Vol. 3 No. 321 About   |   Contact   |   Advertise February 2, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
હિન્ડનબર્ગના સનસનાટીભર્યા રીપોર્ટથી અદાણી ગ્રૂપને $70 બિલિયનનો ફટકો

ન્યુ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડનબર્ગ રીસર્ચના એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપ અંગેના 106 પાનાના સનસનીખેજ રીપોર્ટથી શેરબજારના રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો. 24 જાન્યુઆરી 2023એ જારી થયેલ રીસર્ચ રીપોર્ટ પછી અદાણી ગ્રૂપના બજારમૂલ્યમાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં 70 બિલિયન ડોલરનું અસાધારણ ધોવાણ થયું હતું. અદાણી ગ્રૂપે વારંવાર નિવેદનો જારી કર્યા હોવા રોકાણકારોનો ગભરાટ શમ્યો ન હતો. હિન્ડનબર્ગ રીસર્ચે તેના રીપોર્ટમાં અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિઓ, શેરોના ભાવમાં ગોટાળા, કૃત્રિમ રીતે શેરોના ભાવમાં 80 ટકા સુધીનો વધારો, મની લોન્ડરિંગ, ટેક્સ હેવન દેશોમાં અનેક શેલ કંપનીઓ સહિતના અનેક ગંભીર આક્ષેપો કર્યો હતા.

Read More...
વડા પ્રધાન મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરી સામે યુકેમાં ઉગ્ર વિરોધ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગોધરા રમખાણોમાં કથીત સંડોવણી અને તેમના મુસ્લિમો તરફનના કહેવાતા દ્વેષ અંગે બીબીસી દ્વારા 17મી અને 24મી જાન્યુઆરી 2023ના રોજ રજૂ થયેલી બે પાર્ટની

Read More...
બ્રિટનના વિખ્યાત સંત પ. પૂ. રામબાપા બ્રહ્મલીન થયા

અહર્નીશ સૌની સુખાકારી માટે કાર્યરત અને હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોના સ્વજન બનીને એક સાચા સંત તરીકે સૌના દુખ દર્દ અને તકલીફોનો અંત લાવવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરનાર પરમ

Read More...
અમેરિકામાં 130 મિલિયન ડોલરનું ખંડણીખોર ગ્રુપ ‘હાઇવ’ રેન્સમવેર બંધ કરાયું

અમેરિકાના ન્યાય વિભાગે 130 મિલિયન ડોલરનું ખંડણીખોર ગ્રુપ ‘હાઇવ’ રેન્સમવેર બંધ કરાવી દીધું છે. 1500થી વધારે અસરગ્રસ્તો પાસેથી જંગી રકમની ખંડણી ઉઘરાવી ચૂકેલી હાઇવની વેબસાઇટ અને

Read More...
પેશાવરની મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટમાં 100નાં મોત, 225 ઘાયલ

પાકિસ્તાનના પેશાવર શહેરના હાઇ સિક્યોરિટી ઝોનમાં સોમવારે બપોરે નમાઝ દરમિયાન મસ્જિદમાં એક તાલિબાન આત્મઘાતી હુમલાનો મૃ્ત્યુઆંક વધીને 100 થયો હતો.

Read More...
2019માં ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધની અણી પર હતાઃ પોમ્પિયો

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના રાજદ્વારી માઈક પોમ્પિયોએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંસ્મરણોમાં દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન 2019માં પરમાણુ યુદ્ધની નજીક આવી

Read More...
અમેરિકા પહેલી માર્ચથી H1B વિઝા અરજી સ્વીકારવાનું શરૂ કરશે

અમેરિકા માટેના H1B વિઝા ફાઇલ કરવાની ૨૦૨૩-૨૪ની સીઝન પહેલી માર્ચથી શરૂ થશે. અમેરિકન ઇમિગ્રેશન એજન્સી સ્કિલ્ડ વિદેશી કામદારો માટે વર્ક વિઝા સ્વીકારવાનું શરૂ કરશે.

