ગુજરાત ઉપરથી નિસર્ગનું સંકટ હાલ પૂરતું ટાળ્યું છે. પરંતુ આ વાવાઝોડું મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચે ત્રાટકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સલામતી ના ભાગ રૂપે સુરત, વલસાડ, ભરૂચ અને નવસારી ના લો લાઇન વિસ્તારમાં રહેતા 20,483 નાગરિકોને આંતર કરવામાં આવશે જે પૈકી અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જીલ્લા ના 1260 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

પત્રકાર પરિષદમાં રાહત કમિશનર હર્ષદ પટેલે વાવાઝોડા અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વાવાઝોડું આગામી 12 કલાકમાં સિનિયર સાયકલોન માં પરિવર્તિત થશે જોકે ઉત્તર મહારાષ્ટ્ર અને દમણ સહિત રાયગઢ જિલ્લામાં થી સાયકલોન ની સ્થિતિ ના નિયંત્રણ માટે તંત્ર સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો

આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સંભવિત સ્થિતિ જોતા દરિયાઇ વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત ગત મોડીરાતથી આ ઓપરેશન શરૂ કરી દેવામાં આવી છે જેમાં સુરત લો લાઇન વિસ્તારમાં રહેતા 1135 , નવસારીના 1170 8 , વલસાડના 6438 અને ભરૂચના 1202 મળી કુલ 20483 નાગરિકોને નિશ્ચિત કરેલા 126 શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે.

તો બીજી તરફ રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફની અને એસ ડી આર એફ ની ટીમો અંગેની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે એનડીઆરએફની કુલ 13 ટિમ તેના તો કરી દેવામાં આવી છે જે પૈકી વલસાડમાં 2 નવસારી ભરૂચ સુરત અમદાવાદ ખેડા ભાવનગર અમરેલી ખાતે એક ટીમ રવાના કરી દેવામાં આવી છે

આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગર ખાતે ત્રણ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે જ્યારે વલસાડ સુરત અને નવસારી ખાતે વધારાની 5 ટીમ આજે એરલિફ્ટ કરીને તેનાત કરી દેવામાં આવશે સાથે સાથે એસડી આરએએફની ટીમ પણ નવસારી ભાવનગર ભરૂચ વરસાદ અને સુરત ખાતે તૈનાત કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડું દક્ષિણ ગુજરાત ચાર જિલ્લા વલસાડ સુરત ભરૂચ અને નવસારીમાં પ્રભાવિત થવાની શક્યતાઓ દેખાઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરિયાઇ વિસ્તારમાં રહેતા નાગરિકોને કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જોકે આ વાવાઝોડું 670 કિલોમીટર દૂર છે પરંતુ તેની સીધી અસર થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રભાવી તો જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા રીવ્યુ કરીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત શેલ્ટર હોમની અંદર સ્થળાંતર કરેલા નાગરિકોનું સોશિયલ મશતફિંક્ષભય જળવાય અને તમામ કાયદાનું પાલન થાય તે માટે કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે