Gujarati doctor from Newark admits to hatching health care fraud scheme
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના ન્યાય વિભાગે 130 મિલિયન ડોલરનું ખંડણીખોર ગ્રુપ ‘હાઇવ’ રેન્સમવેર બંધ કરાવી દીધું છે. 1500થી વધારે અસરગ્રસ્તો પાસેથી જંગી રકમની ખંડણી ઉઘરાવી ચૂકેલી હાઇવની વેબસાઇટ અને સર્વરનો કબજો મેળવવા અમેરિકન સત્તાવાળાઓએ જર્મની અને નેધરલેન્ડની કાયદા પાંખો સાથે હાથ મિલાવ્યા હતા.

‘હાઇવ’ દ્વારા અસરગ્રસ્તોની ડેટા સિસ્ટમ હેક કરી સ્થગિત કરી દઇ 130 મિલિયન ડોલરની ખંડણી માંગી હતી. અમેરિકાના નાયબ એટર્ની જનરલ લીસા મોનાકોએ ‘હાઇવ’ના સર્વરમાં અમેરિકાની ઘૂસણખોરીને ‘21મી સદીની સાઇબર સ્ટેકઆઉટ’ ગણાવી હતી. લીસાએ જણાવ્યું હતું કે, ‘અમે હેકરોને હેક’ કર્યા છે.

2021માં શરૂ થયેલા ‘હાઇવ’ રેન્સમવેરે 1500થી વધારે કંપનીઓ અને સંસ્થાઓના ડેટાબેઝ કે આઇટી નેટવર્ક હેક કર્યા હતા. ‘હાઇવ’ દ્વારા હેક થયેલી કંપનીઓમાં ભારતની ટાટા પાવર, જર્મનીના જાયન્ટ મીડિયા માર્કેટ, કોસ્ટા રીકાની જાહેર આરોગ્ય સેવા, અમેરિકાના વિભિન્ન હોસ્પિટલ ગ્રુપ, ઇન્ડોનેશિયાની ગેસ કંપની અને અન્યોનો સમાવેશ થતો હતો. જે તે પીડિતોની આઇટી સિસ્ટમ મુક્ત કરવાના બદલામાં ‘હાઇવ’ દ્વારા હેકીંગ પછી ઘણી વખત ક્રીપ્ટોકરન્સીમાં ખંડણી માંગવામાં આવતી હતી.

LEAVE A REPLY

two × five =