Read More...
BBC સીરિઝના વિવાદ વચ્ચે દેશને વિભાજિત કરવાના પ્રયાસો સામે મોદીની ચેતવણી

બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટના સ્ક્રીનિંગના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મતભેદો વધારવા અને વિભાજન પેદા કરવાના પ્રયાસો પ્રત્યે દેશવાસીઓને સચેત રહેવાની

Read More...
આસારામ બાપુને બળાત્કારના વધુ એક કેસમાં આજીવન કેદની સજા

ગાંધીનગરની કોર્ટે મંગળવારે 2013ના રેપ કેસમાં આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી. સેશન કોર્ટના જજ ડી કે સોનીએ સજાના પ્રમાણ અંગે દલીલો સાંભળ્યા બાદ તેમના ચુકાદાની જાહેરાત કરી

Read More...
ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત બે દિવસ કમોસમી વરસાદ

કડકડતી ઠંડી વચ્ચે સતત બે દિવસ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. રવિવાર, 29 જાન્યુઆરીએ અમદાવાદના પૂર્વના વિસ્તારમાં બીજા દિવસે

Read More...
ગોધરાકાંડ પછીના રમખાણોમાં 17ની હત્યાના કેસના 22 આરોપી નિર્દોષ

ગુજરાતના 2002 રમખાણો દરમિયાન પંચમહાલ જિલ્લાના દેલોલ ગામમાં લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યાના કેસના 22 આરોપીઓને મંગળવારે હાલોલની એડિશનલ સેશન કોર્ટે પુરાવાના અભાવે

Read More...
ગુજરાતમાં કથિત રીતે ઠંડીમાં ઠુંઠવાઇને બે ખેડૂતોના મોત

ગુજરાતમાં બે દિવસમાં કથિત રીતે કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇને બે ખેડૂતોના મોત થયા હતા. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતાં મોત નીપજ્યું હતું.

Read More...

  Sports
ભારત – ન્યૂ ઝીલેન્ડ ટી-20 સિરિઝ 1-1થી બરાબરીમાં, રસાકસીભર્યો બનશે આખરી મુકાબલો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટી20 સિરિઝની બીજી મેચ લખનૌમાં રમાઈ રહેલી છે. આ મેચમાં ભારતનો 6 વિકેટે વિજય થયો છે. ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 99 ફટકાર્યા હતા, જેના 100 રનના ટાર્ગેટ

Read More...
સૂર્યકુમાર યાદવ ટી-20નો આઈસીસીનો 2022નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિોયાની મેક્ગ્રા

ભારતના ક્રિકેટર સૂર્યકુમાર યાદવને આઈસીસીએ 2022નો સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર જાહેર કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની તાહિલા મેક્ગ્રાને 2022ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે. 2022માં સૂર્યકુમારે 31

Read More...
ભારતની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન

સાઉથ આફ્રિકામાં ICC અન્ડર-19 T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં રમાઈ હતી. જેમા ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ

Read More...
જોકોવિચનો 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતી 28 મેચમાં અજેય રહ્યાનો ઈતિહાસ

જોકોવિચે ગ્રીસના ટેનિસ પ્લેયર સ્ટેફનોસને મેલબર્ન ફાઈનલમાં હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કરી લીધું છે. જોકોવિચે મેચની શરૂઆત જોશમાં કરી બીજા સેટમાં જ જીત નોધાવી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
બ્રિટન રશિયાના ક્રૂડ ઓઇલની આયાત વાયા ઇન્ડિયા કરે છેઃ રીપોર્ટ

રશિયા પરના પશ્ચિમી દેશોના પ્રતિબંધોમાં બ્રિટનને આગેવાની કરી હોવા છતાં યુકે ભારત મારફત રશિયાના ક્રૂડ ઓઇલની આયાત કરતું હોવાનું બહાર આવ્યું છે. ડેઈલી ટેલિગ્રાફના અહેવાલ મુજબ બીપી અને શેલ સહિત યુકેને સપ્લાય કરતા ઊર્જા ખરીદદારોએ ભારતીય ખાનગી ક્રૂડ ઓઈલ રિફાઈનરીઓ પાસેથી તેમની આયાતમાં વધારો કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયાના ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકેલા છે. જોકે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે અને રિફાઇન્ડ પેટ્રો પેદાશોની નિકાસ કરે છે. ક્લાઈમેટ એડવોકેસી ગ્રૂપ ગ્લોબલ વિટનેસે વિશ્લેષણ કરેલા કેપ્લર ડેટા અનુસાર, યુકેએ ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતીય ખાનગી રિફાઈનરીઓ પાસેથી ડીઝલ અને અન્ય રિફાઇન્ડ પ્રોડક્ટ્સના 29 શિપમેન્ટ અથવા 10 મિલિયન બેરલની આયાત કરી છે.

