(Photo credit should read LUDOVIC MARIN/AFP via Getty Images)

યુકે રોગચાળા પછી બે મહિનાના લોકડાઉન અને સામાજિક અંતરની માંગ અને ઘેરી  આર્થિક મંદીના કારણે એક બદલાયેલા દેશ તરીકે બહાર આવશે. સંકટની સૌથી વધુ સ્થાયી અને દેખાતી અસરો દેશના માર્ગો પર અનુભવી શકાય છે. વાયરસના ચેપને રોકવા માટે જરૂરી બે-મીટરનુ અંતર જાળવી રાખવા, વધુ લોકોને કસરત કરવાની અને મુસાફરી કરવા માટે નગરો અને શહેરોમાં રસ્તાઓ પર  પરિવર્તન કરવામાં આવ્યું છે.

ફુટપાથ પહોળા કરવામાં આવ્યાં છે, પૉપ-અપ સાયકલ લેન દેખાઈ છે, ગતિ મર્યાદામાં કાપ લાદવામાં આવ્યો છે અને અમુક શેરીઓમાં ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચેરિટીઝ સસ્ટ્રાન્સ અને સાયકલિંગ યુકે દ્વારા કરાયેલુ વિશ્લેષણ સૂચવે છે કે એડિનબરા, ગ્લાસગો, કાર્ડિફ, ન્યૂકાસલ, શેફિલ્ડ, લિવરપૂલ, લીડ્સ, ઇપ્સવિચ, સાઉધમ્પ્ટન, બ્રાઇટન અને સમગ્ર લંડનમાં અધિકારીઓ દ્વારા ઓછામાં ઓછા 100 અસ્થાયી પગલાં લેવામાં આવ્યા છે.

જેમાં સેન્ટ્રલ લંડનનો પાર્ક લેન પર શામેલ છે, જ્યાં બાકીના ટ્રાફિકથી સાયકલ લેનને અલગ કરવા આડશ કરાઇ છે. માન્ચેસ્ટરના ડીન્સગેટ સિટી સેન્ટરને વાહનો માટે બંધ કરવામાં આવ્યુ છે. મોટાભાગનાં પગલાં કામચલાઉ છે, જે લોકોને મુસાફરી અને કસરત કરવાની જગ્યા આપે છે. હવાના પ્રદૂષણને ઘટાડવા અને ગ્રીન કારના વિકલ્પોને પ્રોત્સાહન આપવાના લાંબા ગાળાના હેતુ માટે ઘણા ફેરફારો ચાલુ રખાશે.

સ્પોર્ટ ઇંગ્લેન્ડના સંશોધનમાં સાયકલ ચલાવતા લોકોનું પ્રમાણ એપ્રિલની શરૂઆતમાં 8 ટકા હતુ તે ગત સપ્તાહે 16 ટકા થઈ ગયું છે. લાઇસન્સ્ડ ટેક્સી ડ્રાઇવર્સ એસોસિએશનનો દાવો છે કે સેન્ટ્રલ લંડનમાં વધુ કાયમી બાઇક લેન પ્રદૂષણમાં વધારો કરશે કારણ કે વાહનો સાંકડા રોડ પર ધીમેથી ચાલશે.