Vol. 1 No. 26 About   |   Contact   |   Advertise 02nd June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 





  UK News
સોમવારથી લૉકડાઉનને હળવુ કરતા જ્હોન્સન

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને બે મહિનાના કડક પ્રતિબંધો પછી દેશનું કોવિડ ‘એલર્ટ’ સ્ટેટસ ઔપચારિક રૂપે ચાર પરથી ઘટાડીને ત્રણ કરવાની અને ઇગ્લેન્ડમાં લોકડાઉન હળવુ કરવાની ગુરૂવારના રોજ દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત સોમવાર તા. 1થી પરિવારો દાદા- દાદીને અને તેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાર્ડનમાં મિત્રો અથવા કુટુંબના વધુમાં વધુ છ લોકો બહાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્યુ પાર્ટી કરી શકશે.
Read More...
પિતાના મૃત્યુ બાબતે હેલ્થ સેક્રેટરી સામે દાવો માંડતા ભારતીય ડેન્ટીસ્ટ
એએનએચએસ ડેન્ટીસ્ટ ડૉ. મીનેશ તલાટીએ કોવિડ-19ને કારણે તેમના પિતા નવીન તલાટીનુ 80 વર્ષની વયે 28 દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ રોયલ લંડન હોસ્પિટલમાં થયેલા મૃત્યુ અંગે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઇમ્પલાન્ટ સર્જન ડૉ. મીનેશ તલાટીએ દાવો કર્યો હતો
Read More...
વાયરસના કારણે ગ્રીન સિટી બનાવવાના પ્લાનને વેગ
યુકે રોગચાળા પછી બે મહિનાના લોકડાઉન અને સામાજિક અંતરની માંગ અને ઘેરી આર્થિક મંદીના કારણે એક બદલાયેલા દેશ તરીકે બહાર આવશે. સંકટની સૌથી વધુ સ્થાયી અને દેખાતી અસરો દેશના માર્ગો પર અનુભવી શકાય છે. વાયરસના ચેપને રોકવા માટે જરૂરી બે-મીટરનુ અંતર જાળવી રાખવા, વધુ લોકોને કસરત કરવાની અને મુસાફરી કરવા માટે નગરો અને શહેરોમાં રસ્તાઓ પર પરિવર્તન કરવામાં આવ્યું છે.
Read More...
મેટ પોલીસે લુઇશામમાં શ્યામ ઓફ ડ્યુટી એમ્બ્યુલન્સ ડ્રાઇવરને હાથકડી પહેરાવતા રેસીઝમનો આરોપ
મેટ પોલીસના અધિકારીએ લુઇશામમાં શ્યામ ઓફ ડ્યુટી એમ્બ્યુલન્સ ડ્રાઇવરને હાથકડી પહેરાવી અટકાયતમાં લેતો વીડિયો વાયરલ થતાં મેટ પોલીસ સામે જાતિવાદનો આરોપ લગાવ્યો હતો. તા. 21 મેના રોજ રેકોર્ડ કરાયેલ અને હવે વાયરલ થયેલા વીડિયોમાં અધિકારીઓ ડ્રગ્સની સર્ચમાં સહમત હોવા છતાં પણ તે વ્યક્તિની પૂછપરછ કરી તેની અટકાયત કરી હતી.
Read More...
  international news
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 63.66 લાખ કેસ, 3.77 લાખ લોકોના મોત
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 63.66 લાખ કેસ નોંધાયા છે. જેમા 3.77 લાખ લોકોના મોત થયા છે. 29 લાખ 4 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં મૃત્યુઆંક 30 હજાર પાર થઈ છે. બેલારુસમાં 3600 બાળકો સંક્રમિત થયા છે.અમેરિકા પછી બ્રાઝીલ સંક્રમણની દ્રષ્ટિએ બીજા નંબરે છે. અહીં 5.29 લાખ કેસ નોંધાયા છે અને 30 હજાર 46 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 24 કલાકમાં 12 હજાર 247 નવા કેસ નોંધાયા છે અને 623ના મોત થયા છે.મે મહિનામાં નવા કેસ પાંચ ગણા વધ્યા છે.
Read More...
સ્વિડનમાં કોરોનાથી મોતનો દર ફરી સૌથી વધુ, 50%ના જીવ કેર હોમ્સમાં ગયા
લૉકડાઉન ન લગાવનારા સ્વિડનમાં કોરોનાથી એક અઠવાડિયામાં મૃત્યુનો દર દુનિયામાં સૌથી વધુ રહ્યો છે. અહીં 15 દિવસમાં આવું બીજી વખત થયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં તેનું કારણ કેર હોમ્સમાં બદહાલી જણાવાયું છે. અહીં 50 ટકા એટલે કે આશરે 2200 મૃત્ય કેર હોમ્સમાં થયાં છે. ગત એક અઠવાડિયામાં અહીં 10 લાખ લોકોમાં મૃત્યુદર 5.59 રહ્યો જે દુનિયાના સરેરાશ દરથી 11 ગણો વધુ છે. દુનિયાનો સરેરાશ દર 0.49 છે.
Read More...
કોંગોમાં કોરોનાનો કહેર હજી શમ્યો નથી ત્યાં ઈબોલાએ 4 લોકોના જીવ લીધાં
દુનિયામાં હજુ કોરોના વાયરસનો કહેર શમ્યો નથી ત્યાં કોંગોના મબંડાકા શહેરમાં ઈબોલા વાયરસે ચાર લોકોના જીવ લીધા હોવાના સમાચાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ પણ તેને પુષ્ટિ આપી છે.જાણવા મળતી વિગત મુજબ કોંગોના પશ્ર્ચિમ શહેર મબંડાકામાં ઈબોલા વાયરસના 6 નવા કેસ બહાર આવ્યા છે, જેમાં ચાર દર્દીઓના મોત નિપજયા છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8171 કેસ નોંધાયા, 204 લોકોનાં મોત થયાં