Read More...
આઇબીએમ 3,800 કર્મચારીઓની છટણી કરશે

આઈબીએમ કોર્પે 3,800 કર્મચારીઓની છટણી કરવાની બુધવારે જાહેરાત કરી હતી. આ સંખ્યા તેના કુલ કર્મચારીઓની આશરે 1.5 ટકા થાય છે. તાજેતરમાં એમેઝોન, ગૂગલ સહિતની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ મોટાપાયે છટણીની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષના ચોથા કવાર્ટરમાં આઇબીએમ વાર્ષિક કેશ ફલો લક્ષ્યાંકથી ચૂકી ગઇ હતી. ટેકનોલોજીની આ દિગ્ગજ કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર જેમ્સ કવાનુચે બુધવારે જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આઇબીએમના સીઇઓ અરવિંદ કૃષ્ણાના જણાવ્યા અનુસાર કંપનીએ સોફ્ટવેર પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે હાઇબ્રિડ કલાઉડ અને એઆઇ ક્ષમતાઓમાં રોકાણ કર્યુ છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સમાપ્ત થતા કવાર્ટરમાં કંપનીને ૧૬.૭ બિલિયન ડોલરની આવક નોંધાવી હતી. આઇબીએમનો ૨૦૨૨નો કેશ ફલો ૯.૩ બિલિયન ડોલર રહ્યો હતો.

Read More...
એમેઝોને ભારતમાં એર કાર્ગો સર્વિસ ચાલુ કરી

એમેઝોને ગયા સપ્તાહે ભારતમાં એર કાર્ગો સર્વિસ ચાલુ કરી છે. કંપનીએ તેના ઝડપથી વિકસતા ઈ-કોમર્સ વેચાણ વચ્ચે તેના એક મુખ્ય બજારોમાં ડિલિવરીનું વિસ્તરણ અને ઝડપ વધારવાની યોજના બનાવી છે. એમેઝોન ગ્લોબલ એરના વાઇસ પ્રેસિડેન્ટ સારાહ રોડ્સે જણાવ્યું હતું કે કંપનીએ ભારતીય કાર્ગો કેરિયર ક્વિકજેટમાં રોકાણ કર્યું છે. કંપની ભારતના ચાર મુખ્ય શહેરોમાં પેકેજ ટ્રાન્સપોર્ટ કરશે. કાર્ગો સર્વિસિના ઉપયોગ કરવાના પગલાથી ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં ડિલિવરીનો સમય ઘટાડીને એમેઝોનને ખર્ચ ઘટાડી શકશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ પછી ભારત ત્રીજું બજાર છે, જ્યાં કંપનીએ એમેઝોન એર લોન્ચ કરી છે. સિએટલ-મુખ્યમથક ધરાવતી કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 2016માં આ સર્વિસ શરૂ કરી હતી,

Read More...
એપલે ભારતમાંથી $1 બિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરી ઇતિહાસ રચ્યો

એપલે ભારતમાંથી એક મહિનામાં $1 બિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરીને ઈતિહાસ રચ્યો છે. એક મહિનામાં એક બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરનારી તે ભારતની પ્રથમ કંપની બની હતી. કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત કંપનીએ ડિસેમ્બર 2022માં રૂ. 8100 કરોડના આઇફોનની નિકાસ કરી હતી, તેનાથી સ્માર્ટફોનની ઉદ્યોગની કુલ નિકાસ રૂ.10,000 કરોડ થઈ હતી, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ કરવામાં એપલ અને સેમસંગ અગ્રણી કંપનીઓ છે. જો કે, સરકારી ડેટા મુજબ, એપલે સેમસંગને પાછળ છોડી દેશની ટોચની મોબાઇલ ફોન નિકાસકાર બની છે. એપલ ભારતમાંથી તેના ત્રણ કોન્ટ્રાક્ટ ઉત્પાદકો: ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન દ્વારા આઇફોન

Read More...
  Entertainment

RRRના સોંગ અને બે ભારતીય ડોક્યુમેન્ટરીને ઓસ્કાર્સમાં નોમિનેશન

95મા એકેડેમી પુરસ્કારો માટેના નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ફિલ્મના નાટુ નાટુ ગીતને ઓસ્કાર્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. અગાઉ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ભારતીય નિર્મિત બે ડોક્યુમેન્ટ્રી પણ ઓસ્કાર માટે જઈ રહી છે – શોનક સેનની ઓલ ધેટ બ્રેથને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે અને યરેક્ટર ગુનીત મોંગીની ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ માટે નોમિનેટ કરવામાં આવી છે. જોકે ભારતની સત્તાવાર ઓસ્કાર એન્ટ્રી, છેલ્લો શો અથવા લાસ્ટ પિક્ચર શો, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં અંતિમ સ્લેટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. RRRના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું કે “અમે ઇતિહાસ રચ્યો છે.

