોડા મહિનાઓ પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર જોડાયાં છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store