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું છે કે 24 કલાકમાં દેશમાં 8 હજાર 171 કેસ પ્રકાશમાં આવ્યા છે અને 204 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 70 હજાર, દિલ્હી અને તામિલનાડુમાં 20 હજારને પાર થઈ ગઈ છે. તેની સાથે જ ભારત દર્દીઓની સંખ્યાના મામલામાં વિશ્વનો 7મો દેશ બની ચૂક્યો છે. Read More...

મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છેઃ- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભરવા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ-1માં પ્રવેશ કર્યો છે. ઈકોનોમીનો મોટો ભાગ આ તબક્કે ખુલ્યો છે.
Read More...

આસામમાં ભારે વરસાદના કારણે ભેખડ ધસતાં 20 લોકોના મોત
આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાના કારણે ઓછામાં ઓછા 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ અલગ-અલગ જિલ્લાઓ કરીમગંજ, સિલ્ચર અને હિલાકાંડીના ત્રણ અલગ-અલગ પરિવારોના હતા.ભૂસ્ખલનની આ ઘટનાઓ આસામની બરાક ઘાટી વિસ્તારમાં ઘટી હતી. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે ટ્વીટ કરીને કહ્યું ભૂસ્ખલનની ઘટના અને તેમાં મૃત્યુ પામનાર લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17127 થઈઃ કુલ 1063 લોકોનાં મોત
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના ઇતિહાસમાં પાંચમી અને છેલ્લા ત્રણ દિવસમાં સતત ચારસોથી વધારે ચેપગ્રસ્ત દર્દીઓનો આંક ચારસોથી ઉપર રહ્યો છે. ચોવીસ કલાકમાં નવા 423 દર્દીઓ ઉમેરાયા છે અને સારવાર હેઠળના ૨૫ દર્દીઓના મૃત્યું થયાં રાજ્યનો કુલ આંક વધીને 17 હજારને પાર થઇ 17127 થયો છે
Read More...
‘નિસર્ગ’ વાવાઝોડા સામે ગુજરાત એલર્ટ : 20,000નું સ્થળાંતર
ગુજરાત ઉપરથી નિસર્ગનું સંકટ હાલ પૂરતું ટાળ્યું છે. પરંતુ આ વાવાઝોડું મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચે ત્રાટકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સલામતી ના ભાગ રૂપે સુરત, વલસાડ, ભરૂચ અને નવસારી ના લો લાઇન વિસ્તારમાં રહેતા 20,483 નાગરિકોને આંતર કરવામાં આવશે
Read More...
અમદાવાદની સ્ટાર હોટેલોમાં દારૂ ખરીદવા ભીડ જામી
ગુજરાતમાં અનલોક પાર્ટ-૧ના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેર જાણે ફરી ધબકતું થયુ હતું તેમાંય છેલ્લાં અઢી મહિના બાદ સ્ટાર હોટલોમાં લિકરશોપના દરવાજા ખૂલતાં પરમીટધારકોએ હાશકારો અનુભવ્યો હતો. પરમીટધારકોએ લિકરશોપ પર દારૂ ખરીદવા ભીડ જમાવી હતી.સ્ટાર હોટલ પર પરમીટધારકોની ઇન્કવાયરીનો મારો જામ્યો હતો

Read More...
અમદાવાદનું જનજીવન 67 દિવસ બાદ પાટે ચઢવાનું શરૂ
‘અનલોક-૧’ અંતર્ગત અપાયેલી છૂટછાટને પગલે ૬૭ દિવસ બાદ આખરે અમદાવાદમાં જનજીવન પુનઃ ધબકતું થઇ ગયું છે. કોરોના વાયરસના કેર વચ્ચે વ્યાવસાયિક પ્રવૃત્તિનો સંપૂર્ણપણે પ્રારંભ થઇ જતાં અમદાવાદનું ‘ખોવાયેલું સ્મિત’ પરત ફર્યું હતું.

Read More...
 
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store