Vol. 3 No. 215 About   |   Contact   |   Advertise 27th Aug 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોંગ્રેસમાં હાલ નેતૃત્ત્વપરિવર્તન નહિઃ સોનિયા ગાંધી જ પ્રમુખ તરીકે ચાલુ રહેશે

સોમવારે, 24 ઓગસ્ટે શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષપદે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. સાત કલાક સુધી ચાલેલી બેઠક પછી સોનિયા ગાંધીને જ પ્રમુખ તરીકે કાર્યરત રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. ગયા સપ્તાહે પક્ષના 23 જેટલા સિનિયર નેતાઓએ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરતો પત્ર લખ્યો તે પછી સોનિયા ગાંધીએ નવા પ્રમુખની વરણી કરવાનો પ્રસ્તાવ મૂકીને રાજીનામાની પેશકશ કરી હતી.

Read More...
અમેરિકાના ઉપપ્રમુખપદના ઉમેદવાર બની કમલા હેરિસે ઇતિહાસ સર્જ્યો

પ્રથમ ભારતીય-અમેરિકન અને બ્લેક મહિલા તરીકે અમેરિકાના ઉપ પ્રમુખપદના ઉમેદવાર બનીને ઇતિહાસ સર્જનારા કમલા હેરિસે પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વને તદ્દન નિષ્ફળ ગણાવ્યું હતું. એમના શાસને અમેરિકનોના જીવન અને જીવતર છીનવી લીધા હતા. ગયા સપ્તાહે આયોજીત ડેમોક્રટિક પાર્ટીના વર્ચ્યુઅલ સમ્મેલનમાં પોતાની જાતને ભારત અને જમૈકાના ઇમિગ્રેન્ટ્સની પુત્રી તરીકે ગણાવીને ૫૫ વર્ષના હેરિસે ચેન્નાઇમાં જન્મેલા પોતાના માતા યાદ કર્યા હતા.

Read More...
અમેરિકા રેસિસ્ટ નથીઃ નિક્કી હેલીનો ટ્રમ્પના વિજય માટે અનુરોધ

કમલા હેરિસના પ્રથમ અશ્વેત અને ઇન્ડિયન અમેરિકન મહિલા તરીકે વાઇસ પ્રેસિડેન્ટપદના દાવેદાર બનવાનો ઇતિહાસ રચાયા પછી એક વધુ ભારતીય અમેરિકન મહિલાએ પોતાની મહત્ત્વપૂર્ણ ઉપસ્થિતિ દ્વારા લોકોમાં ચર્ચા જગાવી છે.

Read More...
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગઃ સિઝનનો 106.78 ટકા વરસાદ

જ્યારે ખેડામાં 88.19 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરામાં સિઝનનો 70થી 80 ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. મહિસાગર અને દાહોદ જિલ્લામાં 60થી 67 ટકા જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 92.29 ટકા વરસાદ પડ્યો છે.

Read More...
BAPS નીસડન મંદિરની રજત જયંતી પ્રસંગે મોદી, જ્હોન્સન અને પ્રિન્સ ચાર્લ્સની વધામણી

ભારત બહારના સૌ પ્રથમ પારંપરિક શિખરબંધ હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિર, નીસડનની રજત જયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાન બોરીસ જ્હોન્સન, પ્રિન્સ ચાર્લ્સ અને લંડનના મેયર સાદીક ખાને સોશ્યલ મિડીયા દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર, નીસડનની રજત જયંતીની વધાઇ આપી યુકે અને યુરોપભરમાં મંદિર અને તેના સ્વયંસેવકોની સેવા કામગીરીની પ્રસંશા કરી હતી.

Read More...
ગાંધીજીના ચશ્મા લીલામમાં વિક્રમજનક £260,000 ના ભાવે વેચાયા

ઇ.સ. 1900માં ભેટમાં મળેલા અને ગાંધીજીએ પહેરેલા મનાતા સોનેરી ફ્રેમના ચશ્માની હરાજીમાં બ્રિટનના લીલામ ઘરના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા જ્યારે તેની હરાજી માટે 260,000 પાઉન્ડની બેઝ પ્રાઇઝ રાખી હતી.દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના હનમાનના ઇસ્ટ બ્રિસ્ટલ ઓકશન હાઉસના લેટરબોક્સમાં ચાર સપ્તાહ પહેલા કોઇ અજાણી વ્યક્તિ આ ચશ્મા ડ્રોપ કરી ગઇ હતી. ઓકશન હાઉસે તેની કિંમત દસ થી પંદર હજાર પાઉન્ડ આંકી હતી.