Read More...

BTS, ટેલર સ્વિફ્ટને પાછળ રાખી અલ્કા યાજ્ઞિક યુટ્યુબ સ્ટ્રીમિંગ ચાર્ટમાં પ્રથમ ક્રમે

બોલિવૂડ પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકે યુ ટ્યુબ પર સૌથી વધુ સ્ટ્રિમિંગ થયેલા કલાકાર બનીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી છે. ભારતીય સિંગરે બીટીએસ અને ટેલર સ્વિફ્ટને પાછળ રાખીને આ સિદ્ધિ મેળવી છે. સંગીત ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુના અનુભવ સાથે અલકા યાજ્ઞિકે તેમના ભાવપૂર્ણ અવાજ અને લોકપ્રિય બોલિવૂડ ગીતોની મધુર પ્રસ્તુતિથી વિશ્વભરના પ્રેક્ષકોને મોહિત કર્યા છે. તેમણે ૨૦૨૨માં ૧૫.૩ બિલિયન સ્ટ્રિમનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો હતો. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એક રિપોટ અનુસાર,અલકાના દરરોજ ૪. ૨ કરોડ વખત સ્ટ્રિમ થાય છે. અલકા આ પહેલાં બે વર્ષમાં પણ ટોપ પર રહ્યાં હતા. ૨૦૨૧માં તેમનાં ગીતો ૧૭ બિલિયન અને ૨૦૨૦માં ૧૬. ૬ બિલિયન વખત સ્ટ્રિમ થયાં હતાં.

Read More...

નવાઝુદ્દીનના ઘરનો કંકાસ પોલીસમાં પહોંચ્યો

નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની અંગત અને પ્રોફેશનલ જીવનને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. કહેવાય છે કે, નવાઝુદ્દીનની માતા મેહરુનિસા સિદ્દીકીએ અભિનેતાની પત્ની ઝૈનબ વિરુદ્ધ FIR નોંધાવી છે અને મુંબઇની વર્સોવા પોલીસે તેને પૂછપરછ માટે બોલાવી છે. નવાઝુદ્દીનની માતા સાથે ઝૈનબનો વિવાદ હતો જે હવે પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે ઝૈનબ વિરુદ્ધ કલમ 452, 323, 504, 506 હેઠળ કેસ નોંધ્યો છે. નોંધનીય છે કે નવાઝુદ્દીન, નવાઝુદ્દીનની માતા મેહરુનિસા અને તેની પત્ની ઝૈનબ ઉર્ફે આલિયા વચ્ચે કેટલીક મિલકતને લઈને ઝઘડો થયો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીએ બે લગ્ન કર્યા છે. તેણે અગાઉ તેની માતાની પસંદગીની છોકરી શીબા સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવાઝુદ્દીનને શીબા ખૂબ જ પસંદ હતી, પરંતુ તેના ભાઈની દખલગીરીને કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી અને બંને એકબીજાથી અલગ થઈ ગયા.

Read More...

કાર્તિક આર્યનની અનોખી ઇચ્છા

યુવા અભિનેતા કાર્તિક આર્યન તેની નવી ફિલ્મ ‘શેહઝાદા’ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મની રીમેક છે. કાર્તિકની સાથે ફિલ્મમાં ક્રિતી સેનન રોમાન્સ કરતી નજર આવશે. કાર્તિક અને ક્રિતીની જોડી ‘લુકા છુપી’ બાદ, ફરી એકવાર આ ફિલ્મમાં નજર આવશે. દેશના પ્રખ્યાત અને સૌથી જૂના ટેલિવિઝન ચેટ શો ‘આપ કી અદાલત’માં પહોંચેલા કાર્તિકે એન્કર રજત શર્માના સવાલોના જવાબ આપ્યા હતા અને સાથે જ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સ્ટ્રગલ અને સફળતા વિશે વાત કરી હતી. શો દરમિયાન વિવિધ સવાલોના જવાબ આપવાની સાથે કાર્તિકે કહ્યું હતું કે,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store