gold medal for India's Neeraj Chopra in the Doha Diamond League
(ANI Photo)

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ એથ્લેટિક્સમાં નવી સિઝનની શરૂઆત ગોલ્ડ મેડલ સાથે કરી છે. નીરજ ચોપરાએ ગયા સપ્તાહે શુક્રવારે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. નીરજનો પહેલો થ્રો સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો રહ્યો હતો. 

નીરજનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો 86.52 મીટરનો છેલ્લા પ્રયાસમાં આવ્યો હતો. આ રીતે નીરજે દોહામાં ‘વર્લ્ડ લીડિંગ’ પદ હાંસલ કર્યું. તેના પછી બીજા નંબરે ચેક જેકોબ વેડલીચ હતોજેનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.63 મીટર હતો. 

નીરજનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ 89.94 મીટર ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે. તેણે 2018માં દોહા ડાયમંડ લીગમાં 87.43 મીટરના અંતરે ભાલો ફેક્યો હતો. ગયા સપ્ટેમ્બરમાં ઝ્યુરિચમાં 2022 ગ્રાન્ડ ફિનાલેમાં વિજય પછી તે ડાયમંડ લીગ ચેમ્પિયન બનેલો તે ભારતીય રહ્યો હતો. 

LEAVE A REPLY

4 × 3 =