Karthik Aryan's unique wish
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવા અભિનેતા કાર્તિક આર્યન તેની નવી ફિલ્મ ‘શેહઝાદા’ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મની રીમેક છે. કાર્તિકની સાથે ફિલ્મમાં ક્રિતી સેનન રોમાન્સ કરતી નજર આવશે. કાર્તિક અને ક્રિતીની જોડી ‘લુકા છુપી’ બાદ, ફરી એકવાર આ ફિલ્મમાં નજર આવશે. દેશના પ્રખ્યાત અને સૌથી જૂના ટેલિવિઝન ચેટ શો ‘આપ કી અદાલત’માં પહોંચેલા કાર્તિકે એન્કર રજત શર્માના સવાલોના જવાબ આપ્યા હતા અને સાથે જ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સ્ટ્રગલ અને સફળતા વિશે વાત કરી હતી.

શો દરમિયાન વિવિધ સવાલોના જવાબ આપવાની સાથે કાર્તિકે કહ્યું હતું કે, મારી ફિલ્મથી રૂપિયા 1000 કરોડ કમાય તેવી ઈચ્છા છે. હું 100 કરોડ કલેક્શનમાં નથી માનતો. મારું સપનું છે કે, મારી ફિલ્મ 1000 કરોડનો બિઝનેસ કરે. મારા પ્રોડ્યુસર્સને તેમના ઈન્વેસ્ટમેન્ટનું સારામાં સારું રિટર્ન મળવું જોઈએ. મારા પ્રોડ્યુસર્સ તેમના પૈસાનો એક પણ રૂપિયો મારી સાથે ફિલ્મ કરીને ગુમાવે તે હું નથી ઈચ્છતો. ફેન્સનું પણ મારી ખરાબ ફિલ્મથી દિલ ન તૂટે તેનું ધ્યાન રાખું છું.  ફિલ્મ ‘શેહઝાદા’માં કાર્તિક પ્રોડ્યુસર તરીકે પણ જોડાયો છે. અલ્લુ અર્જુનની સુપર હિટ ફિલ્મની સિક્વલમાં કાર્તિક અને ક્રિતીની સાથે પરેશ રાવલ, મનીષા કોઈરાલા પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. ‘શેહઝાદા’ની રિલીઝની તૈયારી સાથે જ, કાર્તિક કિયારા સાથે ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત, તે ‘આશિકી 3’ અને કબીર ખાનની આગામી ફિલ્મ પણ સાઈન કરી ચૂક્યો છે.

LEAVE A REPLY

four × 5 =