હાર્દિક પંડ્યા તેની પત્ની નતાસા સ્ટેનકોવિક સાથે ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામેની 3જી T20 મેચ માટે આવી પહોંચી હતી. (ANI ફોટો)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટી20 સિરિઝની બીજી મેચ લખનૌમાં રમાઈ રહેલી છે. આ મેચમાં ભારતનો 6 વિકેટે વિજય થયો છે. ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 99 ફટકાર્યા હતા, જેના 100 રનના ટાર્ગેટ સામે ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટે 101 રન કરી બીજી ટી20 મેચ જીતી લીધી હતી. આ સાથે બંને દેશો 3 ટી20 સિરિઝમાં 1-1 મેચ જીત્યા હોવાથી સિરિઝ બરાબર પર આવી ગઈ છે.

ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટે 101 રન કરી બીજી ટી20 મેચ જીતી લીધી હતી. ભારત તરફથી એક માત્ર સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 26 રન કર્યા હતા. જ્યારે શુભમન ગીલે 11 રન, ઈશાન કિશને 19 રન, રાહુલ ત્રિપાઠીએ 13 રન, વોશિંગ્ટન સુંદરે 10 રન, જ્યારે હાર્દિક પંડ્યાએ 15 રન કર્યા હતા. તો ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ બ્રેશવેલ અને ઈશ શોધીએ 1-1 વિકેટ ઝડપી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતની 21 રને હાર થઈ હતી. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં 6 વિકેટે 176 રનના જવાબમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવતા ટીમ ઈન્ડિયાની 21 રને હાર થઈ હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે 3 T20 સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.

ભારતે ન્યુઝીલેન્ડ સામે T20 મેચોમાં બે ઉપલબ્ધી મેળવી છે. ભારતે ન્યુઝીલેન્ડને બંને દેશો વચ્ચે રમાયેલી ટી20 મેચોમાં સૌથી ઓછા સ્કોરે લડખડાવી દીધી છે. તો ભારતે અત્યાર સુધી રમાયેલી કુલ 24 ટી20 મેચોમાં સૌથી વધુ જીત નોંધાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં 24માંથી 11 મેચ જીતી છે, જેમાંથી 1 મેચ ટાઈ, 2 મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ભારતની જીત સામેલ છે. જ્યારે ન્યુઝીલેન્ડે 24 મેચોમાંથી 10 મેચ જીતી છે, જેમાંથી 1 મેચ ટાઈ, 2 મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ઈંગ્લેન્ડની હાર સામેલ છે.

LEAVE A REPLY

11 − 9 =