Indian Bollywood actors Sushant Singh Rajput poses inside the make-up vanity van before a promotional event for the upcoming romantic drama Hindi film 'Kedarnath' in Mumbai on November 29, 2018. (Photo by Sujit Jaiswal / AFP) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે ફેન્સનો પ્રેમ દિવસ-દિવસે વધી જ રહ્યો છે. સુશાંતના મોત બાદથી જ ફેન્સમાં તેના માટે બહુ જ વધારે સંવેદનશીલ થઈ ગયા છે અને તે એ વાત દેખાડે છે તેઓ આ શરમાળ એક્ટરને પહેલેથી જ ખૂબ પસંદ કરતા હતા.

હવે તે આપણી વચ્ચે નથી પણ ફેન્સ તેને ભૂલવા માટે તૈયાર નથી. એક તરફ સુશાંતના કેસમાં CBI તપાસની માગણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં ફેન્સ તેનું વેક્સ સ્ટેચ્યૂ ઈચ્છે છે અને આશરે 50 હજારથી વધુ લોકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે.

સુશાંત માટે વેક્સ સ્ટેચ્યૂની ડિમાન્ડ લોકો માત્ર બોલીને નથી કરી રહ્યા પરંતુ તેના માટે પિટિશન સાઈન કરાવવામાં આવી રહી છે. સુશાંતના ફેન્સ Change.org પર ઑનલાઈન એક પિટિશન સાઈન કરાવી રહ્યા છે. તેની ફેન સોફી રહેમાને આ પિટિશનની શરૂઆત કરી છે અને પોતાના ફેવરેટ સુશાંત માટે લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં તમામ સ્ટાર્સની સાથે એક્ટરના વેક્સ સ્ટેચ્યૂ માટે પણ ડિમાન્ડ મૂકી છે.

આ પિટિશનને ફાઈલ કરતી વખતે સુશાંતની ફિલ્મોની સાથે-સાથે તેના સારા કામોનું લિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. આ પિટિશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સુશાંતનું મોત 14 જૂન 2020ના રોજ તેના બાન્દ્રા વાળા ઘરે થયું. આખરે સુશાંતના મીણના પૂતળા માટે લોકોને પિટિશન સાઈન કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી તેના કામ અને યાદોને હંમેશાં જીવંત રાખી શકાય.