વિશ્વમાં કોરોનાના કેસ 2.30 કરોડને પાર થઈ ગયા છે અને મૃત્યુ આંક આઠ લાખને પાર પહોંચ્યો છે. 1.56 કરોડ લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. દુનિયામાં કોરોનાથી કુલ આઠ લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2.30 કરોડને પાર પહોંચી ગઈ છે. કોરોના સંક્રમિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે.

અમેરિકામાં જ 1.75 લાખ કરતાં વધારે લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા હતા.બીજી તરફ રશિયા આવતા મહિને બીજી રસીનું પરીક્ષણ કરે એવી શક્યતા છે. દુનિયાની પહેલી સફળ રસી તૈયાર કરી હોવાની જાહેરાત પછી હવે રશિયાને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો હતો કે આવતા મહિનાના અંત સુધીમાં રશિયા બીજી વેક્સિનનું પણ સફળ પરીક્ષણ કરી લેશે.

રશિયાએ બીજી વેક્સિનના વિવિધ ટ્રાયલ પૂરા કરવાની દિશામાં સફળતા મેળવી હોવાનું કહેવાય છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ હ્મુમન ટ્રાયલ પૂરા થઈ જશે એવું રશિયન અિધકારીઓએ કહ્યું હતું. રશિયાએ અગાઉ સ્પૂતનિક ફાઈવ નામની રસી રજિસ્ટર કરીને માન્યતા આપી છે. આ દવાથી નવી વેક્સિન ડોઝની રીતે અને માળખાની રીતે અલગ હશે. રશિયા વેક્સિનનું ઉત્પાદન કરવા માટે ભારત સાથે પાર્ટનરશીપ કરવા ધારે છે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓએ આ અંગે પેશકશ કરી હતી.

કોરોનાની વધુ એક રસી તૈયાર કર્યાનો રશિયાનો દાવો
રશિયાએ કહ્યુ કે તેણે કોરોના વાઈરસની એક નવી વેક્સિન તૈયાર કરી લીધી છે. અગાઉ 11 ઓગસ્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યુ હતુ કે રશિયાએ કોરોના વાઈરસની સફળ વેક્સિન તૈયાર કરી લીધી છે. એવુ કરનારો રશિયા પહેલો દેશ બની ગયો હતો. રશિયાએ પહેલી કોરોના વેક્સિનના ઉપયોગની પરવાનગી પણ આપી દીધી હતી.
હવે રશિયાએ બીજી વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર રશિયાનુ કહેવુ છે કે પહેલી વેક્સિનની જે સાઈડ ઈફ્કેટ સામે આવી હતી, તે નવી વેક્સિન લગાવવા પર હશે નહીં.