Vol. 1 No. 20 About   |   Contact   |   Advertise 20th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 




  UK News
કોરોનાવાયરસનો વાસ્તવિક મૃત્યુઆંક 44,000

બ્રિટનમાં કોરોનાવાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સાત વર્ષના બાળક સહિત 227 લોકોના મરણ થયા હોવાની ઘોષણા કરવામાં આવી હતી. એક અઠવાડિયા અગાઉ મૃતકોની સંખ્યા 627 હતી. તે જોતા મૃતકોની સંખ્યામાં 64 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ મોતને ભેટનારા લોકોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. બીજી તરફ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) દ્વારા આજે જાહેર કરાયેલા ભયંકર આંકડા દર્શાવે છે કે બ્રિટનનો અત્યાર સુધીનો કોરોનાવાયરસનો વાસ્તવિક મૃત્યુઆંક ઓછામાં ઓછો 44,000 થયો છે. જે સરકારના સત્તાવાર મૃત્યુની સંખ્યા 35,023 કરતાં લગભગ 10,000 વધારે છે.
Read More...
કોરોનાવાયરસ રેકોર્ડરૂપ મંદીનું કારણ બની શકે છે
છ મિલિયન કામદારોને ફર્લો કરાયા છે અને વધુ બે મિલિયન લોકો તેમની નોકરી ગુમાવે તેવી ધારણા છે ત્યારે બેંક ઑફ ઇંગ્લેન્ડનુ ટૂંકા ગાળાનુ પ્રોજેક્શન અંધકારમય જણાઇ રહ્યુ છે. બ્રિટન 300 વર્ષની સૌથી ખરાબ મંદી સહન કરી રહ્યું છે અને અર્થતંત્રમાં 14 ટકાનો ઘટાડો થયો છે અને આ વર્ષે 2 મિલિયન લોકો તેમની નોકરી ગુમાવે તેવી સંભાવના છે.
Read More...
યુકે દ્વારા 27 દેશોમાંથી 30,000 ફસાયેલા નાગરિકોને પરત લવાયા
ફોરેન અને કોમનવેલ્થ ઑફિસે સોમવારે તા. 11ના રોજ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ ઓછામાં ઓછા 30,000 બ્રિટિશ મુસાફરોને 27 દેશોમાંથી 142 વિશેષ ફ્લાઇટ્સ દ્વારા યુકે પરત લવાયા હતા. 8 એપ્રિલથી ભારતમાં ફસાયેલા ઓછામાં ઓછા 13,500 બ્રિટિશ નાગરિકોને 58 ફ્લાઇટ્સ દ્વારા પરત લવાયા હતા
Read More...
બે-મિલિયનથી વધુ સેલ્ફ એમ્પલોઇડ લોકોનો કોરોનાવાયરસ ગ્રાન્ટ્સ માટે £6 બિલીયનનો દાવો
માત્ર પાંચ દિવસ પહેલા સેલ્ફ એમ્પલોઇડ લોકો માટે ખોલવામાં આવેલી કોરોનાવાયરસ ગ્રાન્ટ્સ સ્કીમમાં બે-મિલિયનથી વધુ સેલ્ફ એમ્પલોઇડ લોકોએ અરજી કરી હતી જેની રકમ £6 બિલીયન થાય છે એવી જાહેરાત ચાન્સેલર ઋષી સુનકે હાઉસ ઓફ કોમન્સમાં કરી હતી.
Read More...
  international news
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 49.86 લાખ કેસ નોંધાયા, 3.25 લાખ લોકોના મોત
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 49.86 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.25 લાખ લોકોના મોત થયા છે. 19.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહાસચિવે એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિકસિત દેશો કોરોના સામે લડવાની બાબતમાં ઓફ્રિકાના દેશો પાસેથી શીખી શકે છે. આફ્રિકાના દેશોએ કોરોના સામે લડવા માટે યોગ્ય સમયે પગલા ભર્યા છે.
Read More...
લોકડાઉનને લીધે સિંગાપોરમાં કોર્ટે આરોપીને ‘ઝૂમ’ વીડિયો કોલ પર મોતની સજા ફટકારી
દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસે લોકોના કામ અને રોજબરોજની જિંદગી બદલી નાખી છે. એશિયાના સિંગાપોર દેશમાં પ્રથમવાર કોરોના વાઈરસને લીધે આરોપીને ‘ઝૂમ’ વીડિયો કોલિંગ એપ પર મોતની સજા સંભળાવવામાં આવી છે. 37 વર્ષીય આરોપી પુનીથન ગેનસેન વર્ષ 2011માં ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો હતો.દેશમાં હાલ લોકડાઉનને લીધે કોર્ટ બંધ છે આથી આરોપીને ઝૂમ એપ પર જ સજા સંભળાવી દીધી.
Read More...
રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં દાવો કરાયોઃ 80માંથી 40 દેશોએ લૉકડાઉન ખોલ્યું
વિશ્વના 80 દેશોએ કોરોના સંક્રમણ રોકવા લૉકડાઉન લાગુ કર્યું હતું, જેમાંથી 40 દેશમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. ઓરા વિઝન સહિત વિવિધ રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. લૉકડાઉન ખોલનારા દેશોમાં ઘણા ઉદ્યોગો, દુકાનો, બીચ તથા અન્ય સ્થળો ફરી ખુલી ચૂક્યાં છે. મોટા ભાગના દેશોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે લૉકડાઉનમાં છૂટછાટ આપી છે.
Read More...
 



THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

કોરોના વાયરસના 60,600 એક્ટિવ કેસ સાથે ભારત વિશ્વમાં સાતમા ક્રમે

ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના ચોથો તબક્કો શરૂ થતાં રાજ્યોએ આર્થિક પ્રવૃત્તિઓ ફરી ધમધમતી કરવા માટે વ્યાપક છૂટછાટો આપ્યાના પ્રથમ દિવસે જ અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૫,૦૦૦થી વધુ નવા દર્દીઓ સાથે કુલ કેસની સંખ્યા ૧,૦૫,૪૯૮ થઈ છે. Read More...

ભારતમાં વિશ્વની સરખામણીએ કોરોનાનો ડેથ રેટ ઓછોઃ આરોગ્ય મંત્રાલય
કોરોના વાયરસના સંક્રમણની વધતી સંખ્યા વચ્ચે ભારત માટે કેટલાક આંકડા ન માત્ર સકારાત્મક છે પરંતુ રાહત અપાવનાર પણ છે. ચીનથી શરૂ થનાર કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 3,23,285 લોકોના મૃત્યુ થયા છે. તેમાં ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 3303 છે.
Read More...

પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે સુપર સાયક્લોન અમ્ફાન ટકરાયું, બાંગ્લાદેશમાં એકનું મોત
21 વર્ષ બાદ ફરી વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. બંગાળની ખાડીમાં ઊભા થયેલું સુપર સાઇક્લોન પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું છે. અમ્ફાન સુપર સાઇક્લોન ચાર કલાક સુધી અહીં તહામી મચાવશે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે, જ્યાં અત્યારથી ઝડપી પવનો ફુંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાના 12141 દર્દી, કુલ 719 મોત, 5043 દર્દી સાજા થયા
ગુજરાતમાં મંગળવારે રાત સુધીમાં 395 નવા કેસ નોંધાયા હતાં. જ્યારે 25 દર્દીના મોત થયા હતાં અને 239 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતાં. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આ સાથે જ રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે.
Read More...
અમદાવાદમાં કોરોનાનો હાહાકારઃ અત્યાર સુધી 8945 પોઝિટીવ કેસ, જ્યારે 576 લોકોનાં મોત
અમદાવાદમાં કોરોનાના નવા ૨૬૨ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે ૨૧ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા ૩ દિવસમાં જ ૮૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ઉપરાંત ગ્રામીણ વિસ્તાર સહીત દર્દીઓની કુલ સંખ્યા ૮૯૪૫ની થઈ છે, જ્યારે કુલ મૃત્યુ આંક ૫૭૬ના આંકડાને આંબી ગયો છે.આજે નોંધાયેલા મૃત્યુમાં ૧૨ પુરૂષ અને ૯ મહિલાનો સમાવેશ થવા જાય છે.
Read More...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે 31 મે પછી નિર્ણય લેવાશે
અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં આ વર્ષે ભક્તો કે મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર નહિ રહી શકે. મંદિરના ટ્રસ્ટ દ્વારા આ વર્ષે જળયાત્રા સાદાઈથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદનયાત્રા બાદ હવે 5 જૂને યોજાનારી જળયાત્રા પણ ભક્તો વગર માત્ર મંદિરના પૂજારીઓની હાજરીમાં યોજાશે.

Read More...
ગુજરાતની 31.03 લાખની વસતી કન્ટેઇનમેન્ટ હેઠળના વિસ્તારમાં
કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે આર્થિક ગતિવિધિ પર બ્રેક લાગે નહીં માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-૪માં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આંશિક રાહત-છૂટછાટ આપવામાં આવેલી છે. જેના અનુસાર ગુજરાતમાંથી ૩૧.૦૩ લાખની વસતી કન્ટેઇનમેન્ટ હેઠળના વિસ્તારમાં છે.

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store