Read More...
યુકેમાં કોરોનાથી સાજા થયેલા એશિયન્સને પ્લાઝમા ડોનેશન માટે અપીલ

કોરોનાથી સાજા થયેલા એશિયન્સને પ્લાઝમા ડોનેશન માટે યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) એ તાકીદની વિનંતી કરી છે. એશિયન્સમાં એન્ટીબોડી સમૃદ્ધ પ્લાઝમા હોવાની શક્યતા હોવાથી કોરોનાના દર્દીઓના જીવ બચાવી શકાય. દક્ષિણ એશિયન બેકગ્રાઈન્ડના લોકોને પણ કોરોનાની માઠી અસર થઇ હોવાથી પ્લાઝમા જીવ બચાવનારી સારવાર નીવડી શકે. પ્લાઝમા ડોનર્સમાં સાત ટકા એશિયનો છે.

Read More...
વિશ્વમાં કોરોનાએ 8 લાખથી વધુ લોકોનો ભોગ લીધો

વિશ્વમાં કોરોનાના કેસ 2.30 કરોડને પાર થઈ ગયા છે અને મૃત્યુ આંક આઠ લાખને પાર પહોંચ્યો છે. 1.56 કરોડ લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. દુનિયામાં કોરોનાથી કુલ આઠ લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2.30 કરોડને પાર પહોંચી ગઈ છે. કોરોના સંક્રમિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે.

Read More...
ભારતના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર નગરોનો સમાવેશ

મોદી સરકારે ગુરુવારે, 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરી હતી, જેમાં ફરી એક વખત ઈન્દોરે બાજી મારી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં ઈન્દોર સતત ચોથા વર્ષે ટોચ પર આવ્યું છે જ્યારે દેશના ટોચના ૧૦ સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ચાર મહાનગરોનો સમાવેશ થયો છે

Read More...
ભૂત શુદ્ધિઃ તત્વોનું શુદ્ધિકરણ શા માટે જરૂરી?

પ્રશ્ન – તમે કહ્યું છે કે યોગનું મૂળભૂત સ્વરૂપ ભૂતશુદ્ધિ અથવા વ્યવસ્થામાં પ્રવર્તતા તત્તોનું શુદ્ધિકરણ છે. જગતમાં જે કાંઇ બંધું જેનું બનેલું છે તે ઘડતર ઘટકો જ આવા તત્વો હોય તો તે કેવી રીતે અશુદ્ધ બની શકે?
સદગુરુ – તમે કોઇ ગટરમાંથી થોડુંક પાણી લો અને તે પાણી અશુદ્ધ છે તેમ તમે વિચારી શકો પરંતુ તેવું નથી. હકીકતમાં તો તે ઘણા બધા જીવો માટે કહેવાતા શુદ્ધ પાણી કરતાં પણ વધારે ઉપયોગી નીવડતું હોય છે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ફેસબૂકના ઝુકરબર્ગ વિશ્વના સૌથી ધનિકોમાં ત્રીજા સ્થાને

ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિ દિવસે ને દિવસે વધી રહી છે. એક નવા રિપોર્ટ અનુસાર માર્ક ઝુકરબર્ગ હવે વિશ્વમાં સૌથી ધનિક લોકોમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. ઝુકરબર્ગની સંપત્તિ હવે 100 અબજ ડોલરને પાર પહોંચી ગઇ છે. અમેરિકાના શેર બજાર વોલ સ્ટ્રીટમાં આવેલી તેજીને કારણે ફેસબુકના શેરોમાં પણ ઉછાળો આવ્યો છે. જેને પગલે ઝુકરબર્ગની સંપત્તિમાં વધારો થયો છે.

Read More...
ભારતની પાંચ મોટી બેન્કો પોતાના શેર વેચશે

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ), પંજાબ નૅશનલ બૅન્ક (પીએનબી) અને બૅન્ક ઑફ બરોડા (બીઓબી) સહિતની દેશની પાંચ મોટી બૅન્ક વર્તમાન નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળા દરમિયાન પોતાના શૅર સંસ્થાકીય રોકાણકારોને વેચશે. અર્થતંત્રને વિપરીત અસર કરી રહેલી કોરોના વાઇરસની મહામારી વચ્ચે આ બૅન્કો પોતાની મૂડી વધારવાના હેતુથી શૅરનું આ વેચાણ કરશે. આ બૅન્કોમાં યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા (યુબીઆઇ)નો પણ સમાવેશ હોવાનું મનાય છે.

