દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસે લોકોના કામ અને રોજબરોજની જિંદગી બદલી નાખી છે. એશિયાના સિંગાપોર દેશમાં પ્રથમવાર કોરોના વાઈરસને લીધે આરોપીને ‘ઝૂમ’ વીડિયો કોલિંગ એપ પર મોતની સજા સંભળાવવામાં આવી છે. 37 વર્ષીય આરોપી પુનીથન ગેનસેન વર્ષ 2011માં ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો હતો. દેશમાં હાલ લોકડાઉનને લીધે કોર્ટ બંધ છે આથી આરોપીને ઝૂમ એપ પર જ સજા સંભળાવી દીધી. સિંગાપોરની સુપ્રીમ કોર્ટના સ્પોક્સ પર્સને મીડિયાને આ સજા વિશે જણાવ્યું કે, હાલ કોરોના ટાઈમમાં દરેકની સેફટીને ધ્યાનમાં રાખીને આરોપી પુનીથનને વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન સજા સંભળાવી છે. સિંગાપોરમાં આ રીતે સજા ફટકારતો આ પ્રથમ ક્રિમિનલ કેસ છે. સિંગાપોરમાં અત્યાર સુધી 28 હજારથી પણ વધારે પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 22 લોકોના મોત થયા છે.