Read More...
રોગચાળાના કારણે યુકેમાં ઑનલાઇન ગ્રોસરી શોપીંગ બમણુ થયું

સુપરમાર્કેટ વેઈટ્રોઝના અહેવાલ મુજબ યુકેમાં સાપ્તાહિક ગ્રોસરીનું ઓનલાઇન શોપીંગ કરતા ગ્રાહકોની સંખ્યા કોરોનાવાયરસ રોગચાળા અને લોકડાઉન પછી બમણી થઈ ગઈ છે અને હવે તે કદી “બદલી ન શકાય તેવા” સ્વરૂપે પહોંચી ગઇ છે. જે હવે આદત બની કાયમી ધોરણે અમલમાં આવશે તેમ મનાય છે.

Read More...
  Entertainment

મેડમ તુસાદ મ્યૂઝિયમમાં સુશાંતનું સ્ટેચ્યૂ મુકવા 50 હજારથી વધુ લોકોએ સહી કરી

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે ફેન્સનો પ્રેમ દિવસ-દિવસે વધી જ રહ્યો છે. સુશાંતના મોત બાદથી જ ફેન્સમાં તેના માટે બહુ જ વધારે સંવેદનશીલ થઈ ગયા છે અને તે એ વાત દેખાડે છે તેઓ આ શરમાળ એક્ટરને પહેલેથી જ ખૂબ પસંદ કરતા હતા.
હવે તે આપણી વચ્ચે નથી પણ ફેન્સ તેને ભૂલવા માટે તૈયાર નથી. એક તરફ સુશાંતના કેસમાં CBI તપાસની માગણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં ફેન્સ તેનું વેક્સ સ્ટેચ્યૂ ઈચ્છે છે અને આશરે 50 હજારથી વધુ લોકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે.
સુશાંત માટે વેક્સ સ્ટેચ્યૂની ડિમાન્ડ લોકો માત્ર બોલીને નથી કરી રહ્યા પરંતુ તેના માટે પિટિશન સાઈન કરાવવામાં આવી રહી છે. સુશાંતના ફેન્સ Change.org પર ઑનલાઈન એક પિટિશન સાઈન કરાવી રહ્યા છે. તેની ફેન સોફી રહેમાને આ પિટિશનની શરૂઆત કરી છે અને પોતાના ફેવરેટ સુશાંત માટે લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં તમામ સ્ટાર્સની સાથે એક્ટરના વેક્સ સ્ટેચ્યૂ માટે પણ ડિમાન્ડ મૂકી છે.

Read More...

વિજય માલ્યા અને નીરવ મોદી પર ડોક્યુમેન્ટરી સીરીઝ બની

૧૯૯૨માં થયેલા સ્ટોક માર્કેટ સ્કેમનો એક વેબ સીરીઝને રિલીઝ કરવાની તૈયારી છે. તો બીજી બાજુ દેશના ચાર મોટા ઉદ્યોગપતિઓની તરફથી થયેલી પૈસાની હેરાફેરીને એક ડોક્યુમેન્ટ્રી સીરીઝ દ્વારા દર્શાવામાં આવશે. આ ડોક્યુમેન્ટરી સીરીઝ, દેશમાં કોર્પોરેટ સેકટરમાં જે ચાર ઘોટાળાના થયા છે તે દર્શાવામાં આવશે. આ સીરીઝના નામ સત્યમ, કિંગફિશર, સહારા અને નીરવ મોદી સ્કેમ છે.

Read More...

યુકેમાં ‘બેલ બોટમ’ ફિલ્મ માટે શૂટિંગ શરૂ થયું

અક્ષય કુમારે જાહેર કર્યું છે કે, તેની આગામી મૂવી ‘બેલ બોટમ’ માટે આખરે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેણે ગુરુવારે એની જાહેરાત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો. તેણે આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે, ‘લાઇટ્સ, કેમેરા, માસ્ક પહેરવાનું અને તમામ ધારાધોરણોને અનુસરીને એક્શન શરૂ.

Read More...

બે દાયકાની સફરમાં હું આર્ટિસ્ટ તરીકે મેચ્યોર થઈઃ કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાને જૂનમાં બોલિવૂડમાં બે દશક કમ્પ્લીટ કર્યા હતા. તેની એક્ટિંગ સ્કિલ્સ સિવાય તે તેના સ્ટારડમ માટે પણ જીણીતી છે. તેણે તેની કરિઅરમાં ખૂબ ઉતારચઢાવ જોયા છે. તૈમૂરના જન્મ બાદ તેની લાઇફમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો. અહીં અમે આ એક્ટ્રેસ સાથેની વાતચીતના કેટલાક અંશો રજૂ કરી રહ્યા છીએ. લોકડાઉન દરમિયાન તમે શું શીખ્યા આપણે વર્તમાનમાં જીવવું જોઈએ.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store